________________
બલિહારી હૈ દુઃખકી, પલ પલ નામ જપાય. એટલા માટે જ કોઇ સંતે આવું ગાયું હશે ને ?
દુઃખને પણ ઉપકારી ગણીને ચાલ. તો કદાચ તને નવી જીવનદૃષ્ટિ સાંપડશે. જીવવાનો આનંદ આવશે. આપઘાતના વિચારો જતા રહેશે.
પેલી બેને કહ્યું : મહારાજ ! એ બધી ફિલસૂફી સાંભળતાં કે કહેતાં સારી લાગે, પણ જીવનમાં જ્યારે ખરેખર દુઃખ આવી પડે ત્યારે બધી સમજણનું બાષ્પીભવન થઇ જાય. બાકી પરોપદેશે પંડિત તો કોણ નથી ? મારી પાસે કોઇ આવે તો હું પણ એને ડાહી-ડાહી વાતો કરીને સમજાવી દઉં ! જેના પર વીતે તેને ખબર પડે. “ઘાયલ કી ગત ઘાયલ જાણે.” બાકી બીજા તો માત્ર શબ્દોના સાથિયાથી રાજી કરે એટલું જ. શબ્દોના કઢી ભાતથી કોઇના પેટ ભરાયા છે કદી ?
સાધ્વીજીએ કહ્યું : બેન ! હું માત્ર શાબ્દિક વાત નથી કહેતી. મારા પર જે વીત્યું છે, તેના આધારે કહું છું, અનુભવની વાત કહું છું. તને તો શું દુઃખ છે ? તારા કરતાં કઇ ગણું દુઃખ મેં વેક્યું છે. તું કદાચ મારું દુઃખ સાંભળીશ તો રોમ રોમ કંપી ઊઠશે. મારા જીવનમાં એટલું દુઃખ આવ્યું છે કે મારા સ્થાને કદાચ કોઇ કાચો પોચો હોત તો ક્યારેય આપઘાત કરી લેત. આ હું અભિમાનમાં નથી બોલતી, જે છે તે બોલું છું. દુઃખ આપણા કર્મના ઉદયથી જ આવે છે, દુઃખમાં જીવન ઘડાય છે, પ્રભુ યાદ આવે છે - આવી સમજણથી જ દુઃખની ઝડીઓ વચ્ચે હું ટકી રહી.
સાંભળનાર બેન સ્તબ્ધ બની ગયા. કહ્યું : “મહારાજ ! આપ મને આપની આપવીતી કહેશો ?'
‘કેમ નહિ ? જરૂર કહીશ. તારી પાસે સમય હોય તો બેસ... તને પણ આમાંથી ચોક્કસ કાંઇક પ્રેરણા મળશે.” સાધ્વીજીએ પોતાની આપવીતી કહેવાનું શરૂ કર્યું :
નાનપણથી જ મારા એવા મનોરથો હતા કે લગ્ન કરવા તો કોઇ એવા ઉત્તમ પાત્ર સાથે કરવા કે જેથી જીવન ધન્ય ધન્ય બની જાય. બાકી ગમે તેવા પાત્ર સાથે લગ્ન કરીને જીવન નરકમય બનાવી દેવું તેના કરતાં
તો કુંવારા રહેવું વધુ સારું ! મારા આ મનોરથોને પૂરવા મારા માતાપિતાએ તનતોડ પ્રયત્નો કર્યા. અનેક રાજકુમારોના ચિત્રો મારી પાસે આવવા લાગ્યા.
‘તો શું આપ રાજકુમારી હતા? આપનું નામ તથા માતા-પિતાનું નામ તો આપે કહ્યું નહિ.” બેને પૂછ્યું.
હા... હું રાજકુમારી હતી. મારું નામ અંજના ! વૈતાદ્યપર્વતના રાજા અંજનકેતુ અને રાણી અંજનવતી - એ મારા માતા-પિતા.
ઘણા રાજકુમારોના ચિત્રો મારી પાસે આવ્યા, પણ મારી નજર ક્યાંય ઠરતી હોતી. ચિત્રો જોતાં જ મારી કાત્તદૃષ્ટિ રૂપ સિવાય તેમના ગુણો, સત્ત્વ, શીલ વગેરે પણ જોઇ લેતી. હું માત્ર રૂપ તરસી ન્હોતી. હું તો ઝંખતી'તી કોઇ સત્ત્વશીલ અને ગુણસંપન્ન રાજકુમારને.
આખરે બે રાજ કુમારોના ચિત્રો પર મારી આંખ ઠરી. મેં બંને ચિત્રો મારી પાસે રાખી લીધા. ભવિષ્યદત્ત અને પવનંજ્ય નામના આ બે રાજકુમારોમાંથી પવનંજ્ય પર પસંદગી ઊતરી. મંત્રીઓના કહેવા પ્રમાણે ભવિષ્યદત્ત ઉત્તમ પાત્ર હતો, પણ જ્ઞાનીઓના કથન પ્રમાણે તેનું આયુષ્ય અલ્પ હતું. આથી પવનંજયકુમાર મારા ભાવિ પતિ તરીકે પસંદગી પામ્યા.
શુભ મુહૂર્તે અમારાં લગ્ન થયા. બસ... લગ્ન થતાં જ મારા પર દુઃખોની ઝડી વરસી. હું તો અનેક સપનાઓ આંખમાં આંજીને પતિ સાથે જીવન-માર્ગે ચાલી નીકળી હતી. પણ લગ્ન થતાં જ મારા સ્વપ્રોનો ભાંગીને ભૂક્કો થઈ ગયો. સ્વપ્રોના આકાશમાં ઊડતી સીધી હું ધરતી પર સરકી પડી.
લગ્નની પ્રથમ રાત્રે જ મારા પતિ મારી પાસે આવ્યા તો નહિ, પણ મને બોલાવીયે નહિ. હું કારણ શોધવા લાગી, પણ કેટલીયે મથામણ પછી પણ મને કોઇ કારણ મળ્યું નહિ. આખો દિવસ હું ઉદાસ-ગમગીન રહેવા લાગી. મારા બધા જ મનોરથોના મીનારાઓ ભાંગી પડ્યા. મારું દુઃખ હું ન કહી શકું ન સહી શકું. કહું તો કોને કહું ? સાંભળે કોણ ? આમ ને આમ મારા બાર વર્ષ પૂરા થઇ ગયા.
પરકાય - પ્રવેશ • ૨૯૩
આત્મ કથાઓ • ૨૯૨