________________
(૫૧) હું સુભગ
હું ઘેટાં-બકરાં ચરાવનાર ભરવાડનો દીકરો સુભગ ! જો કે - સુભગ કહો તો મને કોઇ ન ઓળખે, પણ ‘સોભો’ કહો તો બધા ઓળખે. પૈસા વગરના અમ ભરવાડોને ‘સુભગ' કોણ કહે ? ભલે... કોઇ ન કહે, છતાં હું એક વખતે સાચા અર્થમાં ‘સુભગ’ (ભાગ્યશાળી) બની ગયો હતો.
વાત એમ બનેલી કે જંગલમાં હું ઘેટાં-બકરાં ચરાવતો હતો ત્યાં મારી નજર એક જૈન મુનિ પર પડી. ઘેઘૂર વૃક્ષ નીચે એ મુનિ શાંતપ્રશાંત મુદ્રામાં ઊભા હતા. તેમના તરફ સ્વાભાવિક રીતે જ હું ખેંચાયો. હું તેમની પાસે ગયો. હાથ જોડીને પ્રણામ કર્યા, પણ આ શું? મુનિવર તો “નમો અરિહંતાણં' બોલીને આકાશમાં ઊડી ગયા. કાયોત્સર્ગ પારતી વખતે ‘નમો અરિહંતાણં' બોલવાની વિધિ હોય છે. પણ હું સમજ્યો કે “નમો અરિહંતાણં' કોઇ આકાશમાં ઊડવાનો મંત્ર છે. મને મંત્રમાં ત્યારે બહુ શ્રદ્ધા. આકાશમાં ઊડવાનાં સ્વપ્ન હું બહુ સેવતો. પંખીની જેમ મને પણ પાંખ મળી જાય તો હું ય નીલ ગગનમાં ઊડું રે ! માનવ કરતાં તો પંખીડા સારા, કેવા મુક્તપણે આકાશમાં ઊડે છે ! કાશ ! મને જો કોઇ પાંખ મળી જાય, કોઇ મંત્ર મળી જાય ! કોઇ વિમાન મળી જાય ! આજે હવે મને મારો મનોરથ સિદ્ધ થતો લાગ્યો. આકાશમાં ઊડવાનો મંત્ર મળી ગયો. હું રાત-દિવસ એને જપવા લાગ્યો. એક દિવસ મારા શેઠે આ સાંભળ્યું. તેમણે પૂછ્યું: ‘અલ્યા ! સોભા ! તું આ શું
ગામ ભણી પાછો વળ્યો ત્યારે નદી પાસે હું અટકી ગયો. કારણ કે નદીમાં ભયંકર પૂર આવ્યું હતું. ક્ષણવાર હું ઊભો રહી ગયો. મેં વિચાર્યું : અરે... હવે મારે નદીના પૂરથી શા માટે ગભરાવું જોઇએ ? મારી પાસે તો આકાશમાં ઊડવાનો મંત્ર છે. આકાશમાં ઊડી શકાય તો નદીથી શું ડરવું? હું ઊંચી ભેખડ પર ચડ્યો અને ત્યાંથી જોરથી ‘નમો અરિહંતાણં બોલીને નદીમાં ઝંપલાવ્યું.
આકાશમાં ઊડવાને બદલે હું તો નદીમાં જ પડ્યો. ઊંડા કળણમાં ખૂંપી ગયો. એક તીક્ષ્ણ ધારવાળું લાકડું મારા પેટમાં ખુંપી ગયું... મારા પ્રાણ તીવ્ર વેદના સાથે તરફડવા લાગ્યા. પણ તોય ‘નમો અરિહંતાણં'નો જાપ મેં છોડ્યો નહિ. અરેરે ! ક્યાં મારા ભોગ લાગ્યા કે આ જાપની બલામાં હું ફસાઇ ગયો ? ઊડવા ગયો આકાશમાં પણ પડ્યો પાણીમાં. અધૂરામાં પૂરું લાકડાથી વીંધાઇ ગયો. આ મંત્રે તો મને ઠગ્યો. મને માર્યો. આવા કોઇ જ વિચાર મને ન આવ્યા. હું તો પરમ શ્રદ્ધાથી એ જાપ એવી વેદનામાં પણ જપતો જ રહ્યો. નવકાર મંત્રના પ્રભાવથી હું મરીને સુદર્શન શેઠ બન્યો. નિષ્કલંક શીલના સ્વામી સુદર્શન શેઠને કોણ નથી ઓળખતું?
બંધુઓ ! અર્થ ન જાણવા છતાં નવકારના જાપની કેટલી તાકાત છે તે જોયું ને ? તમે પણ દરરોજ નવકારની એક માળા ગણજો હોં ! મારી જેમ તમારું પણ કામ થઇ જશે.
‘આકાશમાં ઊડવાનો મંત્ર જપું છું. મેં સહજભાવે જવાબ આપ્યો. ‘અલ્યા ! આનાથી માત્ર આકાશમાં જ નહિ, પણ ચૌદ રાજલોકની ટોચે સિદ્ધશિલામાં પણ જઇ શકાય. મારી પાસે આવ. હું તને આખો મંત્ર આપું... ને હું શેઠજી પાસેથી આખો મંત્ર શીખ્યો અને રાત-દિવસ ગણવા લાગ્યો. એક દિવસ હું જંગલમાં ગયેલો ત્યારે ધોધમાર વરસાદ પડ્યો.
આત્મ કથાઓ • ૩૫૬
પરકાય - પ્રવેશ • ૩૫૭