________________
‘ાઁારનાપવરમાણુ'... ‘શારદ સાર મયા કરો, આપો વચન તરંગ; તું તૂઠી મુજ ઉપરે, જાપ કરત ઉપગંગ.”
બંધુઓ ! તમારે જ્ઞાન જોઇતું હોય તો તમે પણ ગુરુગમથી ઍકાર મંત્ર પ્રાપ્ત કરી જાપ કરજો.
કાશીમાં એક મોટા પંડિત પાસે ૭૦૦ વિદ્યાર્થીઓ ભણતા હતા, તે પંડિત પાસે હું પણ ભણવા બેઠો. તે રોજનો એક રૂપિયો લેતો. હું દત્તચિત્ત બની ભણવા લાગ્યો.
- એક વખતે કાશીમાં કોઇ જબરદસ્ત વાદી આવ્યો, કોઇ તેના વાદના પડકારને ઝીલી શક્યું નહિ. એટલે કાશીનું નાક રાખવા હું તૈયાર થયો. જોત-જોતામાં મેં એ પંડિતને નિરુત્તર બનાવી દીધો. આથી મને કાશીના સર્વપંડિતોએ મળીને ‘ન્યાયાચાર્ય'નું બિરૂદ આપ્યું. વળી કાશીના ત્રણ વર્ષ દરમ્યાન મેં નવ્ય ન્યાસના એકસો ને આઠ ગ્રંથો બનાવ્યા એટલે ફરીથી મને “ન્યાયવિશારદ”નું બિરૂદ આપવામાં આવ્યું.
કાશી પછી અમે આગ્રા આવ્યા. ત્યાં પણ મેં પાંચ વર્ષ તર્ક આદિનો અભ્યાસ કર્યો.
ત્યાં રહેલા અધ્યાત્મ શુષ્કવાદી પંડિત બનારસીદાસને મેં નિરુત્તર કર્યો. તેના માટે મેં ‘અધ્યાત્મ-મત પરીક્ષા' નામનો ગ્રંથ પણ બનાવ્યો.
જ્યાં જ્યાં ગોટાળા ચાલતા હોય ત્યાં સામનો કરવો એ મારો જન્મજાત સ્વભાવ હતો.
એકલા નિશ્ચયનયને આગળ કરી કોઇ ગમે તેમ વર્તવા માંડે, ગમે તેમ બોલવા માંડે એ હું કેમ ચલાવી લઊં ? આમ જોવા જાવ તો હું આખી જિંદગી લડડ્યો જ છું, સન્માર્ગના શત્રુઓની સામે સંઘર્ષમાં ઊતર્યો છું. હું દિગંબરોની સામે તો પડ્યો જ છું, પણ શ્વેતામ્બરોમાં મૂર્તિને નહિ માનનારાઓની સામે પણ પડ્યો છું. અરે, મૂર્તિ માનનારાઓમાં પણ જે સાધુઓ શિથિલ બનીને ગોરજી બની ગયા હતા તેમની સામે પણ પડ્યો છું. જો કે આ કારણે મારા જીવનમાં કષ્ટો ઘણા આવ્યા. ક્યારેક મારી જિંદગી જોખમમાં પણ મૂકાઇ છે. પણ મને એની ક્યાં પરવા હતી ?
આત્મ કથાઓ • ૩૬૬
શાસન સેવા કરતાં-કરતાં પ્રાણોની આહુતિ અપાઈ જાય - એવા ભાગ્ય ક્યાંથી ? ઉન્માર્ગમાર્ગીઓને સન્માર્ગ ચિંધવા મેં ગ્રંથો પણ બનાવ્યા છે. મૂર્તિપૂજાની શાસ્ત્રીયતા સિદ્ધ કરવા પ્રતિમાશતક, દોઢસો (૧૫૦) ગાથાનું તથા સવાસો (૧૨૫) ગાથાનું સ્તવન વગેરે બનાવ્યાં છે તથા કલિકાલમાં સન્માર્ગ બતાવવા મેં સાડા ત્રણસો (૩૫૦) ગાથાનું સ્તવન પણ બનાવ્યું છે. તમે જરૂર એ વાંચજો, વિચારજો. તમને સત્યમાર્ગની પ્રાપ્તિ થશે.
કાશી-આગ્રા વગેરે સ્થળે ભણીને હું જ્યારે ગુજરાતમાં આવ્યો ત્યારે ગુજરાતમાં ઠેર-ઠેર મારા અભૂતપૂર્વ સ્વાગત થયા. અમદાવાદમાં તો જબરદસ્ત સામૈયું થયું. નાગોરી સરાયમાં અમે ઊતર્યા. બધા પંડિતોએ મળીને મને અક્ષોભ્ય પંડિત તરીકે સ્વીકાર્યો.
મને ઉપાધ્યાય પદ આપવા શ્રી જૈન સંઘોએ તપાગચ્છાધિપતિ શ્રી વિજયદેવસૂરિજીને વિનંતી કરી. તેઓશ્રીએ આપવાનું સ્વીકાર્યું, પરંતુ મને ઉપાધ્યાય પદ આપે તે પહેલાં જ તેઓશ્રી વિ.સં. ૧૭૧૩માં કાળધર્મ પામ્યા. પછીથી તેમની પાટે આવેલા વિજયપ્રભસૂરિજીએ મને ઉપાધ્યાય પદવી આપી.
ત્યાર પછી મેં મારું લગભગ સમગ્ર જીવન સાહિત્ય-સાધનામાં લગાડી દીધું. સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી આદિમાં ઢગલાબંધ રચનાઓ કરી.
ઉપાધ્યાય શ્રી વિનયવિજયજીનું નામ તો તમે સાંભળ્યું હશે ? તેઓ ખાસ મારા મિત્ર થાય. તેમણે એક વખત શ્રીપાળ રાજાનો રાસ રચવા માંડ્યો. ઉંમર બહુ થઇ હતી એટલે રાસ પૂરો થાય - એવી સંભાવના બહુ ઓછી હતી. મને તેમણે કહી રાખેલું કે હું કદાચ કાળધર્મ પામું તો મારો અધૂરો રાસ તમારે પૂરો કરવો અને ખરેખર એમ જ થયું. રાંદેરમાં તેઓ કાળધર્મ પામ્યા. મેં તે રાસ પૂરો કર્યો. તમે જે દર શાશ્વતી ઓળીમાં સાંભળો છો ને ? તે આ જ રાસ !
મારી પણ હવે ઉંમર થઇ હતી. શરીર ઘરડું થયું હતું. પણ મનની ગતિ એટલી જ તીવ્ર હતી. એટલે સાહિત્ય સર્જન તો ચાલુ જ હતું.
પરકાય - પ્રવેશ • ૩૬૭