________________
તેના પિતા તરફ તે આકર્ષાય તો તેમનો ! બાળકને એની ઇચ્છા મુજબ કરવા દઇશ ! કોઇની ઇચ્છાને હું કચડી શકું નહિ. એ તો માનવ હક્કનો ભંગ ગણાય.' મારી માએ આ ચુકાદો સ્વીકાર્યો. બીજે દિવસે મારી મા, મારા પિતા મુનિ તથા હું સભામાં આવ્યા. આખી સભા હકડેઠઠ ભરાયેલી હતી. આખી નગરીમાં આ સમાચાર ફેલાઇ ગયા હતા... એટલે લોકોમાં ભારે ઉત્કંઠા ફેલાઇ હતી.
પહેલો વારો મારી માનો આવ્યો. તેણીએ મને લોભાવવા જુદાજુદા રમકડાં, મીઠાઇ વગેરે ધર્યું... પણ તેમાંથી એકેયની સામે પણ ન જોયું. મારી માએ ખૂબ જ કાલાવાલા કર્યા, પણ સાંભળે એ બીજા ! તમે કહેશો : મા પ્રત્યે તમે આવા નિર્દય કેમ બન્યા ? માની તો ભક્તિ કરવી જોઇએ. તેની ઇચ્છા મુજબ ચાલવું જોઇએ.
સાંભળો : મારા હૃદયમાં મા પ્રત્યે અપાર ભક્તિ હતી જ. ખરેખર
તો એટલા માટે જ મેં આ નાટક કર્યું હતું. મારે મારી માનો મારા પ્રત્યેનો ખોટો મોહ તોડાવવો હતો. જો મારા પ્રત્યે મારી માને સાચો પ્રેમ હોત તો તો મને દીક્ષા માટે એ અવશ્ય રજા આપત, આવા ધમપછાડા કરત નહિ. પણ મારા આત્મકલ્યાણમાં તેને બહુ રસ ન્હોતો. જે મા આત્મકલ્યાણમાં આડે આવતી હોય તેનો પ્રેમ શુદ્ધ પ્રેમ કઇ રીતે ગણાય ? તેને તો મોહ જ કહેવો પડે. તેવા મોહને તો ગમે તે રીતે હટાવવો જ પડે !
હું જાણતો હતો કે જ્યારે મોહનો પડદો હટશે ત્યારે મારી મા મારા પગલાથી ઘણી રાજી થશે અને ખરેખર આગળ જતાં એમ જ થયું. હું જ્યારે મારી માથી કોઇ પણ ઉપાયે પીગળ્યો નહિ ત્યારે હવે નંબર મારા પિતાજીનો ! હું તેમની પાસે ગયો. તેમણે કહ્યું : ‘વત્સ ! મારી પાસે રમકડાં કે મીઠાઇ કશું નથી. આ એક રજોહરણ છે, ઓઘો છે, તને ગમતો હોય તો લઇ લે.’ હું તો ઓઘો લઇને નાચવા મંડી પડ્યો. સભામાં તાળીઓનો ગડગડાટ થયો. રાજાએ ‘આ બાળક પિતા મુનિ પાસે રહેશે.' એવો નિર્ણય આપ્યો.
હવે મારી ધામધૂમથી દીક્ષા થઇ. મારી માનો પણ મોહ હવે દૂર થયો. તેણે પણ દીક્ષા લીધી.
આત્મ કથાઓ • ૩૪૦
નાનપણથી જ મારી બુદ્ધિ તેજ હતી. મારા ગુરુદેવનો મારા પર અથાગ પ્રેમ હતો. એના કારણે જ હું બહુ જ ઝડપથી વિકાસની વાટે આગળ ધપવા લાગ્યો.
હું બાલમુનિ તરીકે સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. જ્યાં જાઉં
ત્યાં મને જોવા લોકોના ટોળા મળતા. સ્ત્રીઓ તો મને જોઇ પાગલ બની જતી.
એક વખતે ગુરુદેવ વગેરે બધા જ મુનિઓ બહાર ગયા હતા. હું એકલો જ ઉપાશ્રયમાં હતો. ત્યારે મને કોણ જાણે શું સૂઝ્યું કે મેં રમત માંડી ! જો કે મારી રમત પણ હેરત પમાડે તેવી હતી. સાધુ મહારાજની રમત સાધુ જેવી જ હોય ને ?
મારા ગુરુદેવ જે રીતે સાધુઓને વાચના આપતા હતા તે રીતે મને પણ આપવાનું મન થયું. હું પાટ પર બેઠો. પણ કોની આગળ વાચના આપું ? સામે કોઇ સાધુઓ તો જોઇએ ને ? સાધુઓની જગ્યાએ મેં દરેકના વીંટીયા (ઓસીકા જેવી સાધુઓની એક ચીજ) ગોઠવી દીધા અને હું ધડાધડ વાચના આપવા લાગ્યો. તે વખતે બહારથી ઉપાશ્રયે આવેલા મારા ગુરુદેવે મારી વાચના છુપી રીતે સાંભળી લીધી. તેઓ સ્વયં આશ્ચર્યચકિત થઇ ગયા : શું વાત છે ? બાલમુનિ વજ્રને આટલું બધું આવડે છે ? તેઓ પછી “નિસીહિ. નિસીહિ. નિસીહિ' બોલતા અંદર આવ્યા. એટલે મેં તરત જ મારું ‘નાટક’ સંકેલી લીધું ને ભણવા લાગી ગયો. પણ બીજા દિવસથી ગુરુદેવે સ્વયં બહાર જઇ મારા પર વાચનાનો બોજ નાખ્યો ત્યારે મને ખબર પડી કે ગુરુદેવે મારું નાટક જોઇ લીધું લાગે છે.
આમ નાની ઉંમરમાં જ હું વાચનાકાર સાધુ તરીકે ગચ્છમાં પ્રસિદ્ધ થઇ ગયો.
નાનપણમાં મારી પરીક્ષા પણ થઇ છે. પૂર્વભવના મિત્રદેવે જ ગોચરી બાબત મારી પરીક્ષા કરેલી. પણ હું એના ષડયંત્રમાં ન ફસાયો અને મેં દોષિત આહાર ન લીધો એટલે તે ખૂબ જ પ્રસન્ન થયો. તેણે
મને મારી ઇચ્છા ન હોવા છતાં આકાશગામિની વિદ્યા આપી. બીજી
પરકાય - પ્રવેશ - ૩૪૧