________________
ગમતું નહોતું. એમને જ્યારે ખબર પડી કે આચાર્યશ્રીએ કુમારપાળને મહાદેવના દર્શન માટે કહ્યું છે. આથી તેઓ ઉકળી ઉઠ્યા : વાહ ભાઇ ! વાહ ! આચાર્યશ્રી; જેઓ જિનેશ્વર દેવ સિવાય કોઇને માથું ઝુકાવતા નથી, તેઓ આજે કુમારપાળને મહાદેવના દર્શનની વાતો કરી રહ્યા છે. કેવા તકવાદી છે આચાર્ય ! આજે તો એમની પોલ ખૂલી પાડી દઇએ.
તેઓ મારી પાસે આવ્યા અને મને કહેવા લાગ્યા : રાજનું ! સૂરિદેવને કહો કે તમે પણ મહાદેવના દર્શનાર્થે પધારો. મેં તો ભોળાભાવે સૂરિદેવને તેમ કહ્યું. તો સૂરિદેવે તરત જ મારી વાત સ્વીકારી લીધી અને કહ્યું : એમાં આમંત્રણ હોય ? અમે પણ પ્રભાસ પાટણ આવીશું અને મહાદેવના દર્શન કરીશું.
આ સાંભળીને તો વિરોધીઓના મોં સીવાઇ ગયા. શું ધાર્યું તું ને શું જવાબ મળ્યો ? સપનેય કલ્પના નહોતી કે જૈનાચાર્ય મહાદેવના દર્શનાર્થે આવે. જોઇએ હવે શી રીતે આવે છે ?
હું સોમનાથ ગયો ત્યારે આચાર્યશ્રી પણ શત્રુંજ્યની યાત્રા કરી આવી ગયા હતા. વિરોધીઓની આંખ આશ્ચર્યથી પહોળી થઇ ગઇ.
મારી સાથે આચાર્યશ્રી પણ શિવાલયમાં આવ્યા. શિવલિંગ સમક્ષ સ્તુતિ કરતાં આચાર્યશ્રીએ કહ્યું :
भवबीजाङ्क्रजनना रागाद्याः क्षयमुपगता यस्य । ब्रह्मा वा विष्णु वा हरो वा जिनो वा नमस्तस्मै ॥
સંસારના બીજમાં અંકૂરા પેદા કરનાર રાગ-દ્વેષ વગેરે જેમના ટળી ગયા હોય તેમને હું નમસ્કાર કરું છું ! હે ભગવાન ! પછી ભલે લોકો આપને બ્રહ્મા કહેતા હોય, વિષ્ણુ કહેતા હોય કે મહાદેવ કહેતા હોય, નામ સાથે મારે કોઇ ઝગડો નથી. તું વીતરાગ હોય એટલે બસ. તને મારા અંતરના નમસ્કાર !
હું ત્યારે એમ સમજ્યો કે સૂરિજીએ મહાદેવને નમસ્કાર કર્યા, પણ સાચી સમજણ મળ્યા પછી મને ખબર પડી કે, સૂરિજીએ વીતરાગ પ્રભુશ્રી અરિહંત દેવને જ નમસ્કાર કર્યા હતા, તે પણ મારા જેવાને સન્માર્ગે વાળવા જ !
આત્મ કથાઓ • ૪૦૬
ત્યાર પછી હું, આચાર્યશ્રી સાથે મંદિરના ગર્ભગૃહમાં ગયો. મેં સૂરિજીને પૂછ્યું : ગુરુદેવ ! ઘણા વખતથી મારા દિલમાં એક સવાલ ધોળાયા કરે છે : “સત્ય ધર્મ કયો ? જગતમાં અનેક ધર્મો છે. અનેક ધર્મશાસ્ત્રો છે. અનેક ધમાંચાર્યો છે. બધા પોતાની વાત સત્ય જણાવે છે. આમાં મારે સત્ય શી રીતે જાણવું ? ગુરુદેવ ! આજે આ પવિત્ર સ્થાને મને આ રહસ્યમય વાત જણાવી દો. મહાદેવ જેવા દેવ, આપના જેવા ગુરુ અને મારા જેવો જિજ્ઞાસુ - આ ત્રણેનું પવિત્ર ત્રિવેણી સંગમ રચાયું છે. માટે જ અત્યારની પળ પવિત્ર તીર્થરૂપ છે.”
‘સત્ય ધર્મ કહું એનો અર્થ શો ? હું જો કહું : બધા ધર્મોમાં જૈનધર્મ જ સાચો છે તો બીજા ધર્માચાર્યો પણ એમ જ કહે છે : અમારો ધર્મ ખરો છે. તો ફરી તું મૂંઝવણમાં મૂકાઇશ : કયા ધર્માચાર્યની વાત સાચી માનવી ? માટે હું કાંઇ કહું તેના કરતાં તારા પરમ આરાધ્ય દેવ મહાદેવ જ કહે તે વધુ ઉચિત ગણાશે. મંત્ર-શક્તિથી હું હમણાં જ મહાદેવને પ્રગટ કરું છું. હું મંત્ર જપતો રહીશ અને તું શિવલિંગ પર કપૂર નાખતો જજે.
' સૂરિજી જાપમાં લીન બન્યા. હું કપૂર નાખતો ગયો. થોડી જ વારમાં શિવલિંગમાંથી તેજોવર્તુલ પેદા થયું. શું એનો પ્રકાશ ? જાણે અનેક સૂર્યો એકી સાથે ઊગ્યા. ક્ષણમાં જ એ પ્રકાશ પુંજમાંથી મહાદેવજી પ્રગટ થયા. માથે જટા ! જટામાં ગંગા ! બાલચન્દ્ર ! કપાળે ત્રીજી આંખ ! ગળે સાપ ! હાથમાં ડમરું અને ત્રિશૂળ ! શરીરે ભભૂતિ ! હું અભિભૂત થઇ ગયો એમનાં તેજથી.
મેં મહાદેવને સત્ય ધર્મનો સવાલ પૂછ્યો ત્યારે તેમણે કહ્યું : કુમારપાળ ! તારી તત્ત્વ જિજ્ઞાસા અતિપ્રશંસનીય છે. હજારોમાં કોઇક ભાગ્યશાળીને જ સત્ય જાણવાની ઇચ્છા થાય છે. બાકી તો મોટા ભાગના લોકો ઊંધું ઘાલીને એમને એમ જીવ્યે જતા હોય છે. બધા કરે એમ કરવું. નાહક માથાકૂટ શું કરવી ? આ તેમનો જવાબ હોય છે. આવા લોકો જીવતા નથી, માત્ર શ્વાસ લે છે. તારી સત્યની જિજ્ઞાસા જાણી મને ખૂબ જ આનંદ થયો છે. તને જે મળેલા આ ગુરુદેવ છે, એ જે કહે
હું કુમારપાળ • ૪૦૭