________________
બંધુઓ ! હું પણ એક દિવસ તમારા જેવો જ નાનો હતો. કદાચ તમારાથી પણ ઘણો નાનો હતો. છતાં મેં દીક્ષાનો સંકલ્પ કર્યો તો એ સંકલ્પ અવશ્ય ફળ્યો. તમે પણ આવો કોઇ શુભ સંકલ્પ નાની ઉંમરમાં જ કરી લેજો. તમારું જીવન બીજા માટે આદર્શરૂપ બની રહેશે. અમે નાના છીએ. અમારા સંકલ્પમાં શી તાકાત હોય ? એમ માનીને બેસી રહેતા નહીં. મોટો વડલો પણ એક નાનકડા બી માંથી જ ઊગેલો હોય છે, એ ભૂલશો નહિ.
વખતની પરીક્ષામાં તેણે મને વૈક્રિય લબ્ધિ આપી. મને આ લબ્ધિઓ મળેલી હોવા છતાં હું કદી મારા અંગત ઉપયોગ માટે તેનો પ્રયોગ કરતો નહીં. શાસન-પ્રભાવનાના કોઇ કામ આવી પડે ત્યારે જ પ્રયોગ કરતો. જેમ કે એકવાર ઉત્તર ભારતમાં દુકાળ પડ્યો ત્યારે હું સમસ્ત શ્રીસંઘને વિદ્યાથી પટ (કપડું) પર બેસાડી દક્ષિણ ભારતના પુરી નગરમાં લઇ ગયેલો તથા ત્યાંના રાજાએ જૈનોને ફૂલો ન મળે તેવો અન્યાયભર્યો કાયદો બનાવ્યો ત્યારે હું આકાશગામિની વિદ્યાથી ફૂલો લાવેલો.
વધુ પડતી વિદ્વત્તા, વધુ પડતી લબ્ધિ કે વધુ પડતું રૂપ ક્યારેક ખતરનાક પણ બની શકે છે. મારા જીવનમાં પણ આવો અનુભવ થયો છે. મારી વિદ્વત્તા, મારું રૂ૫, મારી લબ્ધિ વગેરેની પ્રશંસા સાંભળીને રૂમિણી નામની કન્યા મારા પર મોહાઇ પડી. તેના પિતાજી મારી પાસે એક ક્રોડ સોનામહોર લઇ પોતાની કન્યા સાથે લગ્ન કરવાનું કહેવા આવ્યા. પણ હું ન ફસાયો. દેવ-ગુરુની કૃપા મારા પર વરસતી હતી. હું બચી ગયો. અરે... એટલું જ નહિ. રુકિમણીને પણ મેં બચાવી લીધી. તેને વૈરાગ્યમય ઉપદેશ આપી સાધ્વી બનાવી.
એક વખતે સાંજે પ્રતિક્રમણમાં વાંદણા વખતે કાનમાં ખોસેલો સૂંઠનો ગાંઠિયો પડી જતાં હું સ્તબ્ધ બની ગયો. મને શરદી થઇ હતી એટલે મેં સુંઠ મંગાવેલી, પણ હું વાપરવાનું ભૂલી ગયો. મારા જીવનકાળમાં હું કદી પણ કોઇ ચીજ ભૂલ્યો નથી, હું કદી બેધ્યાન, અસાવધ કે મૂચ્છિત બન્યો નથી. પણ આજે આમ કેમ ? મારી જાગૃતિ ક્યાં ગઇ ? મને અચાનક જ ખ્યાલ આવ્યો કે હવે મારું આયુષ્ય અલ્પ છે. મારે અંતિમકાળની આરાધના કરી લેવી જોઇએ. મેં રથાવર્ત પર્વત પર જઇ અનશન કર્યું. મારી સાથે પણ અનેક મુનિઓએ અનશન કર્યાં. એક બાલમુનિને મેં ના પાડેલી છતાં તેણે પાછળથી આવીને કર્યું.
મારી હયાતી સુધી દસ પૂર્વનું જ્ઞાન વિદ્યમાન હતું. હું છેલ્લો દસપૂર્વી થયો. મારી પાસે આવીને ભણનાર આર્યરક્ષિતજી જો કે ખૂબ જ મેધાવી હતા. છતાં ૯મી પૂર્વમાં અટકી ગયા. પૂરા દસ પૂર્વ ભણી શક્યા નહિ.
આત્મ કથાઓ • ૩૪૨
પરકાય - પ્રવેશ • ૩૪૩