________________
(20) કેટલીક ઘટનાઓ
ધોયા વિના એના પર ધર્મનો કેસરીયો રંગ ચડે શી રીતે ?
મેં ગુરુદેવ સમક્ષ આ વાત પ્રગટ કરી અને પ્રાયશ્ચિત માગ્યું. ગુરુદેવે કહ્યું : આના પ્રાયશ્ચિતરૂપે તારે પિતાજીના નામથી ભવ્ય જિનમંદિર બંધાવવું તથા ૩૨ દાંતની શુદ્ધિ માટે ૩૨ જિનાલયો બંધાવવા.
મેં પૂજ્યશ્રીની વાતને વધાવી લીધી. પિતાજીના નામથી ‘ત્રિભુવનપાળ વિહાર' નામનું જિનમંદિર બંધાવ્યું. જેની વાત હું પહેલાં કરી ગયો છું તથા ૩૨ દેરીઓવાળું ‘કુમાર (કુમાર વિહાર) વિહાર બંધાવવાનું શરૂ કર્યું. - કુમાર વિહાર બંધાવવા મંત્રી બાહડનું મંદિર જ્યાં હતું એ જગ્યા મને અનુકૂળ લાગી. મેં એ જગ્યા માંગી. મંત્રીએ પ્રેમથી આપી. બાહડ મંત્રીએ જ ‘કુમારવિહાર' બંધાવવાની જવાબદારી ઉપાડી લીધી. બાહડ મંત્રીએ બાહડ વંશના શેઠ ગર્ગના પુત્રોને દેખરેખ માટે નીમી દીધા. જોતજોતામાં એ મંદિર તૈયાર થઇ ગયું. બેનમૂન બન્યું હતું એ મંદિર ! જાણે સ્વર્ગમાંથી ઊતરેલું દેવવિમાન !
ચારે બાજુએ સાત હાથની ઊંચાઇવાળી ૩૨ દેરીઓ હતી. તેમાં ૨૪ તીર્થકરો, ૪ શાશ્વત જિન અને ૪ રોહિણી, સમવસરણ, ગુરુપાદુકા તથા અશોકવૃક્ષ પ્રતિષ્ઠિત કર્યા. મૂળનાયક માટે નેપાળથી મંગાવેલ ચંદ્રકાન્ત મણિમાંથી શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ તૈયાર કરાવી. બધાની ગુરુદેવના હાથે ભવ્ય મહોત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરાવી.
ચંદ્રકાન્ત મણિની પ્રતિમામાંથી દર પૂનમની રાત્રે અમી ઝરવા લાગ્યા. એ અમીના પ્રભાવથી લોકોના આંખની પીડા વગેરે રોગો નાશ પામવા લાગ્યા. દર પૂર્ણિમાએ મંદિરમાં ગજબનો ધસારો થતો.
આ ‘કુમાર વિહારમાં મંત્રી આંબડે પણ આદિનાથ પ્રભુની ચાંદીની પ્રતિમા સ્થાપિત કરી હતી.
ઘેબર ખાતાં જે માંસનો સ્વાદ યાદ આવ્યો તેના પ્રાયશ્ચિત્તરૂપે બે સુવિશાળ જિનાલયો અસ્તિત્વમાં આવ્યા : ૭૨ દેરીવાળું ‘ત્રિભુવનપાળ વિહાર' અને ૩૨ દેરીવાળું ‘કુમાર વિહાર” !
ત્યારપછી મેં ઘેબર જીવનમાં કદી ખાધા નથી. જેનાથી પાપનું સ્મરણ થાય એવા નિમિત્તોથી દૂર રહેવામાં જ ભલાઈ છે. ખરુંને ?
તમે હવે કદાચ મારું બહુ લાંબુ લચક જીવન વાંચીને થાકી ગયા હશો તો કદાચ કહેશો : રાજનું ! તમારા જીવન દરમ્યાન બનેલી કેટલીક ઐતિહાસિક ઘટનાઓ અમને સંક્ષેપમાં ન કહી શકો ?
હવે હું સંક્ષેપમાં કેટલીક ઘટનાઓનો ઉલ્લેખ માત્ર કરું છું.
વીરધવલના પિતા લવણપ્રસાદનું નામ તો તમે સાંભળ્યું હશે ? એ લવણપ્રસાદનો જન્મ મારી વિદ્યમાનતામાં થયેલો. મારા માસીયાઇ ભાઇ ભીલડિયાના સામંત આનાકને ત્યાં એનો જન્મ થયેલો. એનું ત્યારનું નામ તો હતું : લૂણપાક. પછીથી એ ‘લવણપ્રસાદ' તરીકે પ્રસિદ્ધ થયો. તે વખતની તેની ચેષ્ટાના આધારે મેં ભવિષ્યવાણી કરેલી કે - આ ‘લૂણપાકે ગુજરાતનો રાજા થશે, પણ અણહિલપુર પાટણનો નહિ.' તમને આ ઇતિહાસમાં રસ હોય તો ખ્યાલ હશે કે લવણપ્રસાદ વીરધવલ વગેરે પાટણના નહિ, પણ ધોળકાના રાણા બન્યા હતા.
હું કાંઇ જ્યોતિષ જાણતો ન્હોતો, પણ મારી કોઠાસૂઝથી ભવિષ્યનું આછું દર્શન કરી શકતો. એને તમે કાન્તર્દષ્ટિ, વિચારપ્રૌઢતા કે કોઠાસૂઝ કહી શકો છો. • વિ.સં. ૧૨૦૮માં મેં સાતેય વ્યસનોનો ત્યાગ કર્યો ને રાજ્યમાં
પણ ત્યાગ કરાવ્યો. વિ.સં. ૧૨૦૮માં વડનગરનો કિલ્લો બંધાવ્યો. તેની પ્રશસ્તિ કવિશ્રી શ્રીપાલ પાસેથી રચાવી. અઢારેય દેશમાં અમારિ પ્રવર્તનનું ફરમાન બહાર પાડયું. આ માટે તમે રત્નપુર, કિરાડુ, લાટહૂદ, શિઓની વગેરે સામંતોના વિ.સં. ૧૨૦૯, ૧૨૧૧, ૧૨૧૨ના શિલાલેખો જોશો એટલે ખ્યાલ આવશે કે પ્રાણી-વધનો નિષેધ કેટલો વ્યાપક અને મજબૂત હતો. વિ.સં. ૧૨૦૮માં ૧૦૦ વર્ષની ઉંમરવાળા મહામાન્ય ઉદાયનને મોકલી સૌરાષ્ટ્રના બહારવટીયા સુંવરને દબાવ્યો હતો. આ યુદ્ધમાં
હું કુમારપાળ • ૪૫૧
આત્મ કથાઓ • ૪૫૦