________________
(7) મારું ધર્મયુદ્ધ
તમે કદાચ પૂછશો : રાજન ! તમે બીજા પાસેથી તો અહિંસા પળાવી પણ તમારા પોતાના જીવનમાં અહિંસાનું પાલન કેવુંક હતું ? તમારે તો રાજ્ય ચલાવવાનું હોય એટલે લશ્કર રાખવું પડે. યુદ્ધો કરવા પડે. ગુનેગારોને સજા આપવી પડે. તો એ વખતે અહિંસાનું પાલન શી રીતે કરી શકો ?
તમે ખરો પ્રશ્ન પૂછ્યો. રાજ્ય ચલાવવું અને અહિંસાનો પણ આગ્રહ રાખવો એ તમને અશક્ય લાગતું હશે. તમને તો ઠીક પણ મનેય અશક્ય નહિ તો મુશ્કેલ તો લાગતું જ હતું. પણ જેમ-જેમ મને અહિંસાનો મહિમા સમજાયો તેમ તેમ તેના પ્રત્યે આદર વધતો ગયો અને મુશ્કેલ કાર્ય પણ સરળ બનતું ગયું. જ્યારે કોઈ પણ વસ્તુ પર પ્રેમ થઇ જાય ત્યારે તેનું પાલન મુશ્કેલ રહેતું નથી. આ જ કારણે મારા લશ્કરમાં રહેલા ૧૧ લાખ ઘોડાઓને હું ગાળેલું પાણી પીવડાવી શકતો. દરેક ઘોડા પર પલાણની સાથે જણી પણ મૂકેલી હતી. પુંજણીથી પુંજીને જ ઘોડેસવાર બેસી શકે એવો નિયમ મેં કડક રીતે અમલી બનાવ્યો હતો. આવું હોવા છતાં હું યુદ્ધથી દૂર ભાગનારો હોતો. મારી અહિંસા કાયરોની હોતી. જરૂર પડ્યે હું યુદ્ધ કરતાં કદીય અચકાતો નહિ.
એક વખતે મારી પાસે મારી બેન દેવલદેવી આવી અને રડતાંરડતાં કહેવા લાગી : ભાઇ ! તારા બનેવીએ મારું અપમાન કર્યું છે. મારું અપમાન કર્યું તેનું મને દુઃખ નથી પણ જૈન-ધર્મનું અપમાન કર્યું તેનું મને દુઃખ છે.”
‘કેમ ? શું થયું ? અરાજ બનેવીએ શું કર્યું ?' પૂછ્યું.
‘અમે બંને ચોપાટ રમતા હતા. ત્યાં તેમને કોણ જાણે શું સૂઝયું કે સોગઠી મારતાં તેમણે જૈન સાધુઓની મશ્કરી કરી. તેઓ બોલ્યા : લે, આ સોગઠી ગુજરાતના મુંડિયાને મારી.' મેં કહ્યું : જરા જીભ સંભાળીને બોલો ! તમે કોનું અપમાન કરી
આત્મ કથાઓ • ૪૧૮
રહેલા છો ? જૈનધર્મનું અપમાન ? એ અંગે તમારે માફી માગવી જોઇએ.'
‘માફી માગું ? જા... જા... નીકળી જા મારા મહેલમાંથી. તારો ભાઇ કુમારપાળ રાજા બન્યો એટલે તને આટલો મદ ચડ્યો છે ? કુમારપાળ વળી કોણ ? ગઇ કાલનો રખડુ જ કે બીજો કોઇ ?” તેઓ બોલી ઊઠ્યા.
મેં કહ્યું : ‘તમે જીભ સંભાળીને બોલો. આ રીતે તમે બધાનું અપમાન કર્યા કરો છો તો પરિણામ સારું નહિ આવે.'
‘હવે જા. જા... પરિણામવાળી ! મારા ઘરમાં રહેવું છે ને મારી સામે બોલવું છે ? ક્યાં ગયું તારું સતીપણું ? સ્ત્રી થઇને સામે બોલે છે? આવી ઉદ્ધતાઇ હું નહિ ચલાવી લઉં... જા... નીકળી જા... મારા ઘરમાંથી... અને તેમણે મને લાત મારીને ઘરમાંથી કાઢી મૂકી.
જતાં-જતાં મેં કહ્યું : “જૈન ધર્મના અપમાન બદલ તમારી જીભ ખેંચાશે - એ ભૂલતા નહિ. પતિ તરીકે તમે મારા સર્વસ્વ છો - એ વાત બરાબર, પણ ધર્મ તો આપનાથી પણ મહાન છે. એનું અપમાન હું હરગીજ નહિ ચલાવી લઊં.”
આટલું બોલતાં-બોલતાં મારી બેન ફરી રડી પડી. મેં કહ્યું : બેન ! ચિંતા ન કર. હમણાં જ અર્ણોરાજને સીધાદોર કરું છું. ધર્મનું અપમાન કરે એ શી રીતે ચાલે ?
મેં તરત જ યુદ્ધની નોબત વગાડી. બધું લશ્કર તૈયાર થઇ ગયું. હું સ્વયં પણ સજ્જ થઇને લશ્કરની મોખરે પહોંચ્યો.
ઘોડા પર ચડતાં પહેલાં મેં પુંજણીથી પ્રાર્થના કરી. જયણા એ તો મારો મુદ્રાલેખ હતો. એને હું કોઇ પણ પ્રસંગે ભૂલી શકે નહિ. તમે કહેશો : આ તમારી જયણા કેવી ? એક બાજુ તમે યુદ્ધ ચડી રહ્યા છો ને બીજી બાજુએ નાના જંતુઓની રક્ષા માટે પુંજી રહ્યા છો. આમાં તો અમને વિરોધાભાસ દેખાય છે.
પણ, આમાં વિરોધાભાસ નથી. રાજા તરીકે મારાથી આમ જ કરી શકાય તેમ હતું. ‘દુષ્ટને દંડ અને સજ્જનને સન્માન' રાજાના આ બે મુખ્ય સિદ્ધાંતો હોય છે. દોષિતને જો હું માફી આપું તો મારો રાજધર્મ
હું કુમારપાળ • ૪૧૯