________________
ક્ષણે-ક્ષણે, પળે-પળે વધતો જ ગયો, વધતો જ ગયો. મને એવું લાગવા માંડ્યું કે હું અંધકારમાંથી પ્રકાશમાં જઇ રહ્યો , વિષમાંથી અમૃત તરફ જઇ રહ્યો છું, મૃત્યુમાંથી પરમ જીવન તરફ જઇ રહ્યો છું. સત્યં શિવ અને સુંદરની કોઇ અગમ્ય સૃષ્ટિમાં મારો પ્રવેશ થઇ રહ્યો છે ને અચાનક જ મને પ્રકાશ દેખાવા લાગ્યો. આખુંય બ્રહ્માંડ મારામાં આવીને જાણે સમાઇ ગયું. અખિલ બ્રહ્માંડના ત્રણેય કાળના ભાવોનો જાણકાર હું બની ગયો હતો. હા, હું કેવળી બની ગયો હતો. નાનકડી પુષ્પ-પૂજાએ મને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધો ?
તમે મને ઓળખી ગયા ને ? દર વર્ષે પર્યુષણના કલ્પસૂત્રના પહેલા જ વ્યાખ્યાનમાં આજે પણ તમે મારું જીવન સાંભળો છો. ઓળખી ગયા મને ?
હું નાગકેતુ !
થવા દઉં. પહેલાં હું પ્રાણોનું બલિદાન આપીશ... જો મારા બલિદાનથી મંદિર બચી જાય, લોકોની જીવ બચી જાય તો એથી રૂડું શું ?
હું મંદિરના શિખરે ચડ્યો. મારા હાથ ઊંચા કરી શિલાને રોકવા પ્રયત્ન કર્યો. જ્યાં મેં હાથ ઊંચો કર્યો તે જ વખતે પેલો દેવ શિલાનું સંહરણ કરીને ભાગ્યો. મારા તપનું તેજ તે ખમી શક્યો નહિ.
રાજાને પણ જે લોહીની ઊલટીઓ થતી હતી, તે પણ બંધ થઇ. આખું નગર ભયમુક્ત બન્યું. ચારે બાજુ આનંદ-મંગળ વર્તાઈ રહ્યો. પહેલાંનું રુદન-આકંદન મંગળ-ગીતોમાં પલટાઇ ગયું.
ચારે બાજુ મારી વાહ-વાહ થવા લાગી. ઠેર-ઠેર મારી પ્રશંસા થવા લાગી, પણ મને એનું કોઇ અભિમાન હોતું. મેં તો માત્ર મારી ફરજ બજાવી હતી. આમાં અભિમાન શું ? વળી, ઉપદ્રવ ટળ્યો તેમાં તપનો પ્રભાવ હતો, ધર્મનો પ્રભાવ હતો. તો ધર્મને જ મારે વધારે મહત્ત્વ આપવું જોઇએ ને ? ધર્મના આંચળા હેઠળ જો હું મારા અહંકારને પોષ્યા કરું તો મારો ધર્મ નકલી કહેવાય !
એક વખતે હું ભગવાનની પુષ્પ-પૂજા કરતો હતો. અચાનક જ મારા હાથમાં જાણે કોઇએ ડંખ માર્યો હોય તેવી ભયંકર વેદના થઇ. મેં જોયું તો ખરેખર સાવ નાનકડો સાપ હતો ! તેણે મને ડંખ મારેલો. વેદના એટલી બધી કાતીલ હતી કે ભલભલા ખેરખાઓ ઊંચા-નીચા થઇ જાય, પણ હું તે જ વખતે કાઉસ્સગ્નમાં સ્થિર થઇ ગયો. મારી વેદનાને હું જોવા લાગ્યો. હું એકદમ ચિંતનના ઊંડાણમાં ઊતર્યો. વેદના કોને થાય છે ? મને કે શરીર ને ? શરીર એ હું છું કે હું કોઈ અલગ તવ છું? ઓહ! મને સ્પષ્ટ દેખાઇ રહ્યું હતું કે શરીર એ તો તદ્દન અલગ છે. હું તદ્દન અલગ છું ! શરીર એ તો માટીનું કોડિયું છે. હું તો તેમાં રહેલી ઝગમગતી જ્યોત છું. કોડિયાને કીડી ચટકો ભરે તેની સાથે જ્યોતને શું લેવા-દેવા? શરીરને વેદના થાય તેમાં આત્માને શું લેવા-દેવા ? જે રીતે શરીરે રહેલું વસ્ત્ર અલગ દેખાય તેમ મને આત્મા અલગ દેખાવા માંડ્યો. શરીરમાં વેદના હતી, પણ હું આનંદમાં મસ્ત હતો. મારો આનંદ
આત્મ કથાઓ • ૧૬૨
આત્મ કથાઓ • ૧૬૩