________________
નર્મદાના કિનારો મને બહુ ગમતો. નર્મદાના કિનારાના ગામડાઓમાં રહી મેં ચિંતન-ધ્યાન-સર્જનમાં કેટલોક સમય પસાર કર્યો છે ખરો.
છેલ્લું ચોમાસું મારું ડભોઇમાં થયું. ડભોઇ મને બહુ ગમતું. દસમા સૈકામાં થઇ ગયેલા શ્રી મુનિચન્દ્રસૂરિની જન્મભૂમિ, વસ્તુપાળ-તેજપાળ, પેથડશા જેવા મહાપુરુષોથી પવિત્ર થયેલી આ ધરતીમાં રહેતાં મને એક પ્રકારનો આનંદ આવતો.
વિ.સં. ૧૭૪૩માં ત્યાં મારું છેલ્લું ચાતુર્માસ થયું. ચાતુર્માસ પછી વિ.સં. ૧૭૪૪માં હું કાળધર્મ પામ્યો. આજે પણ મારી પાદુકા ડભોઇમાં વિદ્યમાન છે. તમે ત્યાં જાવ ત્યારે અવશ્ય એનાં દર્શન કરજો. ઍકારનો જાપ કરજો. મા સરસ્વતીના તમને આશીર્વાદ મળશે.
પ્રાકથન (‘કહે કુમારપાળ'ની પ્રથમ આવૃત્તિમાંથી) ભગવાન શ્રી મહાવીર સ્વામીના શાસનમાં સર્વાધિક સુપ્રસિદ્ધ મહારાજા કુમારપાળે સુકૃતના જે કાર્યો કર્યા છે, તે જૈન ઇતિહાસ કદી ભૂલી શકશે નહિ.
જીવદયા ગુણવેલડી, રોપી રિસહ નિણંદ,
શ્રાવકે કુલ મંડપ ચડી, સિંચી કુમાર નરિદ. એ જમાનાનું આ સુપ્રસિદ્ધ પદ્ય, કુમારપાળનું સ્થાન જૈનોમાં કેટલું મહત્ત્વપૂર્ણ હતું ? તે બતાવે છે.
જૈનોમાં જ નહિ, જૈનેતરોમાં પણ કુમારપાળનું નામ ગૌરવપૂર્વક લેવામાં આવે છે. • ગુર્જર- ચક્રવર્તી કુમારપાળ :
ગુજરાતના શિલાલેખોમાં જે સાત રાજાઓને ગુર્જર ચક્રવર્તી માનવામાં આવ્યા છે, તેમાં કુમારપાળનું પણ અગ્રિમ સ્થાન છે.
‘ગુજરાતનો ઐતિહાસિક લેખ સંગ્રહ’ પુસ્તકમાં ગુજરાતના સાત ચક્રવર્તીઓના નામ આ પ્રમાણે છે :
(૧) ભીમદેવ, (૨) કર્ણદેવ, (૩) સિદ્ધરાજ, (૪) કુમારપાળ, (૫) અજયપાળ, (૬) મૂળરાજ, (૭) ભીમદેવ.
વિ.સં. ૧૩૩૩ના આમરણ ગામના શિલાલેખમાં સાત ચક્રવર્તીઓના નામ જરા જુદા છે. (પણ ત્યાંય કુમારપાળનું તો સ્થાન છે જ.) :
(૧) સિદ્ધરાજ, (૨) કુમારપાળ, (૩) અજયપાળ, (૪) દ્વિતીય મૂળરાજ, (૫) વિશલદેવ, (૬) અનદેવ, (૭) સારંગદેવ. • કુમારપાળની રાજયસીમા :
કલિકાલ સર્વજ્ઞ આચાર્યશ્રી હેમચન્દ્રસૂરિજીએ ત્રિષષ્ટિ શલાકાપુરુષ ચરિત્ર, પર્વ-૧૦, સર્ગ-૧૨, શ્લોક પર માં કુમારપાળની રાજ્યસીમાં બતાવતાં કહ્યું છે કે ઉત્તરમાં તુર્કસ્તાન, પૂર્વમાં ગંગા નદી, દક્ષિણમાં વિધ્યાચલ અને પશ્ચિમમાં સમુદ્ર સુધી હતી.
હું કુમારપાળ • ૩૬૯
આત્મ કથાઓ • ૩૬૮