________________
પતિદેવે તો એ ચિત્રકારનો વધ કરવાનો હુકમ જ આપી દીધો. ત્યારે બીજા ચિત્રકારોએ વિનંતિ કરી : રાજનું! આ ચિત્રકાર પાસે એવી દૈવી શક્તિ છે કે તે કોઈ પણ પદાર્થનો કે વ્યક્તિનો એક અંશ જુએ તે પરથી આબેહુબ તેનું ચિત્ર બનાવી આપે છે. વિશ્વાસ ન હોય તો અખતરો કરી જુઓ. રાજાએ ચિત્રકારને પૂછતાં તેણે જણાવ્યું : “રાજનું! સાકેતનગરમાં હું ચિત્રકલા શિખવા ગયેલો. ત્યાંનો સુરપ્રિય યક્ષ દર વર્ષે એક ચિત્રકારને મારી નાખતો; એનું જે ચિત્ર બનાવે તે જ ચિત્રકારને ! જો ચિત્રકાર ચિત્ર ન બનાવે તો નગરના લોકોને ખાઇ જાય. હું જે ઘરમાં ઊતર્યો હતો તે ઘરના ચિત્રકાર તરીકે જવાનો ક્રમ આવ્યો હતો. મેં રડતી વૃદ્ધાને અટકાવીને કહ્યું : આ વર્ષે હું જઇશ. તમે ચિંતા ના કરશો. વૃદ્ધાએ ઘણી ના કહી છતાં હું ઊપડ્યો. પવિત્ર કિંમતી વસ્ત્રો પહેરી, ચંદનાદિથી પૂજા કરી મેં તેનું ચિત્ર આલેખ્યું અને સ્તુતિ કરતાં કહ્યું : “હે યક્ષ ! મોટા-મોટા ચિત્રકારો પણ આપનું ચિત્ર આલેખવા સમર્થ નથી તો હું નાનો બાળક કોણ? છતાં આ ચિત્ર ભક્તિથી આલેખ્યું છે. આમાં કાંઇ આડું-અવળું થયું હોય તો માફી ચાહું છું.”
મારી નમ્રતાથી યક્ષ ખુશ-ખુશ થઇ ગયો. મને વરદાન માંગવાનું કહેતાં મેં સર્વ ચિત્રકારોને અભયદાન આપવાનું વરદાન માંગ્યું. આથી યક્ષ બમણો રાજી થયો ને કહ્યું : આ તો તે બીજા માટે માંગ્યું. તારા માટે શું ? આથી મેં માંગ્યું : “હે યક્ષરાજ ! મને એવું વરદાન આપો કે જેથી કોઇ પણ વસ્તુ કે વ્યક્તિનો કોઇ એકાદ અંશ જોવા મળી જાય તેના પરથી હું આખુંય યથાર્થ ચિત્ર બનાવી શકું.” યક્ષે મને તેવું વરદાન આપ્યું. આથી જ હું કોઇના પણ આબેહુબ ચિત્રો બનાવી શકું છું. રાજનું! બે દિવસ પહેલા મેં આપની રાણી મૃગાવતીના હાથનો અંગૂઠો જોયેલો. તેના પરથી આ આખું ચિત્ર બનાવી કાઢ્યું છે. ચિત્ર બનાવતાં સાથળની જગાએ પોતાની મેળે પીંછીમાંથી કાળો રંગ પડ્યો. ત્રણ-ત્રણ વાર સાફ કરવા છતાં એ રંગ વારંવાર પડવા લાગ્યો એટલે મેં એમને એમ રહેવા દીધું છે. નથી તો મેં રાણીના મુખને જોયું કે નથી મેં સાથળ જોઇ ! આપ મારી પરીક્ષા પણ કરી શકો છો.”
આત્મ કથાઓ • ૪૨
રાજાએ ચિત્રકારને કૂબડી દાસીનું મોઢું બતાવ્યું. મોઢા પરથી આબેહુબ ચિત્ર તેણે બનાવી આપ્યું. રાજાની શંકા તો દૂર થઇ, પણ અંદરનો ડંખ ન ગયો ! ઇર્ષ્યા અને ક્રોધથી રાજાએ ચિત્રકારના જમણા હાથનો અંગૂઠો કપાવી નાખ્યો.
બસ... અહીંથી મારા પર પનોતીની શરૂઆત થઇ ગઇ. પોતાની નિર્દોષતા-નિરપરાધતા સિદ્ધ કરી આપવા છતાં પોતાની આવી કદર્થનાથી ચિત્રકાર રોમ-રોમમાં સળગી ઊઠ્યો : આ શતાનીકનો બદલો ન લઉં તો મારી ચિત્રકળા પાણીમાં ગઇ ! એણે બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી.
ઘણી વખત મોટા માણસો નાના માણસોને તુચ્છ સમજીને તેમનો તિરસ્કાર કરી નાખતા હોય છે. પણ આ જ નાના માણસો ક્યારેક ભારે પડી જતા હોય છે. નાનો મચ્છર આખા હાથીને ઊંચો-નીચો કરી શકે છે. નાનું છિદ્ર આખી હોડીને સાગરના તળિયે મૂકી શકે છે. નાની ચિનગારી આખું મકાન ખાખ કરી શકે છે. નાની ફોડી આખા શરીરને હચમચાવી શકે છે.
માટે જ ડાહ્યા માણસે કોઇને પણ તુચ્છ સમજી એની અવગણના નહિ કરવી જોઇએ. ફોતરા સાવ તુચ્છ જ છે ને ? પણ છતાં એ પણ પોતાના સ્થાને મહત્ત્વપૂર્ણ છે. ડાંગરમાંથી ફોતરાને કાઢી નાખો. શું થશે ? ડાંગર ફરી ઊગવાની શક્તિ ગુમાવી બેસશે. કોણે કહ્યું : ફોતરા સાવ તુચ્છ છે ? ફોતરાનું પણ આટલું મહત્ત્વ હોય તો માણસનું કેટલું ? એ તમે જ વિચારી લો.
1 ખિજાયેલો પેલો ચિત્રકાર મારું ચિત્ર લઇ ઉજ્જૈનના ચંડપ્રદ્યોત રાજા પાસે પહોંચ્યો. ચંડપ્રદ્યોતની કામુકતા વિષે તો તમે સાંભળ્યું જ હશે ? રૂપાળી સ્ત્રીઓ પર પોતાનો જ અધિકાર છે, એમ એ માનતો. મારું ચિત્ર જોતાં જ એ વિહળ બની ગયો, ને મારા પતિદેવ શતાનીક રાજા પર દૂત દ્વારા સંદેશો મોકલ્યો : ‘તારી મૃગાવતી મને સોંપી દે. ભૂલથી તારી પાસે એ આવી ગઇ છે. કુદરતની એ ભૂલ હું સુધારી લેવા માંગું છું.” મારા પતિદેવે તો ચોખ્ખું કહી દીધું : ‘તું દૂત છે એટલે અવધ્ય છે. બાકી તારા રાજાને કહેજે કે પારકાં બૈરાં પ્રત્યે કુનજર કરતાં
આત્મ કથાઓ • ૪૩