________________
વિરોધી વાતો આવે છે.'
દેવબોધિએ જોયું ઃ આમાં ફાવટ આવે તેમ નથી એટલે તેમણે ફરી ચમત્કારોનું ચક્કર ચલાવ્યું. તેમની પાસે ઇન્દ્રજાળની શક્તિ તો હતી જ. તેમણે કહ્યું ઃ રાજન્ ! હમણાં જ હું તમારી સમક્ષ બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવને હાજર કરું છું. મૂળરાજથી માંડીને તારા બધા પૂર્વજોને પણ હાજર કરું છું. તેઓ તને કહેશે તે તો માનીશ ને ?
ઢીમ... ઢામ... ઢીમ... ઢામ... ઢીમ... ઢામ... નગારાં વાગવા માંડ્યાં અને તે સાથે બ્રહ્મા પ્રગટ થયા. ચાર મુખ ! સફેદ દાઢી ! વૃદ્ધ શરીર ! શાસ્ત્રોમાં વર્ણવેલા આ જ બ્રહ્મા ! એવું જોનારને લાગ્યા વિના રહે નહિ. તેમણે કહ્યું : હે કુમારપાળ ! વેદો અપૌરુષેય છે. તેને જે માને તે આસ્તિક. જૈનો વેદોને નથી માનતા માટે તેઓ નાસ્તિક છે. માટે તું જૈન ધર્મ તરફનું આકર્ષણ છોડી વેદોના શરણે આવ, એમાં જ તારું કલ્યાણ છે.'
આટલું કહીને બ્રહ્મા અર્દશ્ય થયા. ફરી નગારાં વાગ્યાં અને વિષ્ણુ આવ્યા. તેમણે પણ તે જ કહ્યું. મહાદેવજી આવ્યા. તેમણે પણ આ જ વાત કહી. મારું મન ચક્કર-ચક્કર ફરવા માંડ્યું ? હું આ શું જોઇ રહ્યો છું ? સ્વપ્ન કે સત્ય ? મેં મારી જાતને ચુંટી ખણી. મને ખાતરી થઇ ! આ સ્વપ્ન નહિ, સત્ય છે.
ઢામ... ઢીમ... ઢામ... ઢીમ... ફરીથી ઢોલ વાગ્યા. મારા પૂર્વજ મૂળરાજ વગેરે એક પછી એક આવવા માંડ્યા. બધા એક જ વાત કરવા માંડ્યા : જૈન ધર્મ તરફનું આકર્ષણ છોડ અને આપણો બાપ-દાદાથી ચાલ્યો આવતો શૈવ ધર્મ સ્વીકાર.
છેલ્લે-છેલ્લે તો મારા દાદા દેવપ્રસાદ આવ્યા અને પછી મારા પિતા
ત્રિભુવનપાળ પણ આવ્યા અને કહેવા લાગ્યા : બેટા ! તેં આ શું માંડ્યું છે ? આપણો પંરપરાથી ચાલ્યો આવતો ધર્મ છોડીને તું બીજે જાય છે ? તને વિચાર નથી આવતો કાંઇ ? ગીતાનું પેલું વાક્ય ભૂલી ગયો : “સ્વધર્મે निधनं श्रेयः परधर्मो भयावहः ।
7
મારા પિતાજી પ્રત્યક્ષ આવીને કહેતા હોય તો શી રીતે આનાકાની થાય ? મેં તેઓની વાત સ્વીકારી. દેવબોધિને મેં કહ્યું : “હું વેદોને આત્મ કથાઓ • ૪૧૦
સ્વીકારીશ અને બાપદાદાથી ચાલ્યા આવતા શૈવધર્મમાં સ્થિર રહીશ.” દેવબોધિને સંતોષ થયો : ચલો, આપણી બાજી સફળ થઇ. તે દિવસે મને સતત એ ચમત્કારના દૃશ્યો જ યાદ આવતા રહ્યા. હું એ જ વિચારોમાં ગુલતાન બન્યો. સાંજે મારી પાસે ઉદાયન મંત્રીના પુત્ર બાહડશા આવ્યા ત્યારે મેં બધી જ વાત કરી અને કહ્યું : ‘હું વેદને નહિ છોડું. મારા પરાપૂર્વથી ચાલ્યા આવતા શૈવધર્મમાં સ્થિર રહીશ.'
બાહડશા કશું ન બોલ્યા : મારું બધું સાંભળતા જ રહ્યા, સાંભળતા જ રહ્યા. એટલે મેં પૂછ્યું : મારા ગુરુદેવ શ્રી હેમચન્દ્રસૂરિજી પાસે આવા કોઇ ચમત્કાર છે ?
મારું આ વાક્ય સાંભળતા જ બાહડની આંખોમાં તેજ આવ્યું. હું એના ચહેરા પરથી વાંચી શક્યો કે - મારા ગુરુદેવ'નો વાક્ય પ્રયોગ એને ખૂબ જ ગમ્યો છે.
બાહડ મંત્રીએ મને બીજે દિવસે વ્યાખ્યાનમાં આવવાનું જણાવ્યું. હું ગયો. ત્યાં મેં શું જોયું ? આચાર્યશ્રી ઉપરાઉપરી ગોઠવેલી સાતમી પાટ પર બેસી પ્રવચન આપી રહ્યા હતા. હું પહોંચ્યો ત્યાં જ બે સાધુઓ નીચેની પાટો ખસેડવા માંડ્યા. છ યે પાટ નીચેથી નીકળી ગઇ. સાતમી એક જ પાટ આકાશમાં અદ્ધર લટકી રહી હતી ને તેના પર બેસીને સૂરિજી પ્રવચન ફરમાવી રહ્યા હતા. મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. ક્યાં આ આચાર્યશ્રી ? ને ક્યાં પેલા દેવબોધિ ? દેવબોધિ તો પાલખીમાં હતા એને ઉઠાવનારા ચાર છોકરા હતા. જ્યારે અહીં તો આકાશમાં પાટ નિરાધાર રહેલી છે. પાલખીમાં પેલા દેવબોધિ પ્રાણાયામ દ્વારા શ્વાસ રોકીને
મૌનપૂર્વક બેઠા હતા. જ્યારે આ આચાર્યશ્રી તો પ્રાણાયામની વાત જવા દો, પણ વ્યાખ્યાન આપી રહ્યા છે. શ્વાસ રોકીને શરીર હળવું બનાવ્યા પછી પાલખીમાં બેસવું એમાં કઇ મોટી વાત છે ? પણ અહીં તો એવા કોઇ જ હઠયોગના પ્રયોગ દેખાતા નથી. અહીં તો સહજયોગ છે. વળી મારા ગુરુદેવમાં ગંભીરતા પણ કેટલી છે ? અત્યાર સુધી મને ક્યારેય પોતાની આવી શક્તિ બતાવી નથી. જરૂર પડે ત્યારે જ સામાન્ય શક્તિ બતાવી છે. જ્યારે દેવબોધિ તો પ્રથમ મુલાકાતે જ ચમત્કાર બતાવીને હું કુમારપાળ – ૪૧૧