________________
(6) અમારિ પ્રવર્તન
મને પ્રભાવિત કરવા લાગ્યા. જ્યાં સાગર જેવા ગંભીર સૂરિજી ? ને ક્યાં ક્ષુલ્લક કૂપ સમ દેવબોધિ ? મારું મન બોલી રહ્યું.
ઢમ... ઢમ... ઢમ... ઢોલો વાગવા માંડ્યા. આ શું ? હું વિચાર તંદ્રામાંથી જાગ્યો. ઉપાશ્રયની બહાર જોયું તો એક પછી એક તીર્થકર ભગવંતોના સમવસરણ થવા માંડ્યા. આદિનાથ ભગવાનથી માંડીને મહાવીર સ્વામી સુધીના તમામ ભગવાનો હાજર થવા માંડ્યા. બધાએ એક જ વાત કરી : આ ગુરુને તું છોડીશ નહિ. અરે... મૂળરાજથી માંડીને ત્રિભુવનપાળ સુધીના મારા બાપ-દાદાઓ પણ આવ્યા. તેમણે પણ એ જ વાત કહી : “કુમારપાળ ! તું ખૂબ જ ભાગ્યશાળી છે. તને આવા ગુરુ મળ્યા. હવે ધૂર્તોની વાત સાંભળીને આવા ગુરુને છોડવાની ભૂલ કરતો નહિ.” થોડીવારમાં બધું અદેશ્ય !
હું મુંઝાઇ ગયો. શું સાચું માનવું? આ ત્રિભુવનપાળ ખરા કે દેવબોધિના ત્રિભુવનપાળ ખરા ? મેં પૂછ્યું : “ગુરુદેવ ! આમાં સાચું શું ? ત્યાં પણ પૂર્વજો જોયા, અહીં પણ જોયા. બંનેની વિપરીત વાતોમાંથી મારે સાચું શું સમજવું ?”
ગુરુદેવ હસ્યા. કહ્યું : “કુમારપાળ ! સાચું કહું ? બંનેમાં એકેય સાચું નથી. બંને ઇન્દ્રજાળ છે.'
‘આ ઇન્દ્રજાળ કરવાનું કાંઇ કારણ ?'
શું થાય ? ક્યારેક એમ કરવું પણ પડે. કાંટાને કાઢવા બીજા કાંટાનો પ્રયોગ કરવો જ પડે છે ને ? સાચું તો તે જ છે જે તને પ્રભાસપાટણમાં સોમનાથ મહાદેવે કહેલું.’
બસ... ત્યારથી મારા હૈયે ગુરુદેવ વસી ગયા. ગુરુદેવે કહેલો ધર્મ વસી ગયો. વીતરાગ જિનેશ્વર દેવને મેં હૃદયેશ્વર તરીકે વસાવી દીધા. આ જ સત્ય છે, આ જ શ્રદ્ધેય છે. એવો પોકાર મારા રોમ-રોમમાંથી થવા માંડ્યો. મારું સમગ્ર અસ્તિત્વ એકી સાથે પોકારી ઊઠ્ય : તમેવ સર્ચ નીસંકે જં જિPહિં પવેઇઅં ! ભગવાને કહ્યું તે જ સાચું ! તે જ મારે માન્ય ! હવે મારે જીવનભર આના સિવાય બીજો કોઇ વિકલ્પ કરવો નહિ.
જિનેશ્વર દેવનો દયામય ધર્મ મારા હૃદયમાં વસી ગયો. જિનેશ્વર ભગવાનની દયા મને એટલી ગમી એટલી ગમી કે હું પશ્ચાત્તાપ કરવા લાગ્યો : આવું કરુણામય શાસન કેટલું બધું મોડું મળ્યું ? મોડું-મોડું પણ મળી ગયું - એ બાબતનું મને ગૌરવ પણ હતું. ઓહ ! કેવું કરુણામય શાસન છે પ્રભુનું કે જ્યાં મોટા દેવોથી માંડીને સૂક્ષ્મ એકેન્દ્રિયની પણ દયા ચિંતવવામાં આવી છે ! જેમ જેમ હું અહિંસા પર વિચારતો ગયો તેમ તેમ મને લાગ્યું : અહિંસા-કરુણા એ જ સમગ્ર જગતનો સાર છે. એક પણ પ્રાણીની હત્યા કરવાનો કોઇ માનવને અધિકાર નથી. પોતાનું જીવન, જીવને કેટલું બધું વહાલું હોય છે ? બધું જતું કરીને પણ એ જીવનને બચાવવા તૈયાર રહેતો હોય છે. આવું વહાલું જીવન કોઇની પાસેથી છીનવી લેવાનો આપણને શો અધિકાર છે ? સિંહ અને વાઘને મારી નાખનારો માણસ મરી ગયેલી કીડીને પણ જીવતી કરી શકતો નથી. આટલું જ જો માણસ વિચારે તો હિંસા તરફની એની દોડ સ્વયમેવ થંભી જાય.
મને વારંવાર વિચાર આવતો : અહિંસાનો સિદ્ધાંત જો આખું વિશ્વ સમજી જાય તો ? હિંસાના કારણે માનવજાતે આખું જગત નરક બનાવી દીધું છે. જો અહિંસા અપનાવે તો આખું વિશ્વ સ્વર્ગ બની જાય. પણ દુનિયાની વાત છોડો ! કમ સે કમ હું મારા અઢાર દેશોમાં તો અહિંસાનો ઝંડો ફરકાવું. મારે આશ્રિત રહેલી પ્રજાને તો પાપથી બચાવું !
મેં મારા સંપૂર્ણ દેશમાં સાતેય વ્યસનોને દેશવટો આપ્યો. પ્રજાને બરાબર ખ્યાલ આવે માટે સાતેય વ્યસનોનાં પૂતળાં બનાવી હજારો લોકોની સમક્ષ બાળ્યાં. પ્રતીક વિના સામાન્ય પ્રજા સમજી શકતી નથી. શિકાર, ચોરી, જારી, વેશ્યાવાડો, માંસ, મદિરા, જુગાર - આ સાતેય. રાક્ષસોને મેં દેશમાંથી તિલાંજલિ આપી. આખા દેશમાં અમારિ પ્રવર્તન કરાવ્યું. કસાઇખાના સંપૂર્ણ બંધ
હું કુમારપાળ • ૪૧૩
આત્મ કથાઓ • ૪૧૨