________________
(11) કાશીમાં અહિંસા - પ્રચાર
એક પ્રસંગ હું તમને કહું.
એકવાર હું ઉપાશ્રયમાં ગયેલો. ત્યાં એક મોટા પટારા પાસે એક માણસ તેમાં રહેલા કપડાનું પડિલેહણ કરતો હતો. પૂછતાં જાણવા મળ્યું કે - પાટણના આરાધકો માટે આમાં કટાસણા, ચરવળા, મુહપત્તિ, ધોતિયાં વગેરે ઉપકરણો રાખવામાં આવે છે ને તે બધા ઉપકરણોનું દિવસમાં બે વાર પડિલેહણ આ ગરીબ શ્રાવક કરે છે. કોઇના પણ કહ્યા વિના, કોઇપણ ઇચ્છા વિના બરાબર વિધિપૂર્વક બોલ બોલીને પડિલેહણ કરે છે.
મને આ જોઈને ખૂબ જ આનંદ થયો. એની જયણા મને ગમી. માણસ કોઇના કહેવાથી તો હજુયે કામ કરે, પણ આ તો સ્વ-ઇચ્છાથી જયણા પ્રત્યેના પ્રેમથી આ કામ કરી રહ્યો છે; વળી કોઇ જોનારા હોય તો તો ઘણાય કરે, પણ કોઇ જોનારું ન હોય ત્યારે કરનારા કેટલા ? કોઇ પણ અપેક્ષા વિના સ્વાથ્યથી જયણાનું કામ કરતા આ શ્રાવકનું બહુમાન થવું જ જોઇએ. મારું હૃદય પોકારી ઊઠ્યું.
મેં એ ગરીબ શ્રાવકને તે જ વખતે પંદરસો ઘોડા અને બાર ગામો આપ્યા. આખા પાટણમાં જયણાની સુવાસ પ્રસરી ગઇ. હવે તમે જ કહો : મારા દેશમાં જયણા અને કરુણા કેમ ન વધે ? હિંસા કેમ ન અટકે ? જૂ મારનારની પાસેથી મેં દંડરૂપે ““કાવિહાર બંધાવ્યો હતો. મારા સૈન્યના ૧૧ લાખ ઘોડા પણ ગળેલું પાણી પીતા હતા. એ ઘોડાઓ પર પણ પુંજણીથી પુંજીને બેસવાનો કાયદો હતો. માછીમારી અને શિકાર બંધ હતા. સાતેય વ્યસનોને મેં દેશવટો આપ્યો હતો. દુષ્ટોનો નિગ્રહ કરતો હતો. સજ્જનોનું સન્માન કરતો હતો. હવે મારા રાજ્યમાં અહિંસાદેવી સર્વત્ર પૂજાય એમાં કાંઇ નવાઇ ખરી ?
મારી તો એવી ઇચ્છા હતી કે માત્ર મારા રાજ્યમાં જ નહિ, બીજા રાજ્યમાં પણ અહિંસાનો વિજય-ડંકો વાગતો રહે. બીજા દેશોમાં પણ અહિંસાનો પ્રચાર કરવા હું પ્રયત્ન કરતો.
એકવાર મને સમાચાર મળ્યા : કાશીના તળાવમાં પુષ્કળ માછલાં પકડવામાં આવે છે ને ઘોર હિંસા ચાલી રહી છે. મને આ સાંભળી ખૂબ જ દુઃખ થયું ! બિચારાં માછલાં ! પાણીમાં આનંદથી ફરનારા ! શા માટે માનવ એ નિર્દોષ પ્રાણીને મારી નાખે ? માણસો પણ એમને મારી નાખીને શા માટે પાપ બાંધે ? મારા હૃદયમાં માછલાં અને માનવ બંને પર કરુણા જાગી ઊઠી. માછલાનાં દ્રવ્ય પ્રાણ બચાવવાની અને માનવના ભાવ પ્રાણ બચાવવાની મારી કરુણા માત્ર હૃદયસ્થ ન રહેતાં સક્રિય થઇ ઊઠી.
આમ તો કાશી એ મારા તાબાનું રાજ્ય ન હતું, છતાં શું થયું? શુભ ભાવથી ક્યાંય પણ થોડોક પણ પ્રયત્ન કરવામાં આવે તો એનું ફળ મળે જ મળે.
આપણા શુભ ભાવની અસર સામાવાળા માણસ પર પડે. મેં આવું કાંઇક વિચારી મારા એક દૂતને એક ક્રોડ સોનામહોર સાથે ત્યાં મોકલ્યો. થોડા વખતમાં પાછા ફરીને તેણે સમાચાર આપ્યા : “રાજન ! આપણું જીવદયાનું કામ ખૂબ જ સુંદર રીતે પતી ગયું છે. મેં એક ક્રોડ સોનામહોરો કાશીના રાજાના ચરણે ધરી અને બધી વાત કહી ત્યારે તેઓ બોલી ઊઠ્યા : ઓહ! ગુજરાતના એ રાજા કુમારપાળની આટલી બધી કરુણા? એના માટે ક્રોડ સોનામહોરો મોકલે ? ધન્યવાદ છે એની જનેતાને જેણે આવો અહિંસાપ્રેમી પુત્ર જગતને આપ્યો. હે દૂત ! તારા રાજાને કહેજે કે આપનું સૂચન સ્વીકાર્યું છે ને તળાવમાંથી માછીમારી સંપૂર્ણ બંધ કરી દીધી છે. પણ એના બદલામાં હું કાંઇ લેવા નથી માંગતો. એમ કરીને હું મારું પુણ્ય વેચવા નથી માંગતો. પણ કુમારપાળે મને આવા ઘોર
આત્મ કથાઓ • ૪૩૨
હું કુમારપાળ • ૪૩૩