________________
-
(પ૬) હું મેઘકુમાર
આવી તો ઘણી વાતો છે, જે તદ્દન જૂઠી હોવા છતાં પ્રજા સાચી માની રહી છે.
તમે કહેશો : તમે તો દેવ છો તો આવા જૂઠાણાંઓ અટકાવતા કેમ નથી ? હિંસાને અટકાવવા કોઇ પ્રયત્ન કેમ કરતા નથી ?
તમારી વાત સાચી છે, પણ દેવો આ બાબતમાં શું કરી શકે ? ભવિતવ્યતા જેવી હોય તેવી તીર્થકરોને પણ સ્વીકારવી પડે છે તો અમે વળી કોણ ? ભગવાન મહાવીરદેવની હાજરીમાં કાળીયો કસાઇ રોજ ૫00 પાડા મારતો હતો, પેલા કોણિકે પોતાના પિતા શ્રેણિકને જેલમાં પૂર્યા, પોતાના નાના ચેટકની સાથે યુદ્ધ ચડ્યો. લાખો માણસોને રહેંસી નાખ્યા. આ ઘટના સામે ભગવાને કાંઇ ન કર્યું. ભવિતવ્યતા બળવાન હોય ત્યાં ભગવાન પણ પરમ ઔદાસીન્ય ધરતા હોય છે.
વળી, અમે દેવો તો વિલાસી ! નાચ, ગાન અને નાટકના જબ્બર શોખીન ! ૫00-1000 વર્ષ તો ચપટીમાં નીકળી જાય. એક નાટક જોઇને તમારા મૃત્યુ-લોકમાં નજર કરીએ તો પેઢીઓની પેઢીઓ સાફ થઇ ગઇ હોય. વળી તમારા માનવ-લોકની દુર્ગધ એટલી ભયંકર હોય છે કે અમને તમારે ત્યાં આવવાનું મન પણ ન થાય !
આ તો વળી ભરત-ક્ષેત્ર પર જરા નજર નાખી, ગુજરાત પર દૃષ્ટિપાત કર્યો એટલે બે અક્ષર કહેવાનું મન થઇ ગયું. બાકી તો દુનિયામાં આવું બધું ચાલ્યા કરે. આપણે શું કરી શકીએ ?
અચ્છા... ત્યારે હું વિદાય લઉં છું. થોડું કહ્યું ઘણું કરી જાણજો !
જંગલમાં મસ્તીથી ફરનારો હું હાથી ! અનેક હાથણીઓથી પરિવરેલો હું મારી મસ્તીથી જંગલમાં જીવતો હતો. એક વખતે જંગલમાં ભયંકર આગ લાગી. ભડ... ભડ... કરતી જ્વાળાઓ આકાશને આંબવા લાગી. હું એકદમ ગભરાઇ ગયો. પણ ત્યાં જ હું વિચારમાં પડી ગયો : આવો દાવાનળ મેં ક્યાંક જોયો છે. ક્યાંક જોયો છે. હું ઊંડા વિચારમાં ખોવાઇ ગયો, અવચેતન મનમાં ડૂબકી મારી. મારી દટાયેલી સ્મૃતિઓ જાગૃત થઇ. મને યાદ આવ્યું કે - પૂર્વભવમાં પણ હું હાથી હતો. આવા દાવાનળો ઘણીવાર જોયેલા છે. તેમાં સળગતા પશુઓ અને પ્રાણીઓ મેં જોયેલા છે. એમની દર્દભરી રિબામણો જોયેલી છે. હું પોતે પણ કેટલીયેવાર દાવાનળથી માંડ બચ્યો છું. ૧૨૦ વર્ષની ઉંમરે હું એક વખતે કાદવમાં ખૂંપી ગયો ત્યારે મારા શત્રુ હાથીએ દંતશૂળો મારી - લોહીલુહાણ કરી મને મારી નાખ્યો હતો. મરીને આ ભવમાં પણ હું હાથી તરીકે જન્મ્યો ! હવે મારે આવા દાવાનળથી બચવા કોઇક ઉપાય શોધવો પડશે. જંગલમાં આવા દાવાનળો તો વારંવાર લાગ્યા જ કરવાના. આવી રીતે નાસતા-ભાગતા ક્યાં સુધી ફરવાનું ? ક્યાં સુધી હેરાન થવાનું? એના કરતાં કોઇ કાયમી ઉકેલ શોધી લઊં ! મને ખ્યાલ છે. કે આગ લાકડાં કે ઘાસ હોય ત્યાં જ લાગે છે... કાંકરા કે ધૂળમાં આગ નથી લાગતી. તમે એમ નહિ માનતા કે હાથીમાં અક્કલ નથી હોતી. અમે તમારા પ્રેમ-ધિક્કાર, માન-અપમાન બધું જ સમજી શકીએ છીએ. માત્ર અમને તમારી જેમ બોલતાં નથી આવડતું એજ અમારી મોટી તકલીફ છે. અમારા માન-અપમાનમાં અમે બહુ સાવધ રહીએ છીએ. જો કોઇ અમારું ખાવા-પીવાની બાબતમાં અપમાન કરી બેસે તો અમે પૂરો બદલો લઇએ છીએ. તમે અમારા વિષે આ અંગે ઘણું વાંચ્યું પણ હશે અને સાંભળ્યું પણ હશે ! ઠીક... હવે આપણે મૂળ વાત પર આવીએ. તો મેં મારા અને મારા વિશાળ પરિવારના બચાવ માટે એક યોજન
આત્મ કથાઓ • ૪૭૧
આત્મ કથાઓ • ૪૭૦