________________
(5) મેં મિથ્યાત્વ
તે જ સાચું માન. એના કહ્યું ચાલવાથી તારો અવતાર સફળ થઇ જશે. આ ગુરુ તો સાક્ષાત્ પરબ્રહ્મ છે. બસ, આટલામાં બધું આવી જાય છે.'
મહાદેવજી તરત અદેશ્ય થઇ ગયા. હું ગુરુદેવના ચરણે ઝૂકી પડ્યો : ઓ ગુરુદેવ ! આપ જ મારા ભગવાન છો. આપ જ મારું સર્વસ્વ છો. આપે મારું ખંભાતમાં શરીર બચાવ્યું. હવે મારો આત્મા પણ બચાવો. આ લોક અને પરલોક બંને સુધારો. ફરમાવો, મારે શું કરવાનું છે ?'
જો તારે શુદ્ધ ધર્મની પ્રાપ્તિ કરવી હોય તો સૌ પ્રથમ માંસ ભક્ષણનો જીવનભર ત્યાગ કરી દે.'
સૂરિજીની વાત મેં તરત સ્વીકારી લીધી. સાચી દિશામાં પ્રયાણ શરૂ થયું.
આ તો માત્ર પહેલું ડગલું હતું... હજુ શુદ્ધ ધર્મની પ્રાપ્તિ માટે મારે ઘણી મંઝિલ કાપવાની હતી.
હું જૈનાચાર્ય તરફ ખેંચાતો જાઉં એ જૈન વિરોધીઓને શી રીતે પસંદ પડે ? તે લોકો મને પોતાના તરફ ખેંચવા પ્રયત્ન કરવા લાગ્યા.
દેવબોધિ નામના જબરદસ્ત વિદ્વાન શંકરાચાર્યને તેમણે પાટણમાં બોલાવ્યા. દેવબોધિ જબરદસ્ત પંડિત તથા હઠયોગવિદ્યાના ઉપાસક હતા.
એ જ્યારે મારા દરબારમાં આવ્યા ત્યારે તો હું તાજુબ થઇ ગયો. મેં જોયું તો એ પાલખી પર બેઠા હતા. કેવી પાલખી ? કેળના થડમાંથી બનાવેલી. જે આસન પર બેઠેલા તે આસન પણ કેળના પાંદડામાંથી બનાવવામાં આવેલું હતું. શું કોઇ કેળના પાંદડાની પાલખીમાં બેસી શકે ? નાનું છોકરું બેસે તોય ધડ... દઇને તૂટી જાય. અહીં તો કદાવર કાયાવાળા દેવબોધિ પંડ્યા બેઠા હતા. વળી તે કાચા સૂતરના તાંતણે બાંધેલી હતી. વળી એથીયે નવાઇની વાત એ હતી કે ઉપાડનારા આઠ વર્ષના ચાર છોકરાઓ હતા. ભીમ જેવા દેવબોધિને આ ટબુડિયા શી રીતે ઉપાડી લાવ્યા ? હું આશ્ચર્યચકિત થઇ ગયો. પાલખીમાં દેવબોધિ આંખો બંધ કરી, પ્રાણાયામથી શ્વાસ રોકી, પદ્માસન લગાવીને બેઠા હતા. હું તો પ્રથમ દર્શને જ અભિભૂત થઇ ગયો. વાહ ! કેવી સાધના ! મારું હૃદય પોકારી ઊડ્યું. સભામાં આવીને તેમણે અનેક ચમત્કારો બતાવ્યા. આખી સભા આશ્ચર્યવિભોર બની ગઇ. દેવબોધિની આવી કળા જોઇ હું ઝૂમી ઊઠ્યો.
દેવબોધિએ રાતવાસો મારે ત્યાં જ કર્યો. ત્રણેક કલાક સુધી મારી જોડે ધર્મચર્ચા કરી.
બીજે દિવસે મને દેવપૂજા માટે મંદિરમાં સાથે ચાલવા માટે કહ્યું. હું ગયો. શિવજીની પૂજા કરીને તેમણે કહ્યું : હમણાં-હમણાં તમે જૈનાચાર્ય હેમચન્દ્રસૂરિના રવાડે ચડ્યા છો તે સારું નથી. જૈનો તો નાસ્તિક છે. કારણ કે તેઓ વેદોને પ્રમાણભૂત માનતા નથી. આવા લોકોનો પડછાયો પણ શી રીતે લેવાય ?
‘વેદોમાં મારી શ્રદ્ધા રહી નથી. કારણ કે એમાં ઘણી બધી પૂર્વાપર
આત્મ કથાઓ • ૪૦૮
હું કુમારપાળ • ૪૦૯