________________
પાંચ મિનિટમાં જ તમારે મરી જવાનું હોય તો તમે શું કરો ? નવકાર મંત્રમાં તલ્લીન બની જાવ. ખરુંને ? હું પણ નવકાર મંત્રમાં તલ્લીન બની ગયો. તમે કહેશો : પણ તમે તો બ્રાહ્મણ હતા. ગાયત્રી આવડે એ બરાબર, પણ નવકાર ક્યાંથી આવડવ્યો ?
હા... તો એ વાત હું કહેવાની ભૂલી ગયો. એક વખત જ્યારે હું જંગલમાં લાકડાં કાપવા ગયેલો ત્યારે મને એક જૈન મુનિ મળેલા, તેમણે મને નવકાર મંત્ર શીખવ્યો હતો. એ નવકાર હું હંમેશાં ગણતો હતો. નવકાર ગણતાં જ મારા બધા જ લેશો સાફ થઇ જતા. હું અત્યંત પ્રસન્નતા અનુભવતો.
અત્યારે તો મૃત્યુ સામે દેખાતું હતું. એટલે મેં મન એકદમ નવકારમાં પરોવી દીધું. નવકાર સિવાય હું બધું જ ભૂલી ગયો, અરે... મૃત્યુ પણ ભૂલી ગયો.
હવે મને યજ્ઞ-કુંડ પાસે લાવવામાં આવ્યો. અગ્નિ-કુંડમાં ભડ.. ભડ... કરતી જવાળાઓ આકાશને આંબી રહી હતી.
પણ હું તો નિર્ભય થઇ નવકારમાં ડૂબી ગયો હતો.
પંડાઓએ મને ઊંચકીને અગ્નિ-જ્વાળાઓમાં હોમી દીધો. પણ... આ શું? નવકારના પ્રભાવથી અદેશ્ય રીતે આવેલા દેવોએ મને સિંહાસન પર બેસાડી દીધો. અગ્નિજ્વાળા શાંત થઇ ગઇ. રાજા અને પંડાઓ ઊંધા માથે જમીન પર પટકાયા. રાજાના મોઢામાંથી લોહી વહેવા માંડ્યું.
ચમત્કાર ત્યાં નમસ્કાર ? નહિ... નમસ્કાર ત્યાં ચમત્કાર સર્જાયો.
સભામાં રહેલા બ્રાહ્મણો વગેરે મારા પગે પડ્યા અને મારી પૂજા કરવા લાગ્યા અને કહેવા લાગ્યા : “મહાત્મન્ ! કૃપા કરો અને રાજાને શુદ્ધિમાં લાવો.'
મેં નવકારથી પાણી મંત્રીને તેમના પર છાંટ્યું અને તેઓ શુદ્ધિમાં આવ્યા.
મેં ત્યારે એમ ન વિચાર્યું : જે લોકો મને મારવા તૈયાર થયા હતા તેમને જ હવે હું જાગૃત બનાવું ? ભલે રહ્યા તેઓ બેહોશ ! ભલે થયા
આત્મ કથાઓ • ૧૬
કરે લોહીનું વમન ! બદમાશોને એમના પાપોનું ફળ મળ્યું છે. ભલે એ ભોગવે !
નહિ... નવકારનો ગણનારો કદી આવા વિચારો ધરાવનારો નથી હોતો. એ તો સર્વ જીવોનું, પોતાના શત્રુઓનું પણ કલ્યાણ ચાહતો હોય છે. જે સર્વજીવોનો મિત્ર બને તેને જ નવકાર ફળે ! સર્વ જીવો સાથે સ્નેહની સરવાણી ન ફૂટે ત્યાં સુધી નવકાર કદી ફળતો નથી. નવકાર ગણનારાઓ કદી આ મહત્ત્વની વાત ન ભૂલે.
મારા પર પ્રસન્ન થયેલા શ્રેણિક મને પોતાનું રાજ્ય આપવા તૈયાર થઇ ગયા ત્યારે મેં કહ્યું : રાજન ! મારે બાહ્ય સામ્રાજ્ય નથી જોઇતું, આત્મ-સામ્રાજ્ય જોઇએ છે ને એ મેળવવા માટે સાધુ બનવું છે.
મારા આ જવાબને લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધો. ચોમેર મારા નામનો જય-જયકાર થવા લાગ્યો. પણ મને એ જયજયકારમાં કોઇ રસ હોતો. હું ધર્મધ્યાનમાં લીન બન્યો. એમાં લીનતા વધતાં મને જાતિસ્મરણ જ્ઞાન થયું.
પંચ મુઠીથી કેશ-લુંચન કરી, સાધુ-વેષ પહેરી સાધના કરવા હું ગામ બહાર સ્મશાનમાં જઇ કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભો રહી ગયો.
મારા સમાચાર સર્વત્ર ફેલાઇ ગયા હતા. મારા માતા-પિતા આવા સમાચાર મળતાં જ સ્તબ્ધ થઇ ગયા. રાજા કદાચ હવે સોનું લઇ લેશે તો ? - એ બીકે થોડું સોનું અંદરો-અંદર વહેંચી બીજું સોનું ધરતીમાં દાટી દીધું. કેવી સોનાની માયા? પોતાના પુત્રનો મહિમા જોઇ આનંદ થવો જોઇએ એની જગ્યાએ અહીં બીજું જ કાંઇ થઇ રહ્યું હતું.
મારી મા તો એકદમ વ્યાકુળ હતી. રાત્રે તેને ઊંઘ પણ ન આવી. જ્યાં સુધી અમર જીવતો છે, ત્યાં સુધી મને ચેન નહિ પડે - આવા ભયંકર વિચારો સાથે, હાથમાં છરી લઇ એ મારી પાસે આવી પહોંચી. મારા શરીરના ટુકડે-ટુકડા કરી નાખ્યા. જે જનેતાએ આ દેહને જન્મ આપ્યો હતો એ જ જનેતા આજે ટુકડે-ટુકડા કરી રહી હતી. સંસારમાં આથી વધુ બીજી કઈ વિચિત્રતા હોઇ શકે ? પણ... ટુકડા દેહના થાય... આત્માના થોડા ટુકડા થાય છે ? મારો
આત્મ કથાઓ • ૧૭