________________
મેં જોરથી ઘુમાવી લક્ષ્મણ તરફ ફેંક્યું ! પણ આશ્ચર્ય ! આ દાવ પણ મારો નિષ્ફળ ગયો. તે ચક્ર લક્ષ્મણની છાતીમાં ધારવાળી બાજુથી નહિ, પણ ચાં અથડાયું. લક્ષ્મણે તરત જ તે હાથમાં પકડી લીધું. જોરથી ઘુમાવીને મારા પર જ છોડ્યું ! મારું ચક્ર જ મારા પ્રાણ લેવા આવી પહોંચ્યું ! મેં તેને રોકવા ઘણા ધમપછાડા કર્યા, પણ ચક્ર તો ધસમસતું આવી જ પહોંચ્યું ! એક જ ક્ષણમાં મારું માથું કપાઇને ધરતી પર પડ્યું. ભયંકર વેદના સાથે મારું ધડ પણ ધરતી પર ઢળી પડ્યું. તે જ ક્ષણે મરીને હું નરકમાં ચાલ્યો ગયો. મારા જેવા રૌદ્રધ્યાનીની સારી ગતિ ક્યાંથી હોય? કરુણાતિતાપૂર્વક મારા જીવનનો અધ્યાય પૂરો થયો. મારું જીવન સંદેશો આપે છે કે – ઉન્માર્ગે ચાલશો તો અઢળક શક્તિ અને અપાર પુણ્ય હોવા છતાં કમોતે મરવું પડશે ને અપયશનો ટોપલો વહોરવો પડશે.
ભરત પણ આ કામ માટે વિમાનમાં બેઠો. ભરતે દ્રોણધન પાસે વિશલ્યાની માંગણી કરી. દ્રોણધને લક્ષ્મણ સાથે લગ્નપૂર્વક એક હજાર સ્ત્રીની સાથે વિશલ્યા ભરતને સોંપી. ભામંડલે ભરતને અયોધ્યામાં મૂકી પરિવાર સાથે વિશલ્યાને વિમાનમાં સાથે લીધી. ઝગારા મારતું દૂરથી વિમાન આવી રહ્યું હતું ત્યારે રામના સૈનિકોને લાગ્યું : વાત હાથમાંથી ગઇ. સૂર્યોદય થતો લાગે છે. વિમાનના તેજમાં તેમને સૂર્યોદયનો ભ્રમ થયો, પણ વિમાન જ્યાં નજીક આવ્યું ત્યાં તરત જ ભ્રમ ભાંગી ગયો. વિશલ્યાએ મૂચ્છિત લક્ષ્મણને જ્યાં હાથ લગાડ્યો ત્યાં જ શકિત ભાગી છૂટી ! જાણે લાકડી મારતાં નાગણ ભાગી ! વિશલ્યાના સ્નાનના પાણી વડે લશ્કરના બીજા સૈનિકોને પણ શલ્યમુક્ત કરવામાં આવ્યા. અહીં મારે રામના એક વિશિષ્ટ ગુણનો ખાસ ઉલ્લેખ કરવો પડશે. આ વખતે રામે કહ્યું : આ પાણી વડે કુંભકર્ણ વગેરે શત્રુ-સૈન્યને પણ શલ્યમુક્ત રોગમુક્ત બનાવો. ઓહ ! રામના હૈયે કેવી ઉદારતા હતી ? ક્યાં હું ને ક્યાં રામ ? પરંતુ રામને જણાવવામાં આવ્યું કે કુંભકર્મ વગેરેએ તો વૈરાગ્યવાસિત બની તે જ વખતે જાતે જ દીક્ષા લઇ લીધી છે. ઓહ ! એમ વાત છે? તો તો એ બધાને છોડી મૂકો. હવે એ આપણા બંદી નથી. એ તો વંદનીય મહાત્મા છે. રામના આવા આદેશથી કુંભકર્ણ વગેરેને છોડી મૂકવામાં આવ્યા.
લક્ષ્મણે એક હજાર કન્યાઓ અને વિશલ્યા સાથે લગ્ન કર્યા.
મને આ બધા સમાચાર મળી ચૂક્યા હતા, પણ હજુ હું આશાવાદી હતો. ગમે તે રીતે મને જીત તો મળશે જ. આવા ખ્યાલમાં હું રાચી રહ્યો હતો. સવાર થતાં જ હું યુદ્ધ માટે નીકળી પડ્યો. અપશુકનો ડગલેપગલે થતા હતા. પણ એમ અપશુકનથી ડરીને બેસી જાઉં તો રાવણ શાનો ? હું તો હિંમતપૂર્વક નીકળી જ પડ્યો. યુદ્ધ મેદાનમાં હું અને લક્ષ્મણ સામસામે જંગે ચડ્યા. હું નવા નવા શસ્ત્રો તેના તરફ ફેંકતો રહ્યો ને તે સફળતાપૂર્વક દરે ક શસ્ત્રને નિષ્ફળ બનાવતો રહ્યો. આ જોઇને મારો ગુસ્સો વધતો જતો હતો. હવે હું બહાવરો બન્યો હતો. સૌથી છેલ્લે શસ્ત્ર મેં યાદ કર્યું - ચક્ર ! યાદ કરતાં જ તે મારા હાથમાં આવી પડ્યું!
આત્મ કથાઓ • ૪૯૬
આત્મ કથાઓ • ૪૯૭