________________
પ્રભુનું એવું સામૈયું કરું... એવું સામૈયું કરું... જેવું કોઇએ ન કર્યું હોય ! બસ ખલાસ ! અહંકાર પાછલા દરવાજેથી આવી ગયો. આ તો ધર્મકાર્ય છે. અહીં ક્યાં કાંઇ ખોટું કરું છું? માણસ આવા ખ્યાલમાં રહેતો હોય છે એટલે અહંકારનો ખ્યાલ જ નથી આવતો.
મેં સેવકોને હુકમ કર્યો : આવતી કાલે ભગવાન શ્રી મહાવીરદેવ પધારવાના છે. સ્વાગત માટે જબરદસ્ત તૈયારી કરો. ગલી-ગલીમાં જલછંટકાવ કરો. ફૂલો બિછાવો. રાજમાર્ગ પર ઠેર-ઠેર રત્નજડિત સુવર્ણ સ્તંભો ઊભા કરો. તે પર રત્નમય દર્પણોથી શોભતી માળાઓ લગાવો.
બીજે દિવસે બધું જ તૈયાર થઇ ગયું. આખી નગરી ઇન્દ્રપુરી જેવી લાગવા માંડી. આખું વાતાવરણ સુગંધથી મહેકી ઊઠ્યું. આવનાર માણસ ભ્રમમાં પડી જાય : હું મૃત્યુલોકમાં છું કે સ્વર્ગલોકમાં ! એવું વાતાવરણ
જામ્યું.
સ્નાન કરી, સુંદર વસ્ત્રો આભૂષણો પહેરી, પુષ્પ માળાઓ લગાવી બની-ઠનીને હું હાથીની અંબાડી પર બેઠો ! મારી બંને બાજુ ચામર વીંઝાઇ રહ્યા હતા. મારી ઉપર સફેદ છત્ર હતું. હું મારી જાતને ઇન્દ્રતુલ્ય માનવા લાગ્યો.
મારો અહંકાર ગર્જી ઊઠ્યો : ભગવાનનું સામૈયું આજે જે રીતે મેં કર્યું છે તેવી રીતે કોઇએ નહિ કર્યું હોય ! મારી પ્રભુ-ભક્તિ અજોડ
શાસન પ્રભાવનાના રૂડા નામ નીચે અહંકારનો પરિતોષ નથી થતો ને? ક્યારેક મનને આવા પ્રશ્નો પૂછજો. મનના અપાર રહસ્યો | મનની અનેક ગૂઢ ચાલબાજીઓ પ્રગટ થશે. તમે પોતે પણ છક્ક થઇ જશો. શું ખરેખર હું આવો છું ? શું ખરેખર ધર્મના નામે અહંકારને જ પોષી રહ્યો છું? અહંકારને હું પાછલે બારણેથી પ્રવેશ કરાવી રહ્યો છું? આ ધર્મ છે કે અહંકારના કુંફાડા છે ? - હું એમ નથી કહેતો કે તમે શાસન પ્રભાવનાના કામ ન કરો. હું એમ કહું છું કે એ વખતે તમે ઊંડાણથી આત્મ-નિરીક્ષણ કરવાનું ના ચૂકશો. સંઘ, પ્રતિષ્ઠા, ઉપધાન વગેરે કશામાં લાભ લેવો નથી, નાહક અહંકાર આવી જાય - એમ માનીને એનાથી દૂર નહિ રહેતા. આ પણ એક મનની ચાલબાજી થઇ. આમેય મન આપણું લોભી છે. એને આવા કોઇક બહાના જ જોઇએ છે. એ કોઇ પણ રૂપાળું બહાનું આગળ કરી પોતાનું ધાર્યું કરી લે છે.
એમ અહંકારની નાગચૂડમાંથી છૂટવું સહેલું ક્યાં છે ? સાક્ષાત્ મહાવીર પ્રભુ વિદ્યમાન હોવા છતાં હું જો અહંકારથી ફૂલાઇ શકતો હોઉં તો તમારી તો વાત જ શી ? છતાં મહાવીર દેવે મને સામૈયાની ના નથી પાડી. જા... જા... તારું આ સામૈયું નથી, આ તો અહંકારની શોભાયાત્રા છે. આ શાસન-પ્રભાવના નથી, તારા અહંકારની પ્રભાવના છે. એમ ભગવાને કહ્યું નથી. કારણ કે ભગવાન એમાં પણ મારા ઉદ્ધારની સંભાવના જોઇ રહ્યા હતા.
હું ઠાઠમાઠથી ભગવાન પાસે ગયો. પણ ત્યાં જે દેશ્ય જોવા મળ્યું તેનાથી મારી આંખો પહોળી થઇ ગઇ. ઇન્દ્ર મહારાજાનું જળમય વિમાન ધીરે ધીરે નીચે ઊતરી રહ્યું હતું. સ્ફટિક જેવા નિર્મળ જળમાં સુંદર કમળો ખીલેલાં હતાં. હંસ અને સારસોના મંજુલ અવાજો રેલાઈ રહ્યા હતા. કલ્પવૃક્ષ અને કલ્પલતાઓ પરથી ફૂલો ખરી રહ્યા હતા. શું મનોહર એ દેશ્ય હતું ! મેં મારી જીંદગીમાં કદી આવું દૃશ્ય જોયું નહોતું.
વિમાન પરથી દેવાંગનાઓનો ટેકો લઇ ઇન્દ્ર ઐરાવણ હાથી પર બેઠા. શું એ અદ્ભુત હાથી ! આઠ-આઠ તો એના દંતશૂળ ! આઠ સૂઢો !
આત્મ કથાઓ • ૭૧
તમને પણ ઘણી વખત આવો વિચાર નથી આવતો ? મેં જેવું તપ કર્યું તેવું કોઇએ નહિ કર્યું હોય ! અમે જે સંઘ કઢાવ્યો, એના જેવો ઠાઠ બીજે ક્યાંય જોયો હોય તો બોલજો ! અમે જે પ્રતિષ્ઠા કરાવી એનું તો શબ્દોમાં વર્ણન ન થાય ! અમે જે ઉપધાન કરાવ્યા, લોકો એને આજેય યાદ કરે છે ! અમે જે જમણ કર્યું હતું તેની વ્યવસ્થા અને તે વાનગીઓનો સ્વાદ લોકો આજેય ભૂલ્યા નથી. અમે ધર્મ-માર્ગે જે ખર્ચ કરીએ છીએ, અમારા ગામમાં એનો જોટો નથી !
ધર્મ-કાયો કયાં પછી તમને આવા વિચારો આવે છે ? તમે આ બધા અનુષ્ઠાનો શાસન-પ્રભાવના માટે કર્યા હતા કે સ્વપ્રભાવના માટે ?
આત્મ કથાઓ • ૭૦