________________
નહિ ને તેં તેના પર કાચલીને તરાવી ? પાણીના એક ટીપામાં કેટલા જીવો હોય છે તે તું જાણે છે ? એક ટીપાના જીવો જો સરસવ જેટલા થઇ જાય તો આખા જંબૂતીપમાં ન માય. તેં કેટલા બધા જીવોની વિરાધના કરી ? પાપથી મુક્ત થવા દીક્ષા લીધી છે કે પાપ વધારવા દીક્ષા લીધી છે ? હું એમની વાણી નતમસ્તકે સાંભળી રહ્યો. મને મારી ભૂલ સમજાઇ.
તે વૃદ્ધ સાધુ સીધા ભગવાન પાસે પહોંચ્યા અને મારા નામનો ધજાગરો બાંધ્યો ઃ પ્રભુ ! આપે આ ટેણીયાને દીક્ષા આપી પણ તેનામાં આરાધના-વિરાધનાનું પૃથક્કરણ કરવા જેટલી અક્કલ તો છે નહિ... આવાને દીક્ષા આપવાથી શો ફાયદો ? હમણાં જ તેણે પાણીમાં કાચલી
તરાવી કેટલાં કર્મ બાંધ્યા ? બિચારો ક્યારે આ કર્મોથી છુટશે ? ક્યારે
મોક્ષે જશે ?’
‘મહાત્મન્ ! ચિંતા ન કરો. એ અઇમુત્તો તો ચરમશ૨ી૨ી છે. આ જ ભવે મોક્ષે જશે.' પ્રભુએ ધીર-ગંભીર સ્વરે કહ્યું.
હું તરત જ પ્રભુ પાસે પહોંચ્યો. પ્રભુના ચરણે માથું ઢાળી હું ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો : પ્રભુ ! મારાથી અપ્લાયની બહુ મોટી વિરાધના થઇ ગઇ છે. ભગવન્ ! મને પ્રાયશ્ચિત આપો.' પ્રભુએ કહ્યું : વત્સ ! ભૂલ થવી અસ્વાભાવિક નથી. છદ્મસ્થ માત્ર ભૂલને પાત્ર ! તું ઇરિયાવહીય કરી લે. તારી શુદ્ધિ થઇ જશે. બીજી તપ વગેરેની કોઇ ઘોર સાધના કરવાની તારે જરૂર નથી. ભાવપૂર્વકની ઇરિયાવહીયં એ જ તારી મોટી સાધના છે. પ્રભુની વાત સ્વીકારીને હું ઇરિયાવહિયં કરવા લાગ્યો. ઇરિયાવહિયં કરતાં-કરતાં હું એવા ભાવમાં ચડ્યો, મારા હૃદયમાં પશ્ચાત્તાપની એવી અગ્નિજ્વાળા પેદા થઇ કે જેમાં મારા પાપકર્મો ઇંધનની જેમ બળવા લાગ્યા. ‘પણગ દગ’ પદ પર પહોંચતાં હું એકદમ શુભધ્યાનમાં ચડ્યો. ક્ષપકશ્રેણિ પર આરોહણ કર્યું અને ઘનઘાતી કર્મોના ભૂક્કા બોલાવી કેવળી બની ગયો. મારા જનમ-જનમના પાપ ધોવાઇ ગયા.
કેવળજ્ઞાન મળે એટલે મોક્ષ મળે જ. પછી હું સિદ્ધાચલની પવિત્ર ભૂમિ પર અઘાતી કર્મોનો પણ નાશ કરી આ શરીરનો ત્યાગ કરી મોક્ષમાં પહોંચી ગયો !
આત્મ કથાઓ . ૦ ૩૩૬
બંધુઓ ! આજે હું સંસારમાં નથી, સિદ્ધશિલા પર આત્માનું સ્વાભાવિક સુખ ભોગવી રહ્યો છું. ‘અઇમુત્તો’ કે એવું કોઇ મારું નામ નથી, હું અનામી છું. મારે કોઇ શરીર નથી કે રૂપ નથી, હું અરૂપી છું. અનામી અને અરૂપી હું અનંત સુખ માણી રહ્યો છું. બાળકો ! તમારે અહીં આવવું છે ને ? ઇરિયાવહિયં કરો ત્યારે મને યાદ કરજો. મારા જેવા ભાવો લાવવા પ્રયત્ન કરજો. જો આવું કરતા રહેશો તો મારી જેમ એક દિવસે તમારું પણ ઠેકાણું પડી જશે.
+
પરકાય - પ્રવેશ ૪ ૩૩૭