________________
()
હું
વ
8
ઓહ ! આના બાપે દીક્ષા ન લીધી હોત તો આપણે આનો જન્મમહોત્સવ કેટલો સુંદર કરત ! અફસોસ ! આના બાપા ધનગિરિએ દીક્ષા લઇ લીધી.'
દીક્ષા.. દીક્ષા... દીક્ષા. જનમ થતાં જ મને આવા શબ્દો સંભળાવા લાગ્યા. હું વિચારમાં પડી ગયો : ‘દીક્ષા’ શબ્દ મેં ક્યાંક સાંભળ્યો છે ખરો. હું ભૂતકાળના ઊંડાણમાં ચાલ્યો ગયો. વિસ્મૃતિનો પડદો હટતાં જ મને પૂર્વજન્મ યાદ આવ્યો. હું દેવ હતો. તિર્યજુંભક દેવ ! અષ્ટાપદ પર સાંભળેલી ગૌતમસ્વામીની દેશના યાદ આવી. મેં મનોમન દીક્ષા લેવાનો નિર્ધાર કર્યો. પણ મોહથેલી માતા મને દીક્ષા માટે રજા શી રીતે આપશે ? મેં માતાના મોહને હટાવવા કોઇ યુક્તિ લગાડવાનું વિચાર્યું. મેં એક જોરદાર યુક્તિ લગાવી દીધી. રડવાનું શરૂ કર્યું. રાત દિવસ રો... રો... ને રો ! હા... ધાવવાના સમયે ધાવી લેવાનું. નહિ તો જીવી જ ન શકાય ને ? પણ જ્યાં કામ પૂરું થયું ત્યાં જ રડવાનું શરૂ ! રાત ને દિવસ એકધારા ભેંકડા ચાલુ ! મારી માની ઊંઘ હરામ થઇ ગઇ. મને છાનો રાખવા અપાર પ્રયત્નો કરવા લાગી. પણ આ બંદા છાના રહેવા માગતા હતા જ ક્યાં ? જેમ એ પ્રયત્નો કરે તેમ હું વધુ ને વધુ ૨ડું ! આખરે માં કંટાળી ગઇ !
મારી માનું નામ સુનંદા ! પિતાનું નામ ધનગિરિ ! મારા જન્મ પહેલાં જ મારા પિતાએ દીક્ષી લઇ લીધેલી.
કંટાળી ગયેલી મારી માતાએ મને, ધનગિરિને સોંપી દેવા વિચાર્યું.
એક વખતે વિહાર કરતા-કરતા ધનગિરિ મુનિ, ગુરુ મહારાજ સાથે અમારા ગામમાં આવ્યા. ગોચરી વહોરવા આવેલા ધનગિરિ મુનિ ફરતાફરતા અમારે ઘેર પધાર્યા. “ધર્મલાભ' બોલીને જ્યાં મારા પિતા મુનિએ
જ્યાં પ્રવેશ કર્યો ત્યાં મારી માએ મને ઉપાડીને મુનિશ્રી પાસે ધરી દીધો. કહ્યું : “લો... આ તમારી બલા ! કંટાળી ગઇ છું આનાથી. છ મહીનામાં
આત્મ કથાઓ • ૩૩૮
તો આ છોકરાએ મને તોબા કરી દીધી છે. રાત-દિવસ રડ્યા જ કરે છે. હવે તમે સાચવો.' મારાથી કંટાળેલી મારી માતાએ આહાર વહોરાવવાને બદલે મને જ વહોરાવી દીધો ! “સચ્ચિત્ત કે અચિત્ત જે મળે તે આજે લઇ આવજો.' આવી ગુરુદેવની આજ્ઞા સંભારીને મુનિવર પણ મને વહોરવા તૈયાર થઇ ગયા. પણ બૈરાંની વાતનો કોઈ ભરોસો નહિ. આજે આમ બોલે ને કાલે કદાચ ફરી પણ જાય. એટલે મુનિશ્રીએ પાડોશમાંની પાંચ બહેનોની સાક્ષીએ મને વહોર્યો. હવે તમે બાળક માંગશો તો નહિ મળે.” એમ કહ્યું પણ ખરું ! પણ ત્યારે મારી મા મારાથી એટલી કંટાળી ગઇ હતી કે ગમે તે રીતે મારાથી છુટવા જ માંગતી હતી. મને તેણીએ વહોરાવી દીધો. મારે તો આટલું જ જોઇતું'તું. એટલા માટે તો મેં રડવાનું નાટક શરૂ કરેલું. જ્યાં મને ઝોળીમાં નાંખ્યો ત્યાં જ મેં રડવાનું બંધ કર્યું. મા તો મને હસતો રમતો જોઇ ચકિત થઇ ગઇ. પણ મારાથી એટલી કંટાળેલી હતી કે બીજું કાંઇ તે બોલી જ નહિ. મારા પિતા મુનિ મને ઉપાશ્રયે લઇ ગયા. આખી ઝોળી ગુરુદેવને સોંપી. ગુરુદેવે ઝોળી હાથથી ઉપાડી. મારું વજન ઠીક ઠીક હતું. ગુરુદેવ બોલી ઊઠ્યા : “ઓહ ! વજ જેટલો વજનદાર આ બાળક છે.' ત્યારથી મારું નામ પડ્યું: વજકુમાર !
ગુરુદેવે મને સાધ્વીઓના ઉપાશ્રયે મૂક્યો. શ્રાવિકાઓ મને રમાડતી | મારું પારણું ઝૂલાવતી ને મીઠાં ગીતો ગાતી. પણ મારો રસ ગીતોમાં હોતો. મારો મુખ્ય રસ તો ભગવાનના આગમોમાં હતો. ઉપાશ્રયમાં રહેલા સાધ્વીજીઓ જે આગમોનો સ્વાધ્યાય કરતા તે હું ધ્યાનપૂર્વક સાંભળતો. તમે નહિ માનો પણ એમ સાંભળતાં-સાંભળતાં જ મને અગીયારેય અંગ કંઠસ્થ થઇ ગયા. હવે હું ત્રણ વર્ષનો થઇ ગયો હતો. મને હસતો-રમતો જોઇ મારી મા મને મેળવવા તલપાપડ થઇ હતી. પણ હવે મને મેળવે શી રીતે ? પોતે જ બોલીને બંધાઇ ગઇ હતી. એક વખતે ગુરુ મહારાજ પાસે બાળક મેળવવા ગઈ. પણ હવે ગુરુદેવ શાના સોંપે ? પણ મારી મા હવે મને મેળવવા બાવરી બની હતી. એ તો રાજા પાસે ગઇ. રાજાએ ચુકાદો આપતાં કહ્યું : બાળકની જે તરફ રુચિ હોય ત્યાં હું જવા દેવા છુટ આપું છું. બાળકને તું આકર્ષી શકે તો તારો અને
પરકાય - પ્રવેશ • ૩૩૯