________________
જેટલી ગોળાકાર જગ્યાને ઘાસ, લાકડાં વગેરે દૂર કરી એકદમ સાફ બનાવી નાખી. જેથી જંગલમાં ગમે તેટલો દાવાનળ લાગે... પણ જે આ ગોળાકાર માંડલામાં આવી જાય તેને કાંઇ ન થાય. ઘણીવાર મને વિચાર આવે છે કે અમે હાથીઓ આટલી વાત સમજી શકીએ છીએ તો માણસો કેમ સમજી નહિ શકતા હોય ? જો દરેક માણસ પોતાની ચિત્તની અટવીમાં મૌનનું માંડલું બનાવી લેતો હોય તો ? મન પણ એક વન નથી ? વનમાં જંગલી પશુઓ છે તો મનમાં રાગ-દ્વેષાદિ છે. વનમાં દાવાનળ છે તો મનમાં ક્રોધનો દાવાનળ છે. જંગલમાં વારંવાર દાવાનળ ફાટી નીકળે છે તેમ મનમાં વારંવાર ક્રોધાનળ ફાટી નીકળે છે. તે વખતે જો માણસ મૌનના માંડલામાં ચાલ્યો જાય તો ? લાકડાંથી આગ વધે છે. બોલવાથી ક્રોધ વધે છે. લાકડાં ન મળે તો આગ પોતાની મેળે શાંત થઇ જાય છે. બોલવામાં ન આવે તો કોઈ પોતાની મેળે શાંત થઇ જાય છે. એટલે હું હાથી હોવા છતાં માણસોને જરા શિખામણ આપવા માંગું છું : ઓ માનવો ! તમારી ચિત્તની અટવીમાં જ્યારે જ્યારે ક્રોધનો દાવાનળ ફાટી નીકળે ત્યારે ત્યારે મૌનના માંડલામાં ચાલ્યા જજો. તમે ઘણા-ઘણા અનથોથી બચી જશો. અરે... હું ભૂલ્યો. મારી વાત કરતાં-કરતાં હું માણસોને શિખામણ આપવા ક્યાં ચાલ્યો ગયો ? માણસોને શિખામણ આપનાર હું કોણ ? ક્યાં હાથી અને ક્યાં માણસ ? એ માણસો ! મારી ગુસ્તાખી માફ કરજો. અનધિકૃત ચેષ્ટા ક્ષમ્ય ગણશો. તમને ઉપદેશ આપવાનો મારો અધિકાર નથી... છતાં રહેવાયું નહિ એટલે ઉપદેશ અપાઈ ગયો. ઠીક હવે હું મારી વાત કરું.
ફરી એક વખતે જંગલમાં ભયંકર દાવાનળ લાગ્યો. આ વખતે મારું માંડલું એકદમ કામ આવી ગયું. હું મારા પરિવાર સાથે માંડલામાં આવ્યો. આગથી ત્રાસેલા બીજા પણ અનેક પ્રાણીઓ માંડલામાં ભરાયા. થોડીવારમાં તો આખું માંડલું ઠસોઠસ ભરાઈ ગયું. ક્યાંય જગ્યા રહી નહિ. બધા પ્રાણીઓને આ રીતે આગથી બચેલા જોઇ મને આનંદ થયો. હું લગભગ માંડલાની વચ્ચે ઊભો હતો. મારી નીચે પણ સસલા, હરણ વગેરે અનેક પ્રાણીઓ ઘૂસી ગયા હતા. હું એમના માટે તો મંડપ જ
આત્મ કથાઓ • ૪૭૨
હતો ને ? થોડીવાર પછી ખણજ ખણવા મેં મારો પગ ઊંચો કર્યો. ખણજ ખણીને જ્યાં હું પગ નીચે મૂકવાની તૈયારી કરતો હતો ત્યાં જ તે જગ્યાએ બેઠેલું સસલું મેં જોયું. (હું હાથી છતાં નીચે જોઇને પગ મૂકું છું. તમે ચાલતી વખતે નીચે જુઓ છો ને ? કે...) મારા પગની ખાલી પડેલી જગ્યામાં એ ઘુસી આવ્યું હતું. અત્યંત ભીડથી અકળાઈ ગયેલું સસલું ખાલી પડેલી જગ્યા જોઇ રાજી-રાજી થઈ ગયું હતું. નિર્દોષ સસલાને જોઇ મેં વિચાર્યું : ઓહ ! જો મારો થાંભલા જેવો પગ આ નાજુક પ્રાણી પર પડશે તો એ રોટલો જ થઇ જશે. એના કરતાં હું મારા પગને એમને એમ ઊંચો જ રાખું તો બિચારું બચી જશે. જો કે હું ધારત તો તમે જેમ ભીડમાં બીજાને ધક્કા-મુક્કા મારીને જગ્યા કરી લો છો તેમ હું પણ જગ્યા કરી લેત... પણ ના... મારે હોતું કરવું. મારી શક્તિનો મને આમાં દુરૂપયોગ લાગ્યો. હું મોટો છું. શક્તિશાળી છું. સસલો નાનો છે. રાંક છે. ધારું તો ગમે તે કરી નાખ્યું પણ ત્યારે મેં વિચાર્યું : શકિત મળેલી છે તો નિર્બળની રક્ષા કરું. શક્તિનું સૌંદર્ય બીજાને દબાવવામાં નહિ, પણ બચાવવામાં ખીલે છે. મારા હૃદયમાં દયાનો ઝરો વહી રહ્યો : મને કોઇ દબાવે કે હેરાન કરે તો મને નથી ગમતું તો હું કોઇને દબાવું કે હેરાન કરું એ બીજાને શી રીતે ગમશે ? બીજા કોઇને તો હું કદાચ ન બચાવી શકે, પણ મારા શરણે આવેલા-મારા પગ નીચે આવેલા નાનાનાજુક પ્રાણીને પણ ન બચાવી શકું ? તો મારી શકિત શા કામની ?
મારું હૃદય કરુણાન્દ્ર બન્યું. મેં પગ સતત ઊંચો ને ઊંચો જ રાખ્યો. બંધુઓ ! જો હું પણ આટલું દયાથી ભીનું ભીનું જીવન જીવી શકતો હોઉં તો તમારે મારી પાસેથી શીખવા જેવું છે એવું તમને નથી લાગતું?
જ્યારે તમે ટોળામાં ધક્કા-મુકી કરો ત્યારે મને યાદ કરજો. જ્યારે જગ્યા માટે પડા-પડી કરો ત્યારે મને યાદ કરજો. જ્યારે તમે બસમાં આરામથી બેઠા હો ને સખત ભીડથી ત્રાસી ગયેલી કોઈ વૃદ્ધા ઊભી-ઊભી જગ્યાની પ્રતીક્ષા કરતી હોય ત્યારે મને યાદ કરજો.
પૂરા અઢી દિવસ હું એમને એમ પગ ઊંચો રાખીને ઊભો રહ્યો. દાવાનળ શાંત થયો. ત્યારે બધા પશુઓ માંડલામાંથી ગયા. મેં પગ નીચે
આત્મ કથાઓ • ૪૭૩