________________
(૫૫) હું કુમાણ્યાલ
હ
(1) પૂર્વભવ
હું તો હતો એક લૂંટારો ! લૂંટ કરવી, ધાડ પાડવી એ જ મારું કામ ! મેવાડના જંગલોમાં મારો નિવાસ ! ચારે બાજુ મારા નામની હાક !
જો કે, આમ તો હું રાજકુમાર હતો, પણ મારા તોફાનોથી કંટાળી ગયેલા મારા પિતાએ મને નગરમાંથી તગડી મૂક્યો. હું જંગલમાં આવ્યો. ચોરોની પલ્લી મારું આશ્રયસ્થાન બની. ચોરી, લૂંટ, ધાડ એ બધું મારો ધંધો બન્યો. માણસ અધ:પતન પામે ત્યારે ક્યાં સુધી જઇ શકે ? એ જાણવું હોય તો મારું જીવન જુઓ ! સાચું જ કહ્યું છે : “વિવેણાનાં મવત વિનિપાત: શતગુરવ:' જે વિવેકથી ભ્રષ્ટ થાય તેનું સર્વતોમુખી પતન થાય. પણ મારું સર્વતોમુખી પતન થાય એ કદાચ ભવિતવ્યતાને મંજૂર ન્હોતું ! આથી જ મારા જીવનમાં એકાએક પલટો આવ્યો. જો કે મેં પલટો લાવ્યો હતો, પણ જાણે ભવતિવ્યતાએ જ મારો પલટો
ઊયું. અચાનક થયેલા હુમલાથી હું અને મારા સાથીદારો ગભરાઇ ગયા. જીવ બચાવવા બધા આમતેમ ભાગવા માંડ્યા. હું પણ મારી પત્ની સાથે ભાગી છૂટ્યો. અત્યારે નાસી છૂટવા સિવાય બીજો કોઈ વિકલ્પ પણ હોતો ! હું વિચારમાં પડી ગયો : મારા પર હલ્લો કરનાર વળી કોણ? હું એ કલ્પના જ નહોતો કરી શકતો કે કોઇ મારા પર આક્રમણ કરી શકે ! મારા એક સાથીદારે મને કહ્યું : સ્વામી આ હલ્લો કરનાર એ બીજો કોઇ નહિ, પણ ધનદત્ત સાર્થવાહ છે, જેને આપણે થોડા સમય પહેલા લૂંટ્યો હતો. એવું જાણવા મળ્યું છે કે “એણે માળવાના રાજા પાસે ફરિયાદ કરી છે આપણને શિક્ષા કરવા રાજા પાસેથી મોટું સૈન્ય લઇ હુમલો કર્યો છે. આપણે ઊંઘતા જ ઝડપાઇ ગયા છીએ.” હું સ્તબ્ધ થઇ ગયો. મારા પાપનું ફળ મને અત્યારે જ, આ જ ભવમાં મળી ગયું. પણ અત્યારે પુણ્ય-પાપનું આવું ગણિત વિચારવાની ક્યાં ફુરસદ હતી ? પાછળ શત્રુઓ મારો પીછો કરી રહ્યા હતા. હું તમામ તાકાત લગાવી દોડી રહ્યો હતો. પાછળથી આવતા તીરોને ચૂકવી રહ્યો હતો. હું તો ઠીક. દોડી શકું તેમ હતો. પણ મારી સાથે દોડતી મારી પત્ની પાછળ રહી જતી હતી. મેં તેને દોડાવવા ઘણા પ્રયત્નો કર્યા. પણ આખરે એ પાછળ રહી ગઇ ! ગર્ભવતી હતી એટલે એ વધુ ક્યાંથી દોડી શકે ? આગળ દૂર-દૂર જઇ હું કોઇ ઝાડીમાં છુપાઇ ગયો. પાછળ જોયું તો મારી પ્યારી પત્ની શત્રુના હાથમાં ઝડપાઇ ગઇ હતી. આહ ! હવે શું થશે ? મારા હૃદયમાંથી ઊંડી ચીસ નીકળી પડી ! હું મારી પ્રિય પત્નીને કફોડી સ્થિતિમાં જોઇ ધ્રૂજી ઊઠ્યો. ક્ષણ ભર મને વિચાર આવ્યો : લાવ, દોડી જાઉં. મારી પ્યારી પત્નીને બચાવી લઉં. પણ બીજી જ પળે વિચાર આવ્યો : સ્ત્રી તો અવધ્ય હોય છે. બહુ બહુ તો કેદમાં પૂરશે, ખાવાપીવાનું નહિ આપીને કદાચ હેરાન કરશે. પણ વધ તો નહિ જ કરે.
-દંત્યા મહદ્ પાપમ્ | વળી જો હું તેને બચાવવા જઇશ. તો મને પણ એ લોકો પકડી પાડશે. માત્ર પકડશે જ નહિ, મારી જ નાખશે. આવી વિચારણાથી હું જતો-જતો અટકી ગયો. પણ ઓહ ! મારી ધારણા ખોટી પડી. પેલો ધનદત્ત સાર્થવાહ ત્યાં ધસી આવ્યો. તે ગુસ્સાથી બરાડી
કર્યો.
- આમ તો મારું જીવન સુખપૂર્વક વીતતું હતું. સુખ એટલે કેવું સુખ ? બીજાને દુઃખી કરવા, હેરાન કરવા એ જ મારું સુખ ! જગતના મહાપુરુષો બીજાને સુખી કરીને રાજી થાય, પણ હું એવો કાપુરુષ હતો કે બીજાને દુઃખી કરીને રાજી થતો ! માનવના ખોળીયે હું દાનવ બન્યો હતો ! જે અવતાર મેળવીને માણસ ભગવાન બની શકે તે અવતારમાં હું શેતાન બન્યો !
એક દિવસે હું મારી પત્ની સાથે આનંદ-કિલ્લોલ કરી રહ્યો હતો ત્યાં અચાનક જ મારી છાવણી પર કોઇકનો હલ્લો થયો. સન... ન... ન... બાણો છૂટવા લાગ્યા. ધડાધડ ભાલા ફેંકાવા લાગ્યા. ફટાફટ... બરછીઓ પડવા લાગી. મારો... કાપો... ના અવાજોથી આકાશ ગુંજી
આત્મ કથાઓ • ૩૭૪
હું કુમારપાળ • ૩૭૫