________________
કારણ કે નાનપણમાં જ મારા માતા-પિતા મરી પરવાર્યા હતા. આમ તો મને એમના નામની પણ ખબર ન્હોતી, પણ પછીથી લોકો પાસેથી જાણવા મળ્યું કે મારી માતાનું નામ સોમિલા અને પિતાનું નામ સોમિલ હતું.
મામાને મારા પર દયા (વહાલ નહિ) આવવાથી તેમણે મને પોતાને ત્યાં રાખ્યો.
ત્યાં રહીને હું ઢોરની જેમ કામ કરતો ને મને ખાવા-પીવાનું મળી રહેતું ! મારા માટે આટલું તો બસ હતું.
આમ સુખેથી જીવું તે દુનિયાને પસંદ કેમ પડે ?
લોકોએ મારી કાનભંભેરણી શરૂ કરી: જો નંદિષેણ ! તારા મામા તારી પાસેથી ઢોરની જેમ કામ કરાવશે, પણ ખરે અવસરે છેહ દેશે. હવે તો તું જુવાન થઇ ગયો છે. તારે લગન-બગન કરવા છે કે નહિ ? આમ વાંઢા જ ફરવું છે ? તારા લગન કરવા હોય તો તારા મામાને મન ડાબા હાથનો ખેલ છે. કારણ કે એમને સાત છોકરીઓ છે. જો તને એમાંથી એક પણ છોકરી પરણાવે તો અમે માનીએ... બાકી બધી વાતો ! બીજા કોઇ તારા ભવિષ્યનો વિચાર નહિ કરે. આ તો અમે છીએ જે આટલી હિત-ચિંતા કરીએ છીએ.
મને લોકોની વાત સાચી લાગી. હું વાંઢો રખડું તે કેમ ચાલે ? વિશ્વાસ પણ કોણ કરે ? સમાજમાં સન્માન પણ શું ? જુવાન બન્યા એટલે લગન તો કરવા જ જોઇએ ને? પણ... મારી સાથે લગ્ન કરવા કઈ છોકરી તૈયાર થશે ? એ મેં ન વિચાર્યું ! માણસને જો પોતાની મર્યાદા, પોતાની યોગ્યતા-અયોગ્યતા વિષે વિચાર આવે તો તો ત્યારે જ કલ્યાણ થઇ જાય. પણ ઘણું કરીને માણસને પોતાની ખામી, પોતાની મર્યાદા, પોતાની અયોગ્યતા દેખાતી નથી અને યોગ્યતાથી વધુ અપેક્ષા પૂરી ન થાય તો હેરાન-હેરાન થયા કરે છે.
લોકોની ભંભેરણીથી હવે હું કામમાં ઉત્સાહ દાખવતો હોતો. આથી મારા મામાએ મને વચન આપ્યું કે સાતમાંથી એકને હું તારી સાથે પરણાવીશ. તું ચિંતા કરીશ નહિ. બસ... હવે જોઇએ શું ? હવે હું બમણા ઉત્સાહથી કામ કરવા
આત્મ કથાઓ • ૨૦
લાગ્યો. કોણીએ ગોળ લાગી ગયો હતો ને !
પણ એક દિવસ મારા જીવનના બધા જ ઉત્સાહનું બાષ્પીભવન થઇ ગયું !
મારા મામાએ સૌથી મોટી પુત્રીને પૂછ્યું : “બોલ તું આ નંદિષણ સાથે લગ્ન કરીશ ?'
નહિ જવાબ મળ્યો. કેમ ? વાંધો છે ?'
‘આવા ઢેમચા જોડે જીંદગી ગાળવી એના કરતાં મસાણ સારું !' ‘હું ચોખે-ચોકખું કહું છું કે જો તમે મને એની સાથે પરણાવશો તો બીજા જ દિવસે તમે મારી લાશ જોશો. મને મારી નાખવી હોય તો આની સાથે પરણાવજો.'
પુત્રીનો ધડાકો સાંભળી મામા સ્તબ્ધ બની ગયા.
મામાએ બીજી પુત્રીઓને પણ પૂછ્યું. બધા તરફથી આવો જ જવાબ મળ્યો.
હવે મામા શું કરી શકે ? કર્ણોપકર્ણ આ સમાચાર મને મળ્યા.
હું જીંદગીથી તદ્ન હતાશ થઈ ગયો. હવે જીવવાનો કોઈ અર્થ ખરો ? મામાની છોકરીઓ પણ ન પરણે તો બીજું તો કોણ પરણવાનું? પરણ્યા વગર જીવનની મજા શી છે ?
મામાના ઘરે રહેવું હવે મને ગમ્યું નહિ. હું તો મામાનું ઘર છોડી ચાલી નીકળ્યો. ફરતો-ફરતો રત્નપુર નગરમાં જઈ ચડ્યો. નગરમાં દંપતીઓની ક્રીડા જોઇ મારા હૃદયમાં ઝાટકા લાગતા : આ લોકો કેટલા ભાગ્યશાળી છે ? હું કેવો કમભાગી ? સંસારની એક પણ સ્ત્રી મને પ્રેમ આપવા તૈયાર નથી.
મારું હૃદય કોઇ મને સ્નેહ કરે - એમ ઝંખી રહ્યું હતું, પણ પ્રેમ માંગવાથી ઓછો મળે છે ? શોધવાથી ઓછો મળે છે ? જેને નાનપણમાં મા-બાપનો પ્રેમ ન મળ્યો. યૌવનમાં પત્નીનો પ્રેમ ન મળ્યો... એનું જીવન કોઇ જીવન છે ? એ તો રેગિસ્તાન છે. રેગિસ્તાની જીવન જીવવા કરતાં
આત્મ કથાઓ • ૨૧