________________ અભિપ્રાયોની હેલી... ‘ભૂકંપમાં ભ્રમણ’ પુસ્તક મળ્યું. એક પછી એક ઘટના વાંચતા જઈએ અને ભૂકંપ કેવો હૃદયદ્રાવક હતો તે અનુભવાતું જાય અને “મા મૂત્ ક્રોડપ ફુ:ણમા' આ ભાવના દિલમાં ઘુંટાતી જાય. વાસ્તવિક ઘટનાઓ હદયને તરત અસર કરે છે અને તે ઘટનાઓ જ્યારે મુનિચન્દ્રવિ.ની કલમે આલેખાય ત્યારે અંતરને અડ્યા વિના - ૨ડાવ્યા વિના રહેતી નથી. પૂ. ગુરુદેવ (પૂ. કલાપૂર્ણસૂરિજી)ને પણ થોડાક પ્રસંગો ગઈ કાલે સંભળાવ્યા. તેઓશ્રી પણ ગદ્ગદિત બની ગયા. - પં. કલ્પતરુવિજય પો.વ. 8, બાલવાડા (રાજસ્થાન) કહે કલાપૂર્ણસૂરિ-૩ મણિકાન્તભાઈ ઝવેરી પાસેથી મેળવ્યું. લલિતવિસ્તરાની અનુપ્રેક્ષામાં ભીંજાવાનું ભાથું મળ્યું. રવિવારીય સમૂહ પ્રવચન-માળાના અંશો નિહાળ્યા. એ પાવનીય નમનીય દેશ્યમાં સાક્ષાત્ તો હાજર નહોતા, પણ ઝલકનો અનુભવ મળ્યો. સંકલન અદ્દભુત કર્યું છે. બાંધવ-બેલડીના આ સુકતો ચિરંજીવ નજરાણા બની રહેશે. * મુનિ દેવરાસાર gjores ‘ભૂકંપમાં ભ્રમણ’ પુસ્તકમાં પ્રત્યક્ષ નિહાળેલ પ્રસંગોને શબ્દોમાં કંડારી અનિત્યાદિ ભાવનાઓ દ્વારા બિહામણા સંસાર-સાગરનું તાદેશ સ્વરૂપ ખડું કરેલ છે. કરુણતા, ખુમારી, ઉપગ્રાહિતા આદિ ગુણોને ખીલવવામાં આ પુસ્તક ખૂબ જ ઉપયોગી નીવડશે. * દલસુખભાઈ એફ. શેઠ સેક્રેટરી : જૈન સંઘ, ડીસા : તા. 2-2002 હમણાં હું દિલ્હી ગયેલો. ત્યાં કેન્દ્રીય મંત્રી કાશીરામ રાણાના ટેબલ પર આપનું પુસ્તક (ભૂકંપમાં ભ્રમણ) જોવા મળ્યું. મને ખૂબ જ આનંદ થયો. * રાજુભાઈ એન. કુબડીયા રાધનપુર આત્મ કથાઓ * 544