________________
થાય, પણ એ ગુલાંટ થોડો ભૂલે ? હું ઘરડી થઇ ગઇ છે એટલે એમને ક્યાંથી ગમે? હવે તો લાગે છે કે એ નવયૌવના સાથે લગ્ન કરશે ને મારું કોઈ સ્થાન નહિ રહે. કદાચ મને ઘરમાંથી કાઢી પણ મૂકે. પણ હુંયે ક્યાં કમ છું? હું મૂળા છું ? મારા શત્રુને મૂળમાંથી ઉખેડી નાખનારી હું મૂળા ! આ રાંડને હું મૂળમાંથી ઉખેડું નહિ તો મારું નામ મૂળા નહિ. લાગ આવે એટલી જ વાર છે. મૂળાના હૃદયમાં ઇષ્યની આગ ભડકી ઊઠી.
એક વખતે શેઠ બહારગામ ગયા અને મૂળાને મનગમતી તક મળી ગઇ. મૂળાએ તરત જ હજામને બોલાવ્યો. મારું મુંડન કરાવી, મારા હાથેપગે બેડીઓ લગાવી મને એક ઓરડામાં પૂરી દીધી. બહાર તાળું લગાવી
બીજે દિવસે શેઠજી આવ્યા. પૂછ્યું : ચંદના ક્યાં છે ? મારું મૂળ નામ તો વસુમતી, પણ શેઠજીએ મારું નામ પાડેલું ચંદના ! હું તેમને ચંદન જેવી શીતળ લાગી એટલે ! શેઠે પૂછ્યું ત્યારે કોઇ કાંઇ બોલ્યું નહિ. કોણ બોલે ? શેઠાણીએ બધાને જાનની ધમકી આપેલી. જાન ખોવા કોણ તૈયાર થાય ? શેઠજી સમજ્યા : ક્યાંક બહાર ગઇ હશે. હમણાં આવશે. પણ તે તો ન આવી. શેઠજીની ચિંતા વધી ગઇ. વારંવાર નોકર વગેરેને પૂછે છે પણ કોઇ કશું બોલતું નથી. આખરે ચોથા દિવસે એક વૃદ્ધ દાસીએ શેઠજીને મારી બધી વાત કહી દીધી. સાથે સાથે એ પણ કહી દીધું કે જુઓ શેઠજી ! શેઠાણીએ મને જાનની ધમકી આપી છે, પણ જાનની પરવા નથી. જીવી-જીવીને આમેય હું કેટલું જીવવાની ? ઘરડી તો થઇ જ ગઇ છું. આજ સુધી આપના પર પૂર્ણ વફાદારીથી વર્તી છું અને છેલ્લે સુધી વર્તવા માંગું છું.
વૃદ્ધ દાસીની વાત સાંભળી શેઠ ચોંકી ઊઠ્યા. મૂળા આટલી હરામખોર ! આટલી નપાવટ ! આટલી વહેમીલી ! પણ શેઠજીને વધુ વિચારવાનો સમય હોતો. એ તો તરત જ પહોંચ્યા મારા ઓરડા પાસે.
ઓરડો ખોલ્યો. મારા દેદાર જોઇ તેઓ સ્તબ્ધ બની ગયા. ત્રણ-ત્રણ દિવસથી મારા પેટમાં અનાજ-પાણી ગયું હોતું. હું ભૂખી હતી. મારા
આત્મ કથાઓ • ૧૮૨
માથે મુંડન અને હાથે-પગે બેડીઓ જોઇ શેઠજી દ્રવી ઊઠ્યા. મને ભૂખી જોઇ ખાવાનું લેવા ઘરમાં ગયા તો ત્યાં કાંઇ નહોતું. એક સૂપડામાં અડદના બાકળા (ઢોર માટેના) પડેલા હતા તે લઇ આવ્યા અને કહેવા લાગ્યા : આ તું ખાઇ લે. હું હમણાં લુહારને બોલાવી લાવું છું.
મારી હાલત વિચિત્ર હતી. કર્મસત્તાએ મારી ભયંકર વિડંબના કરી હતી. સુખ અને દુઃખની પૂરી ઘટમાળ મેં નાનકડી જિંદગીમાં જોઇ નાખી હતી. રાજકુમારી હતી ત્યારે સુખી. પિતા-માતાના મૃત્યુથી અને રાજ્યનાશથી ફરી દુ:ખી ! શેઠ પાસે આવી ત્યારે સુખી અને આજે ફરી દુઃખી ! “કભી ધૂપ ! કભી છાયા, ઐસી સંસારકી માયા.' એ ઉક્તિ મારા જીવનમાં અત્યંત ચરિતાર્થ બની હતી. ઠીક, કર્મને ગમ્યું તે ખરું ! મારી દુઃખી અવસ્થાથી હું દુઃખી હોતી ! દુઃખના ઝેરને પચાવવાની મજબૂત જઠરાગ્નિ હું ધરાવતી હતી ! દુઃખથી ડરતી હોત તો ક્યારનીયે મરી ગઈ હોત ! પણ કુદરત મને દુઃખની આગમાં શેકી-શેકીને એકદમ મજબૂત બનાવવા માંગતી હતી. એ મને કોઇ ઉચ્ચ સ્થાનમાં સ્થાપિત કરવા માટે પૂરું ઘડતર કરવા માંગતી હતી. આગમાં પડ્યા વિના માટી કદી ઘડો બની શકતી નથી. આગમાં પડ્યા પહેલાં પણ તેને કુંભારના ટપલાં ખાવા પડે છે. મને કર્મના કુંભારે ટપલાં મારી-મારીને હવે દુઃખની આગમાં નાખી હતી. ઘડો બને ત્યારે મસ્તકે સ્થાન મળે.
માટીને મોટપ ક્યારે મળી ? ઘડુલી ક્યારે શિર પર ચડી ?
મને કુદરત માટીમાંથી કદાચ ઘડો બનાવવા માંગતી હતી અને સૌના મસ્તકે સ્થાન અપાવવા માંગતી હતી. પણ કુદરતનું આ ગણિત ત્યારે મારા ખ્યાલ બહાર જ હતું.
મારી સામે સૂપડામાં અડદના બાકળા પડેલા હતા, પેટમાં તીવ્ર ભૂખ હતી, પણ ત્યારે મને વિચાર આવ્યો : હું એમને એમ ભોજન કરીશ ? એકલપટા થઈને જમવું એ મારા સંસ્કારથી તદ્દન વિરુદ્ધ છે. મારું હૃદય કોઇ અતિથિની ઝંખના કરવા લાગ્યું. ત્યાં જ “ધર્મલાભ” શબ્દ સંભળાયો !
પરકાય - પ્રવેશ • ૧૮૩