________________
લજાય, હું કર્તવ્યભ્રષ્ટ ગણાઉં ! હા... હું જો મુનિ હોઉં તો અપરાધીને પણ માફી આપી દઉં... પણ અત્યારે હું રાજા છું, મુનિ નહિ. મારે રાજા તરીકેની ફરજ બજાવવી જ જોઇએ. અત્યારે યુદ્ધે ન ચડું તો એ મારી કાયરતા ગણાય. માયકાંગલી જેવી મારી અહિંસા ન્હોતી. બળિયા પાસે ઝૂકી જવું ને નબળાઓને દબાવવા - એવી મારી અહિંસા ન્હોતી.
તમને જેમ વિચાર આવ્યો તેમ મારી સામે રહેલા એક રાજપૂતને પણ આના જેવો જ વિચાર આવ્યો. એ મને પુંજતાં જોઇ હસી પડ્યો. એના હાસ્ય પર હું વાંચી શકતો હતો કે એ મારી મશ્કરી કરતો હતો ઃ એકેન્દ્રિય. બેઇન્દ્રિયની રક્ષા કરનારો આ કુમારપાળ શું યુદ્ધ કરવાનો ? એ શત્રુઓ પર ભાલા શી રીતે ચલાવવાનો ? એનું મન બોલી રહ્યું હતું, તે હું જોઇ રહ્યો હતો.
તરત જ હું તેની પાસે ગયો અને તેનો હાથ પકડ્યો. ત્રાડ પાડીને કહ્યું : હસે છે કેમ ? પેલો ધ્રુજી ઉઠ્યો. મેં તેને કહ્યું : ‘તારો પગ લાંબો કર.’ તેના લાંબા કરેલા પગ પર મેં પગ મૂક્યો અને ખચાક... ભાલો ઘોંચી દીધો. મારો અને એનો પગ વીંધાઇ ગયો. લોહીની સેર છુટી. પેલો રાજપૂત તો ચીસ પાડી ઊઠ્યો : અ... .... .... ૨... બાપ રે..’
કેમ ? તું કેમ ચીસો પાડે છે ? તારા કરતાં તો ભાલો મને વધુ વાગ્યો છે. છતાં હું તો હસી રહ્યો છું. સાંભળ, નાદાન, માનવને જે શક્તિ મળી છે તે નિર્દોષ અને નિર્બળ જીવોને મારવા નહિ, પરંતુ બચાવવા મળી છે. પોતાની શક્તિનો ઉપયોગ જે નિર્બળોને સતાવવામાં કરે છે, તે રાજા, ‘કુરાજા' છે અને જે ધર્મ-રક્ષા માટે પણ જંગે ન ચડે તે પણ ‘કુરાજા’ છે. અત્યારની કક્ષા મારી રાજા તરીકેની છે. હું સાધુ નથી કે ગુનેગારને પણ છોડી મૂકું. છતાં યુદ્ધના અવસરે પણ શક્ય જયણા પાળવાનું મારા ધર્મે મને શીખવ્યું છે.'
પેલો રાજપૂત સ્તબ્ધ થઇને મારી વાત સાંભળી રહ્યો. મેં સેનાસહિત શાકંભરી તરફ પ્રયાણ કર્યું. શાકંભરીના રાજા અર્ણોરાજ અને મારી વચ્ચે યુદ્ધના શંખો ફૂંકાયા. મેં મારી સેનાને શત્રુ-સેના પર તૂટી પડવા હુકમ કર્યો. પણ આ શું ? મારી સંપૂર્ણ સેના પૂતળાની જેમ ઊભી
આત્મ કથાઓ • ૪૨૦
રહી. ન કોઇ હલન-ચલન, ન કોઇ શસ્ત્રોની સજાવટ ! ન ધનુષ્યના ટંકાર ! શત્રુ-સેના તરફથી પણ કોઇ હુમલો નહિ. હું સ્તબ્ધ થઇ ગયો. આમ કેમ ? મેં મહાવતને પૂછ્યું : ‘શું વાત છે ? કાંઇ ગરબડ છે કે શું ?'
મહાવતે કહ્યું : ‘હા, મહારાજ ! મોટી ગરબડ લાગે છે. શત્રુરાજાએ ધન આપીને આપણી સેના ફોડી નાખી લાગે છે. માટે જ કોઇ લડતું નથીને ! તમે સૈનિકોને પગાર આપવામાં કંજૂસાઇ કરતા હતા ત્યારે જ મને ઘણીવાર લાગતું હતું કે આનું પરિણામ સારું નહિ આવે !'
‘કંજૂસાઇ ભારે પડી ગઇ. પણ હવે શું ?' મેં મહાવતને પૂછ્યું : ‘સેના ફૂટી ગઇ તો ભલે ફૂટી ગઇ. તું તો નથી ફૂટ્યો ને ? ફૂટ્યો હોય તો કહી દેજે !'
‘ના... રાજન્ ! હું નથી ફૂટ્યો. આપણા પક્ષે આપણે માત્ર ત્રણ જ છીએ. એક આપ, બીજો હું ને ત્રીજો આ હાથી !' મહાવતે કહ્યું. મારા મહાવતનું નામ હતું : શામળ અને હાથીનું નામ હતું : કલહપંચાનન.
ત્રણ તો બસ છે ! આપણે ત્રણ મજબૂત છીએ. તો ત્રણ હજારને પહોંચી વળીશું.’ મેં કહ્યું ૨૫-૨૫ વર્ષ રઝળપાટ કરતાં મારી અંદર એક અજબનો આત્મવિશ્વાસ પેદા થયો હતો. ગમે તેવી મુશ્કેલીઓમાં પણ હું કદી મનની સ્વસ્થતા કે અંદરની હિંમત ગુમાવતો નહિ. મુશ્કેલીની આગમાં રહી-રહીને હું એકદમ ઘડાઇ ગયો હતો. મારું વ્યક્તિત્વરૂપી સોનું શુદ્ધ થઈને બહાર આવ્યું હતું.
મેં મહાવતને કહ્યું : ‘ઓ... ઓલા... અર્ણોરાજ પાસે આપણા હાથીને હંકારી જા.'
સડસડાટ મારો હાથી એકદમ અર્ણોરાજ તરફ ધસવા લાગ્યો. પણ રે, સામેથી જબરદસ્ત સિંહગર્જના થઇ. ધસમસતા પહાડ જેવા મારા હાથીને રોકવા લુચ્ચા અર્ણોરાજે સિંહનાદ કરાવ્યો હતો. સિંહનાદના અવાજથી મારો હાથી પાછો ખસવા લાગ્યો. પણ હું હિંમત હારું તેવો ન્હોતો. મેં ખેસના ચીરા કરી હાથીના બંને કાનમાં ભરાવ્યા. હવે હું કુમારપાળ • ૪૨૧