________________
અમારિ પ્રવર્તન આટલું બધું સફળ થયેલું જોઇને મને ખૂબ જ આનંદ થતો. છતાં એ અંગે હું કદી ગાફેલ ન રહેતો. મેં મારા ગુપ્તચરોને એ માટે સતત તકેદારી રાખવા કહ્યું હતું. કોઇને પણ હત્યા કરતો જુએ કે તરત જ તેને મારી પાસે હાજર કરવો એવી તેઓને મારી કડક સૂચના હતી.
એક વખતે તેઓ એક શેઠને મારી પાસે લઇ આવ્યા અને કહ્યું : “રાજનું ! લાટ દેશના આ માણસે હિંસા કરી છે. માથામાંથી નીકળેલી જૂને ‘આ દુષ્ટ જૂએ મારું ઘણું લોહી પી લીધું છે. હવે હું એને નહિ છોડું' કહીને બે અંગૂઠાના નખ વચ્ચે કચડીને મારી નાખી છે. અમે તરત જ મરેલી જૂ સાથે તેને પકડી પાડ્યો છે. આ રહી મરેલી “જૂ'. મને જૂ બતાવવામાં આવી.
મારી આંખોમાં લાલાશ આવી. મારું લોહી ધગધગી ઊઠ્યું. આંખો કાઢીને મેં કહ્યું : મહેરબાન ! તમને ખબર નથી કે આ કુમારપાળનું રાજ્ય છે? અહીં કોઇની હિંસા થઇ શકતી નથી એ તમે જાણતા નથી ? નાનકડી નિર્દોષ જૂ ને મારતાં તમને કોઇ વિચાર ન આવ્યો ? પરલોકનો ડર ન લાગ્યો ? પરલોકની વાત જવા દો, પણ આ કુમારપાળનો પણ તમને ડર ન લાગ્યો ? ખબરદાર ! જો હવે આવી કદી ભૂલ કરી છે તો ! પણ એમ નહિ માનતા કે આ માટે હું તમને નિર્દોષ છોડી દઇશ. જૂ મારવાના દંડ રૂપે તમારે તમારી સંપત્તિથી એક જિનાલય બંધાવવાનું છે. આ જ તેનું પ્રાયશ્ચિત્ત છે, સમજ્યા ? | મારી ત્રાડથી પેલો ધ્રૂજી ઊઠ્યો. મારી વાત તેણે સ્વીકારી અને પોતાની સંપત્તિથી એક જિનાલય બંધાવ્યું. મેં એ જિન-મંદિરનું નામ રાખ્યુંઃ યૂકા-વિહાર !
તમે કહેશો : આ રીતે બળજબરીથી અહિંસા પળાવવાની કિંમત કેટલી ? આ તો અહિંસાના નામે ફરી હિંસા જ થઇ ! કોઇના પર બળજબરી કરવી એ પણ શું માનસિક હિંસા જ નથી ?
નહિ, તમે હજુ મારી વાત સમજ્યા નથી. બીજાને હિંસાથી અટકાવવા એ જ અહિંસા છે. તેઓ હિંસા કરતા જ રહે અને મારે
આત્મ કથાઓ • ૪૧૬
બળજબરી ન કરવી, એમને એમ જોયા કરવું, એમ તમે ઇચ્છો છો ? તો તો રાજ્ય કદી ચાલી શકે નહિ. રાજ્ય ચલાવવા માટે પ્રભાવ તો જોઇએ જ. પ્રભાવ વિના કદી શાસન ચાલે ? નબળા શાસકને તો લોકો કાચાને કાચા ખાઇ જાય. રાજાની ધાક તો જોઇએ જ. ધાક જમાવવા માટે ક્યારેક ખોટો ગુસ્સો પણ કરવો પડે. સજા પણ કરવી પડે. શરૂઆતમાં તો મારો પ્રભાવ જમાવવા મેં, વારંવાર મારી મશ્કરી કરતા મારા બનેવી કૃષ્ણદેવને સભાની વચ્ચે ખોખરો કરી નાખેલો. આ ઘટનાથી મારો એવો પ્રભાવ પડી ગયો કે બીજા સામંતો, સરદારો વગેરે બધા જ સીધા દોર થઇ ગયા. પ્રભાવથી જ વહીવટ સુંદર ચાલે છે. વ્યવસ્થા જળવાઇ રહે છે. દુર્ણ નિયંત્રણમાં રહે છે. સજ્જનો શાંતિથી જીવી શકે છે. ઇતિહાસમાં જોજો : જ્યારે જ્યારે પ્રભાવ વગરનો નબળો શાસક આવ્યો છે ત્યારે-ત્યારે પાર વગરની અંધાધૂંધી ફેલાઇ છે. કાયદો અને વ્યવસ્થા કથળી જવાથી પ્રજાને પાર વગરનું નુકસાન થયું છે અને આવો નબળો શાસક પણ આખરે સત્તાથી ફેંકાઇ ગયો છે. અહિંસાના નામે હું આવો નબળો શાસક થવા માંગતો હોતો ! ઠરી ગયેલી રાખ પર લોકો પગ મૂકતાં અચકાતા નથી – એ વાત હું સારી પેઠે જાણતો હતો.
યૂકા-વિહારના પ્રસંગથી લોકોમાં મારો જબરો પ્રભાવ પડી ગયો. જાહેરમાં તો નહિ, ખાનગીમાં પણ હિંસા કરતાં દુષ્ટ લોકો ગભરાવા લાગ્યો.
હું કુમારપાળ - ૪૧૭