________________
IT (4) મેં માંસાહાર છોડ્યો
|
સ્થાપ્યો છે તો હું મારી ફરજ અવશ્ય બજાવીશ. જેનો વૈદ મીઠા-બોલો તે દર્દી નીરોગી થવાની આશા છોડી દે. જેનો શિક્ષક મીઠાબોલો તે વિદ્યાર્થી બહુ ભણતરની આશા છોડી દે અને જેનો ગુરુ મીઠાબોલો તે શિષ્ય કલ્યાણની આશા છોડી દે, હું તમારી પાસે તમને ગમે તેવી મીઠીમીઠી વાતો જ કહેવા નથી આવ્યો. અવસરે કડવી વાત પણ કહીશ.
આચાર્યશ્રીની સત્ત્વભરી વાણીથી હું પ્રસન્ન થઇ ઊઠ્યો. માનસન્માનથી પર માત્ર કલ્યાણના ઇચ્છુક ગુરુદેવને પામીને કોણ પ્રસન્ન ન થાય ? પણ આચાર્યશ્રી ઊતાવળા હોતા. બહુ જ ઠંડકથી તેઓ મારું જીવન સન્માર્ગે વાળવા માંગતા હતા. તેમણે મને સીધે-સીધી કદી એવી વાત કહી નહિ કે તું માંસ છોડી દે. તું જૈન બની જા. કદાચ એવું કહેત તો હું માનત કે નહિ એ પણ સવાલ હતો ! સીધે-સીધી કોઇની વાત સ્વીકારવી બહુ ભારે પડતી હોય છે.
એક દિવસ મને સમાચાર મળ્યા : સોમનાથ મહાદેવ (પ્રભાસ પાટણ)નું મંદિર, જે લાકડાનું બનેલું હતું, એકદમ ખખડધજ થઇ ગયું છે. જીર્ણોદ્ધાર કરવાની આવશ્યકતા છે. હું મહાદેવનો પરમ ભક્ત હતો. મંદિરની આવી અવસ્થા શી રીતે જોઇ શકું ? મેં જીર્ણોદ્ધાર કરાવવાનું નક્કી કર્યું.
કોઇ પણ વાત હોય તો ગુરુદેવને જણાવ્યા વિના રહેતો નહિ. એમની સલાહ પર મને અતૂટ વિશ્વાસ હતો. મેં પૂછ્યું : “ગુરુદેવ ! સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધારની મારી ભાવના છે. આ કાર્ય નિર્વિદનરૂપે થાય, માટે મારે શું કરવું ? આપ તો જાણો જ છો કે સારા કાર્યમાં સો વિદનો આવે. ‘શ્રેયાંસિ બહુ વિનાનિ !'
સૂરિદેવે તક ઝડપી લીધી. કહ્યું : કુમારપાળ ! વિનો હંમેશા પાપકર્મોના કારણે આવતા હોય છે. પાપકર્મોના નાશ માટેના બે ઉપાયો બતાવું છું : (૧) બ્રહ્મચર્ય જેવા કોઇ મહાન નિયમનું ગ્રહણ અથવા (૨) અત્યંત મન ગમતી ચીજનો ત્યાગ.
મને માંસાહાર ખૂબ જ પ્રિય હતો. મેં પ્રતિજ્ઞા લીધી. જ્યાં સુધી સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર પૂરો ન થાય ત્યાં સુધી માંસાહાર ત્યાગ !
મારા જેવા માંસાહારી માણસને સન્માર્ગે લાવવા સૂરિજીએ કેટલી મહેનત ઊઠાવી હશે? એ જ્યારે કલ્પના કરું છું ત્યારે મારું મસ્તક એમના ચરણે ઢળી પડે છે.
બે વર્ષમાં તો જીર્ણોદ્ધાર પૂરો થઈ ગયો. મને એ સમાચાર મળતાં જ મેં સૂરિદેવને પૂછયું : “સૂરિજી ! હવે તો હું માંસાહાર કરી શકુંને ? પ્રતિજ્ઞા પ્રમાણે જીર્ણોદ્ધાર થઇ ગયો છે.'
સમયશ સૂરિદેવ બોલ્યા : રાજન ! મહાદેવના દર્શન તો કરી લો ! એના વિના પ્રતિજ્ઞા શી રીતે પૂરી થઇ ગણાય ? જૈન-વિરોધી લોકોને હું હેમચન્દ્રાચાર્યનો સંસર્ગ કરું તે જરાય
હું કુમારપાળ • ૪૦૫
આત્મ કથાઓ • ૪૦૪