________________
-
(દશ) હું અંજના
સ્ટ
ઝૂકી પડ્યા અને બોલી ઉઠ્યા : સરસ્વતીપુત્ર ! મને માફ કરો... મને માફ કરો. મેં આપની વિદ્વત્તા જાણી નહિ. આપની જીભમાં જ સરસ્વતી છે, એમ મેં જાણ્યું નહિ. રાણીના તલની વાત પરથી મેં આપના પર ખોટી શંકા કરી. એ તો સારું થયું કે મંત્રીની કોઠાસૂઝથી તમે બચી ગયા, નહિ તો હું જિંદગીભર રડતો રહેત.
રાજાની આંખોમાંથી નીકળી રહેલા આંસુ મારા પગ પર પડી રહ્યા હતા. મેં કહ્યું : રાજન ! મેં તો તમને ક્યારનીયે માફી આપી દીધી છે. પણ એટલી શીખ અવશ્ય આપીશ કે ઉતાવળમાં કદી નિર્ણય કરવા નહિ. ‘ઝટપટકી ધાની, આધા તેલ આધા પાની.”
તો આ થઇ મારા અનુભવની વાત, પંડિતાઇથી સંકટ આવ્યું અને પંડિતાઇથી જ સંકટ ટળ્યું.
સરસ્વતીપુત્ર શારદાનંદનની વાત સાંભળી બધા પંડિતો સ્તબ્ધ થઇ ગયા હતા.
(આધાર : ઉપદેશપ્રાસાદ વ્યા. ૧૩૦)
સાંજે પ્રતિક્રમણ પછી એક બેને એક સાધ્વીજી પાસે ફરિયાદ કરી : મહારાજ ! હું બહુ દુઃખી છું. સાસુની ટક-ટક આખો દિવસ ચાલુ છે. પતિ તરફથી પણ પ્રેમ મળતો નથી. કોઈ પણ વાત હોય તો મને જ ટોકે. ક્યારેક આપઘાતના વિચારો પણ આવી જાય છે. પણ પુત્રનો પ્રેમ મને એમ કરતાં રોકે છે. મહારાજ ! સાચે જ જિંદગીથી કંટાળી ગઇ છું. શું કરું ? કોઇ માર્ગદર્શન આપશો ?
- સાધ્વીજીએ કહ્યું : બેન ! તારું દુઃખ સાંભળીને મારું હૃદય દ્રવી ઊડ્યું છે, પણ હું બીજું શું કરું ? તને સારા વિચારો આપી સન્માર્ગે હું દોરી શકું. તારા જેવા આત્માઓની વાત સાંભળતાં ખરેખર જ્ઞાનીઓના વચન યાદ આવી જાય છે. તેમણે કહ્યું છે કે સંસારનો સ્વભાવ જ દુઃખમય છે. સંસાર કદી દુઃખ વિનાનો નથી હોતો. કારણ કે ખારાશ મીઠાનો સ્વભાવ છે. તેમ સંસારનો સ્વભાવ દુઃખમયતા છે. સ્વભાવને આપણે કદી વસ્તુથી દૂર કરી શકીએ નહિ. હા... આપણે આપણો અભિગમ જરૂર બદલાવી શકીએ. દુઃખમાં પણ સુખની દૃષ્ટિ કેળવી શકીએ.
સાચું કહું તો દુઃખ આપણને ઘડે છે, આપણને શુદ્ધ કરે છે, પ્રભુની યાદ અપાવે છે અને બીજા જીવો પ્રત્યે પણ હમદર્દી શીખવે છે. મને તો એવું લાગે છે કે આવું કાંઇક શીખવવા માટે જ દુઃખનું આગમન થાય છે. મીઠાઇ સાથે ફરસાણ જરૂરી, રસપુરી સાથે કારેલાનું શાક જરૂરી તો સુખ સાથે દુઃખ જરૂરી નહિ ? એના વિના સુખનો આસ્વાદ પણ શો ?
એકલા સુખથી તો માણસ છકી જાય, બીજા જીવોને તો ઠીક, પ્રભુને પણ ભૂલી જાય. એટલે જ દુઃખ જરૂરી છે. નહિ તો ભગવાનને યાદ કરે જ કોણ ? સુખ મથે શિલા પડો, પ્રભુ હૃદયસે જાય;
પરકાય - પ્રવેશ • ૨૯૧
આત્મ કથાઓ • ૨૯૦