________________
અજૈન વિદ્વાનોએ પણ રાજ્યસીમા વિષે લખ્યું છે, તે જાણવા
‘ટોડ રાજસ્થાનમાં કર્નલ જેમ્સ ટોડે લખ્યું છે કે “કુમારપાળની આજ્ઞાને પૃથ્વીના સર્વ રાજાઓએ આદરપૂર્વક સ્વીકારી. તેણે શાકંભરીના રાજાને પોતાના ચરણે ઝુકાવ્યો. સ્વયં શસ્ત્ર-સજ્જ બનીને સપાદલક્ષ સુધી યુદ્ધ કરીને સર્વ ગઢપતિઓને ઝુકાવ્યા. સાલપુર (પંજાબ)ને પણ તેણે પોતાને વશ કર્યું.”
મુસ્લિમોના “જામેઉલ હિકાયતમાં લખ્યું છે કે “કુમારપાળના શાસનકાળમાં પાટણના જૈનો હિન્દુસ્તાનથી બહાર ગિઝની સુધી પહોંચીને, ત્યાં બહોળો વેપાર કરતા હતા.”
‘રાજપૂતાને કા ઇતિહાસમાં સ્વ. ગૌ. હી. ઓઝાજીએ લખ્યું છે કે કુમારપાળ ઘણો પ્રતાપી અને નીતિ-નિપુણ હતો. તેના રાજ્યની સીમા દૂર-દૂર સુધી ફેલાયેલી હતી. માળવા તથા રાજસ્થાનના કેટલાક ભાગ તેને આધીન હતા.
| દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રીએ “ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ’માં લખ્યું છે કે “કુમારપાળને સિદ્ધરાજ તરફથી ઘણું વિશાળ અને અત્યંત સમૃદ્ધ રાજ્ય મળ્યું હતું. કુમારપાળે તેને સ્થિર કર્યું એટલું જ નહિ, પરંતુ કોંકણના વિજયને લક્ષમાં લેતાં કંઇક વધાર્યું પણ ખરું - એવો સંભવ છે.”
એ જ પુસ્તકના પ્રકરણ-૧૫ માં લખ્યું છે કે “સિદ્ધરાજ અને કુમારપાળે એવું સુંદર રાજતંત્ર જમાવ્યું હતું કે મૂળરાજ જેવો બાળ રાજા પણ મુસ્લિમ આક્રમણને સામંતોની સહાયતાથી પીછેહટ કરાવી શક્યો. વસ્તુતઃ ભીમદેવ (બીજો) જેવા નિર્બળ રાજાના શાસનકાળમાં પણ ઘણા સમય સુધી, સિદ્ધરાજ અને કુમારપાળે જમાવેલું રાજતંત્ર જ ચાલી રહ્યું હતું. • સમકાલીન વિદ્વાનો દ્વારા કુમારપાળની પ્રશસ્તિ :
કલિકાલ સર્વજ્ઞ આચાર્યશ્રી હેમચન્દ્રસૂરિજીએ અભિધાન ચિંતામણિ નામમાળામાં કુમારપાળને “રાજર્ષિ, પરમહંત, મૃતસ્વમોક્તા, ધર્માત્મા, મારિવ્યસન મારક' આદિ નામોથી સંબોધિત કર્યા છે.
આત્મ કથાઓ • ૩૭૦
વિ.સં. ૧૨૦૮ વડનગરના કિલ્લાની પ્રશસ્તિમાં તેને “કલિયુગમાં કૃતયુગ લાવનારો' કહેલો છે.
પ્રભાસપાટણની પ્રશસ્તિમાં શ્રીધરે તેને “લોકપ્રિય, ગુણોથી અલંધ્ય’ કહ્યો છે.
પ્રભાસપાટણની પ્રશસ્તિમાં ગંડ ભાવબૃહસ્પતિએ તેને. ‘તેજોવિશેષાદયી, અચિત્ત્વમહિમા, બલ્લાલધરાધિપજાંગલનરેશવિજેતા, રૈલોક્ય-કલ્પદ્રુમ' એવા વિશેષણોથી સન્માન આપ્યું છે.
કીતિકૌમુદીમાં કવિ સોમેશ્વરે લખ્યું છે કે વીતરાગ પ્રભુના રાગી અને મૃતકનું ધન છોડનાર, દેવતુલ્ય કુમારપાળ મહારાજાની અમૃતાર્થતા (અમૃતાર્થતાના બે અર્થ થાય : રાજાના પક્ષમાં મૃતકધનનો અભાવ અને દેવના પક્ષમાં અમૃતની અર્થતા) ઉચિત જ છે.
આચાર્યશ્રી સોમપ્રભસૂરિજીએ ‘કુમારપાળ પડિબોહો'માં લખ્યું છે કે “રાજાઓને પ્રાણીઓ તરફ દયા નથી હોતી’ એવા જન પ્રવાદને, કુમારપાળે જૈન ધર્મ સ્વીકારીને ખોટો ઠરાવ્યો. આ રાજાની પ્રશંસા કોણ ન કરે ?
આ પ્રમાણે કુમારપાળની પ્રશંસા તેમના સમકાલીન અનેક જૈનઅજૈન વિદ્વાનોએ કરેલી છે - આથી કુમારપાળના બહુમુખી વ્યક્તિત્વનો ખ્યાલ આવે છે. (કુમારપાળના જીવન-દર્શક સાહિત્ય માટે પરિશિષ્ટ જુઓ.),
આવા કુમારપાળનું જીવન, આ પુસ્તકમાં આત્મકથારૂપે આપવામાં આવેલું છે, જે પ્રસિદ્ધ ગુજરાતી જૈન માસિક ‘શાંતિસૌરભ'માં “હું કુમારપાળ' રૂપે ક્રમશઃ પ્રગટ થયેલું છે.
ત્રણ-ચાર વર્ષ પહેલાં આનું હિન્દી (R મારપાત) પુસ્તક પ્રગટ થયેલું છે. હવે (‘કહે, કુમારપાળ' નામે) ગુજરાતી બહાર પડી રહ્યું છે.
કુમારપાળનું સંકટ ભરેલું જીવન વાંચતાં-વાંચતાં વાચક દુઃખમાં પૈર્ય કેમ રાખવું ? તે શીખે, રાજ્ય-સમૃદ્ધિ અઢળક હોવા છતાં કુમારપાળનું ધર્મમય જીવન વાંચીને વાચકો પણ ધર્મ-પ્રવૃત્તિમાં આગળ વધવાનું શીખે તો વાંચેલું સાર્થક ગણાય. સૌ પાઠક આવી સાર્થકતાને વરે એવી શુભેચ્છા.
હું કુમારપાળ • ૩૭૧