________________
-
(૫) હું ભૂગાવવી
શક
ઘણી વખત એવું થાય છે કે માણસ પાસે ખાસ વિશિષ્ટતા હોય છે, એના જ કારણે એ દુઃખી બને છે.
ગુણ જ એની મુશ્કેલીનું કારણ બને છે. ચંદનના ઝાડ જ શા માટે કપાય છે ? હાથી, ચમરી ગાય અને કસ્તુરી હરણોની કતલ શા માટે થાય
ત્રણ-ત્રણ પહોરની અત્યંત ભયંકર, શબ્દોમાં કહી ન શકાય તેવી વેદના અનુભવી હું મૃત્યુ પામ્યો. મરીને ક્યાં ગયો ? જ્યાંથી આવ્યો હતો તે જગ્યાએ પહોંચી ગયો. જે મારે જોઇતું હતું તે મને મળી ગયું. નલિની ગુલ્મ વિમાનમાં મારે જવું હતું, હું ત્યાં પહોંચી ગયો.
સવારે મને ન જોતાં મારા ઘરમાં ધમાચકડી મચી ગઇ. આખરે આચાર્ય ભગવંતે કહ્યું : તમારા પુત્રે જાતે જ રાત્રે દીક્ષા લીધી છે અને કાયોત્સર્ગ કરવા કંથરવનમાં જતા રહ્યા છે. આ સાંભળતાં જ બધા સ્તબ્ધ બની ગયા. મારી મા ભદ્રા, મારી બત્રીસેય પત્નીઓ વગેરે સવારે ત્યાં ગયા. જોયું તો મારું હાડપિંજર માત્ર ત્યાં પડ્યું હતું ! બધા છાતી ફાટ રુદન કરવા લાગ્યા. મારી પત્નીઓએ તો વૈરાગ્યવાસિત થઇ દીક્ષા લઇ લીધી. બત્રીસમાંની એક, જે ગર્ભવતી હતી, તે ઘરમાં રહી. તેને પુત્ર થયો. મોટો થઇ તેણે મારી સ્મૃતિ માટે ત્યાં મંદિર બનાવ્યું. જેમાં પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ભરાવી, કાલાંતરે તે (મહાકાલ) મંદિરનો કબજો અજૈનોએ જમાવ્યો. પ્રતિમાને ધરતીમાં દાટી ઉપર શિવલિંગ બનાવ્યું. કાલાંતરે આચાર્યશ્રી સિદ્ધસેનદિવાકરસૂરિએ કલ્યાણ મંદિર સ્તોત્રથી પ્રતિમાને પ્રગટ કર્યા. અવંતી પાર્શ્વનાથ તરીકે ઓળખાતી આ પ્રતિમા આજે પણ ઉજ્જૈનમાં વિદ્યમાન છે. તમે ઉર્જન તરફ જાવ ત્યારે અચૂક દર્શન કરજો. દર્શન કરતાં-કરતાં મારી કથા યાદ કરજો અને મારા જેવી ક્ષમા ધારણ કરવા પ્રયત્નશીલ બનજો.
ફૂલો કેમ તોડવામાં આવે છે ? કાંટા શા માટે નહિ ? ચંદન પાસે સુવાસ, હાથી પાસે દાંત, ચમરી ગાય પાસે પૂંછડી, કસ્તુરી હરણ પાસે કસ્તૂરી તથા ફૂલો પાસે સુગંધી સૌંદર્યરૂપ વિશિષ્ટતા છે માટે.
દુનિયાનું આવું વિચિત્ર સ્વરૂપ જોઇને જ કોઈકે કહ્યું છે : नैर्गुण्यमेव साधीयो धिगस्तु गुणगौरवम् ।। शाखिनोऽन्ये विराजन्ते खण्ड्यन्ते चन्दनद्रुमाः ॥
(નિર્ગુણતા જ સારી ચીજ છે. ગુણોને ધિક્કાર હો. બીજા ઝાડો લહેર કરે છે. જ્યારે ચંદનના ઝાડો કપાયા કરે છે.)
મારા જીવનમાં પણ આવું જ બન્યું હતું. મારું વિશિષ્ટ રૂપ જ મારી અનેક આપત્તિઓનું કારણ બન્યું હતું.
મારા પતિ હતા - કૌશાંબીના રાજા શતાનીક !
એક વખતે મારા પતિદેવે ચિત્રસભા તૈયાર કરાવવા અનેક ચિત્રકારો રોક્યા. એમાં એક ચિત્રકારે મારું ચિત્ર આલેખ્યું. ચિત્ર સુંદર બન્યું હતું, પણ તોય પતિદેવનો ગુસ્સો ભભૂકી ઊઠ્યો. વાત એમ બની કે ચિત્રમાં સાથળના સ્થાને તલ હતું. વસ્તુતઃ મારી સાથળમાં તલ હતું જ. મારા પતિદેવના મનમાં શંકાનો કીડો સળવળી ઊઠ્યો : આ હરામખોર ચિત્રકારે મારી પત્નીને ભ્રષ્ટ કરી છે.
સાચે જ જ્યાં પ્રેમ વધુ હોય છે ત્યાં શંકા પણ જલદી ગાઢ બની જાય છે.
આત્મ કથાઓ • ૪૦
આત્મ કથાઓ • ૪૧