________________
T(12) મારા તાબેદાર રાજાઓની અહિંસા
પાપમાંથી બચાવ્યો એ બદલ હું બીજું તો શું કરી શકું? પણ મારી આ નાનકડી ભેટ તમારા રાજાને આપજો.' એમ કહી મને એક કોડ સોનામહોરો આપી ભાવભરી વિદાય આપી.'
દૂતે આમ કહી બે ક્રોડ સોનામહોરો મારા ચરણે ધરી. મેં તે રાજા પર એક ક્રોડ સોનામહોર મોકલી હતી તે પાછી આવી. તેની સાથે કાશીના રાજાએ આપેલી એક ક્રોડ સોનામહોરો પણ આવી. હું તાજુબ થઇ ગયો. શુભ ભાવથી કરેલું કાર્ય કેવું ઉમદા ફળ આપે છે ? એનો મને પ્રત્યક્ષ અનુભવ થયો.
માત્ર હું જ નહીં, મારા તાબામાં રહેલા રાજાઓની પણ અહિંસા પર દેઢ શ્રદ્ધા થયેલી હતી. આથી તેઓ પણ પોતાના રાજ્યમાં અહિંસાનું કડકપણે પાલન કરાવતા. એનો ભંગ કરનારને કડક સજા પણ કરતા. એક વખત મારા એક માણસે નાડોલની ઘટના કહી સંભળાવી. આથી મને ખૂબ જ આનંદ થયો. ઘટના આ પ્રમાણે હતી :
નાડોલમાં કેહણ નામનો રાજા, જે મારો તાબેદાર હતો, તેના લાખા નામના સ્થગીધરને પશુના બલિદાન પર બહુ શ્રદ્ધા હતી. પણ જીવ-હત્યા પ્રતિબંધનો કડક કાયદો હતો તેથી તે તેમ કરી શકે એમ હોતો. પણ જેણે કરવું જ હોય તેને કોણ રોકી શકે ? આખરે તેણે પોતાનું કામ કર્યું જ, માટીના રામપાત્રમાં માંસ ભરી છૂપી રીતે ક્ષેત્રપાળને ચડાવ્યું પણ વાત કાંઇ છાની રહે ? ગમે ત્યાંથી ગમે તે રીતે ગમે તોય છુપી વાત પ્રાયઃ જાહેર થઇ જ જતી હોય છે. ત્રિલોચન નામના ચકોર કોટવાળને આ વાતની ગંધ આવી ગઇ. રામપાત્ર બનાવનાર કુંભાર દ્વારા સમગ્ર ઘટના જાણી લીધી અને તે કરનાર પણ લાખો જ છે, એ પણ જાણ્યું. રાજા કેલ્હણને આની ખબર પડતાં જ લાખાને અપરાધી ઠરાવી સખત દંડ કર્યો.
હવે તમે જાણી શક્યા હશો કે મારા રાજ્યમાં કેટલી કડકાઇથી અહિંસાનું પાલન થતું હતું ?
આત્મ કથાઓ • ૪૩૪
હું કુમારપાળ - ૪૩૫