________________
- (80) મારા ભાઈ મહારાજ છે
તમને ક્યારેય ક્રોધ આવે છે ? ક્રોધ ન આવે એવું તો બને જ કેમ? જો તમને સાવ જ ક્રોધ ન આવતો હોય તો કાં તો તમે પથ્થર છો કાં તો તમે વીતરાગ છો. છઘસ્થ અવસ્થામાં ક્રોધ ન જ આવે એવું ન જ બની શકે. “ક્રોધથી કોડ પૂર્વનું ચારિત્ર જીવન ક્ષણવારમાં ભસ્મીભૂત થઇ જાય છે. ક્રોધ એક ક્ષણિક પાગલપન છે. ક્રોધ જીવનરૂપી નંદનવનને ક્ષણવારમાં રેગિસ્તાન બનાવી નાખે છે. ક્રોધ સાક્ષાતુ અગ્નિ છે. ક્રોધ વૈરનું કારણ છે. ક્રોધ દુર્ગતિનો માર્ગ છે. ક્રોધ કરવાથી પરલોક જ નહિ, આ લોક પણ બગડી જતો હોય છે. ક્રોધથી માણસના લોહીમાં એક પ્રકારનું ઝેર પેદા થાય છે. એમ વૈજ્ઞાનિકો પણ કહે છે. ક્યારેક તો અતિશય ક્રોધ કરવાથી મગજની નસ ફાટી જતાં હેમરેજ થઇને માણસ મરી જાય છે. ક્રોધથી જે કામ થઇ શકે, તેના કરતાં લાખગણું કામ ક્ષમાથી વધુ સારી રીતે થઇ શકે છે. ક્રોધથી પેલા સાધુને ચંડકૌશિક સાપ બનવું પડ્યું તો ઓલા કુરુટ અને ઉત્કર્ટ નામના સાધુઓને ક્રોધથી સાતમી નરકે જવું પડ્યું. ક્રોધ દૂર કરશો તો જ ક્ષમાધર્મને હૃદય-મંદિરમાં પ્રતિષ્ઠિત કરી તમે પર્યુષણની આરાધના સારામાં સારી રીતે કરી શકશો. ક્ષમાપના એ તો પર્યુષણનો પ્રાણ છે. ક્રોધની આગ જ્યાં બળી રહી હોય
ત્યાં ક્ષમાનું અમૃત આવી શકતું નથી. ક્રોધને તમે જો મનમાં જ સંઘરી રાખશો તો એ વેર બની જશે. ફ્રીજમાં રહેલું પાણી બરફ બની જાય તેમ મગજમાં સંઘરેલો ક્રોધ વેર બની જાય છે. વેરી ચિત્ત ધર્મનું આરાધક બની શકે નહિ.” આ અને આવો ઘણો ઉપદેશ તમે સાંભળ્યો હશે ? છતાં વારંવાર તમારું મન ક્રોધથી ખળભળી ઉઠે છે... ખરું ને ?
હવે મારે તમને એટલું જ પૂછવું છે : આવેલો ક્રોધ કેટલી વાર રહે છે ? કેટલાકનો ક્રોધ વીજળીના ચમકારા જેવો હોય છે. મન-ગગનમાં ક્રોધની વીજળી આવી ન આવી ત્યાં જ અદશ્ય ! સજ્જનનો ક્રોધ દુર્જનના સ્નેહ જેવો હોય છે. દુર્જન સ્નેહ કરે
આત્મ કથાઓ • ૨૬૨
જ નહિ. કરે તો લાંબો ટકે જ નહિ. લાંબો ટકે તો પણ છેલ્લે કોઇ સારું ફળ મળે નહિ. સજ્જન ક્રોધ કરે નહિ, કરે તો લાંબો ટકે નહિ. લાંબો ટકે તો પણ ફળે તો નહિ જ.
કેટલાકનો ક્રોધ દીવા જેવો હોય છે. ૪-૬ કલાકે તેલ ખૂટતાં દીવો ઓલવાઇ જાય. કેટલાકનો ક્રોધ પણ ૪-૬ કલાકે શાંત થઇ જાય.
કેટલાકનો ક્રોધ સગડી જેવો હોય, ૨૪ કલાક રહેનારો !
કેટલાકનો ક્રોધ કુંભારના નિભાડા જેવો હોય, ૧૦-૧૫ દિવસ રહેનારો !
કેટલાકનો ક્રોધ કારખાનાની ભટ્ટી જેવો હોય, કદીયે શાંત નહિ થનારો !
કારખાનાની ભઠ્ઠી એકવાર શરૂ થયા પછી પ્રાયઃ કદી બંધ ન થાય. બંધ થાય તો શરૂ કરતાં બે-ત્રણ દિવસ લાગી જાય.
કેટલાકનો ક્રોધ પણ આવો હોય. એક વાર ગાંઠ વાળી એટલે પત્યું. એ ગાંઠ જીવનભર રહે. જીવનભર મગજની ભટ્ટીમાં ક્રોધની આગ ભભૂકતી જ રહે. અનંતાનુબંધીવાળી આગ !
હવે તમે જોઈ લેજો : તમારા ગુસ્સાનો કયો પ્રકાર છે ?
હા... કોઇક એવા હોય, જેઓ સરોવર જેવા શાંત હોય, ગમે તેટલા અપરાધમાં પણ ગુસ્સે ન ભરાય. સરોવરમાં બળતું લાકડું નાખો તો શું થાય ? લાકડાની આગ બુઝાઇ જ જવાની. કેટલાકનું મન પણ આવું શાંત હોય છે. ક્ષમા એમના સ્વભાવમાં તાણા-વાણાની જેમ વણાઇ ગઇ હોય.
મારા ભાઇ મહારાજ અંધક આવા જ શાંત હતા. મારા પિતા રાજા જિતશત્રુ અને માતા ધારિણીદેવી. મારા ભાઇ સ્કંધકે ધર્મઘોષ મુનિની દેશના સાંભળી વૈરાગ્ય-વાસિત બની દીક્ષા લીધી ને હું પરણીને સાસરે આવી.
એક વખતે હું ઝરૂખામાં બેઠી હતી ને મારી નજર નીચે ગઇ : એક સાધુ પસાર થઇ રહેલા હતા. ધારીને જોયું તો મારા જ ભાઇ મહારાજ ! ઓહ ! ક્યાં તે વખતનું એમનું લાલચોળ શરીર? અને ક્યાં
પરકાય - પ્રવેશ • ૨૬૩