________________
એક વખતે મને ઇચ્છા થઇ આવી. જંગલમાં એકલી જઇ, છટ્ટઅક્રમના તપ-પૂર્વક સૂર્ય સામે અપલક દૃષ્ટિ લગાવી એકાગ્ર મનથી આતાપના કરું. આ માટે મેં ગુરુણીની રજા માંગી. પણ ગુરુણીજીએ ના કહી. આ રીતે સાધ્વીથી એકલાં ન જવાય. પણ મારી જીદ્દ અડગ હતી. હું મારી વાત પર મક્કમ રહી. મોહરાજા બહુ ચાલાક છે. એ ક્યાંક ને ક્યાં થાપ ખવડાવી જ દે છે. ને હું સ્વચ્છંદતાના નાદે ચડી ગઇ. મારી હઠ સામે ગુરુણીએ નમતું જોખ્યું. મને જંગલમાં જવા દીધી. ગુરુની વાત સ્વીકારવા શિષ્ય તૈયાર જ ન હોય ત્યાં તેઓ મૌન સિવાય શું કરી શકે ?
એક ઉદ્યાનમાં જઇ હું આતાપના કરવા લાગી. પછી તો જે થવાનું હતું તે જ થયું. ગુરુના આશીર્વાદ વિના કલ્યાણ ક્યાંથી થાય ? તે ઉદ્યાનમાં મેં એક દિવસ પાંચ પુરુષોથી સેવાતી એક વેશ્યા જોઇ. એક પુરુષના ખોળામાં એ સૂતેલી હતી. કોઇ એને પંખો નાખતો હતો. કોઇ પગ દબાવતો હતો. તો કોઇ વેણી ગુંથતો હતો. આ દેશ્ય જોતાં જ મારું હૃદય ખળભળી ઊઠ્યું : હાય ! હાય ! હું કેટલી અભાગી ! એક પુરુષ પણ મને ન મળ્યો ! પૂર્વના સંસ્કારો જાગૃત થઇ ઊઠ્યા. મેં નિયાણું કર્યું ઃ મારા સંયમનું... કોઇ ફળ હોય તો આગામી જન્મમાં મને ચાહનારા પાંચ પુરુષો મળે !
આવું નિયાણું ન કરવા બીજાએ ઘણું સમજાવી, છતાં મેં નિયાણું ન છોડ્યું. અનશનપૂર્વક મરી અને સૌધર્મદેવલોકમાં નવ પલ્યોપમના આયુષ્યવાળી દેવી બની. ત્યાંથી ચ્યવીને દ્રુપદ રાજાની પુત્રી હું દ્રૌપદી બની. દ્રૌપદીના પાંચ પાંડવ પતિ હતા તે તો તમે જાણો જ છો ને ? એનું કારણ પૂર્વભવનું આ નિયાણું હતું !
આત્મ કથાઓ • ૨૨૮
(83) હું સુવ્રતાશ્રી
‘હું ઘણી જ રૂપાળી હતી, પણ આ રૂપ જ મારું શત્રુ બન્યું. રૂપ તો તીર્થંકર પ્રભુનું પણ હોય છે... એવું અદ્ભુત એ રૂપ હોય છે કે કરોડો ઇન્દ્રો પણ એમના જેવું રૂપ બનાવી શકે નહિ. અંગૂઠા જેટલું
પણ નહિ! પણ પ્રભુનું રૂપ જોતાં જ આંખ ઠરે, શાંત રસના ઝરણા વહેવા માંડે, વાસનાની ભૂતડીઓ મનમાંથી ભાગી જાય... પણ અમારા જેવાના રૂપમાં આવો અતિશય ક્યાંથી લાવવો ? જે બીજાને વિકારી બનાવે એવા રૂપને શું કરવાનું ? હાય છટ્ ! જ્યારે મને ખબર પડી કે મારા જેઠ મારા રૂપમાં પાગલ બન્યા છે ત્યારે હું સ્તબ્ધ બની ગઇ! આ તો પાણીમાંથી આગ પેદા થઇ ! બીજો કોઇ મારા પર કુદૃષ્ટિ કરે તો હું સસરા તુલ્ય જેઠ પાસે જાઉં, પણ જેઠ જ કુદૃષ્ટિ કરે તો ક્યાં જવું ? રક્ષક જ ભક્ષક બને, વાડ જ ચીભડાં ગળવા લાગે તો શું કરવું ?
મારા પતિ યુગબાહુ ! મારા જેઠ મણિરથ ! સુદર્શન નગરના રાજા ! કોઇ કાળ ચોઘડીએ મારા જેઠની મારા પર નજર પડી અને તે દિવસથી મારો દા'ડો ઊઠી ગયો. જો કે મને તો વાતની ખબર જ ન્હોતી કે મારા જેઠ મારા પર મોહાયા છે, એકપક્ષીય પ્રેમ શરૂ થઇ ગયો છે. ઘણીવાર મારા જેઠ પોતાની દાસીને મારી પાસે મોકલતા અને તેની સાથે સારાસારા આભૂષણ-વસ્ત્ર વગેરે મોકલતા. હું એ બધું સામાન્ય સમજી લઇ લેતી. મને ક્યાં ખબર હતી આની પાછળ જેઠ બીજું કશુંક કહેવા માંગે છે ? સરળને બધું સરળ જ દેખાય.
...પણ એક દિવસે દાસીએ જ્યારે જેઠના પેટની વાત કહી ત્યારે હું ચોંકી ઊઠી, વિફરી ઊઠી. ‘તારા રાજાને કહી દેજે મદનરેખાની આશા મૂકી દે. કદાચ જબરદસ્ત કરવામાં આવશે તો મદનરેખાનું મડદું જ હાથમાં આવશે, જીવતી મદનરેખા કદી જ નહિ મળે.” હું ગર્જી ઊઠી.
પણ તોય મારા જેઠ અંદરથી નિરાશ ન જ થયા. અંદરથી માનવા લાગ્યા : જ્યાં સુધી યુગબાહુ જીવતો છે ત્યાં સુધી મદનરેખા મારી શી પરકાય - પ્રવેશ ૦ ૨૨૯