________________
(૫૮) હું કાવિઠક
મારું નામ દ્રાવિડ. મારા પિતાજીનું નામ દ્રવિડ હતું એટલે મારું નામ દ્રાવિડ પડ્યું. મારા નાના ભાઇનું નામ વારિખિલ.
એક દિવસ પિતાએ સંસારનો ત્યાગ કરી સાધનાનો માર્ગ સ્વીકાર્યો. અમે બંને ભાઇઓ રાજ્ય માટે ઝગડી ન પડીએ માટે મારા પિતાએ સંસાર-ત્યાગ પહેલાં જ બધી વ્યવસ્થા કરી દીધી હતી. મિથિલાનું રાજ્ય મને આપ્યું અને એક લાખ ગામોનું રાજ્ય નાના ભાઇ વારિખિલને આપ્યું. પિતાજીને એમ કે આ રીતે વિભાગીકરણ કરવાથી બંને સંપીને રહેશે. કોઇને ઓછું-વધુ મળ્યું તેવી બળતરા નહિ થાય, પણ ધાર્યું કોઇનું થયું છે ? મારા પિતાજીની આશા ઠગારી નીકળી. આખરે થવાનું હતું તે થઇને જ રહ્યું. અમારા બંને વચ્ચે ઇર્ષ્યાના તણખા ઝરવા લાગ્યા. નાના હતા ત્યારે અમે બંને પ્રેમથી રહેતા હતા, ઇર્ષ્યા કોને કહેવાય, તે પણ જાણતા ન્હોતા, હા... ક્યારેક ઝગડી પડતા... પણ પાછા પ્રેમથી સાથે રમવા પણ મંડી જતા. ત્યારે અમારું નિર્દોષ જીવન હતું...પણ જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ ખોટા થતા ગયા. પ્રેમ, સરળતા, નિર્દોષતા વગેરેના સ્થાને ઇર્ષ્યા, લુચ્ચાઇ, મલિનતા વગેરે દોષો સ્થાન લેતા ગયા. જો કે મારે નિખાલસતાથી કહેવું જોઇએ કે સૌ પ્રથમ ઇષ્ય મારામાં પેદા થઇ. વારિખિલ ગુણીયલ પુરૂષ હતો. એથી એના ગુણગાન ચારેબાજુ ગવાવા લાગ્યા. એમાંય એ જ્યારે મિથિલા આવે ત્યારે લોકોના ટોળે-ટોળા એને જોવા ઉમટે. મારાથી આ સહન ન થયું. મારી મિથિલામાં મારા કરતાં વધુ માન કોઈ મેળવી જાય એ મારા ઇર્ષાળુ જીવને પસંદ ન પડ્યું.
એક વખતે તો હકડેઠઠ ભરેલા રાજદરબારમાં વારિખિલનું મેં જોરદાર અપમાન કરી દીધું. એને સ્પષ્ટ કહી દીધું. વારિખિલ ! આ મિથિલા મારી છે. અહીં આવવાનો તને કોઇ હક્ક નથી. શા માટે વારેઘડીએ કૂતરાની જેમ અહીં હાલ્યો આવે છે ? તારા રાજ્યમાં રહેવાની જગ્યા નથી ? બસ... થઇ રહ્યું. વારિખિલને ઝાળ લાગી ગઈ. એણે
તો તરત જ ચાલતી પકડી. કોઇ પણ સ્વમાની પુરૂષ પોતાનું માન ઘવાય ત્યાં શી રીતે રહી શકે ? જરાક અપમાન થતાં જ સિંહ, હાથી અને સજ્જન નીકળી જાય છે જ્યારે કાગડા, કૂતરા અને દુર્જનો હજારો અપમાન થયા છતાં નીકળતા નથી. મારો ભાઇ પૂરો સ્વમાની હતો. એના રોમ-રોમમાં ગુસ્સાની આગ ફેલાઇ ગઇ. ભર દરબારમાં મારું અપમાન ? હવે હું દ્રાવિડને પણ જોઇ લઇશ. એ ચાલ્યો ગયો... પણ લોકોમાં તો ઊલટી મારી જ વધુ નિંદા થવા માંડી. હા... મારી સામે કોઇ નિંદા કરતું નહિ, પણ પરોક્ષમાં તો મારી ભરપેટ નિંદા થતી. થાય જ ને ? નાના ભાઇને હડધૂત કરી નાખનારને કોણ વખાણે ?
હવે હું વારિખિલની તમામ પ્રવૃત્તિઓ તરફ ચાંપતી નજર નાખવા લાગ્યો. મને શંકા હતી કે વારિખિલ કાંઇ ઊંધું ચતું ન કરે. આખરે મારી શંકા સાચી નીકળી. એણે મારી સાથે લડવાની જોરદાર તૈયારીઓ કરવા માંડી છે - એવા સમાચારો મને મળવા લાગ્યા. પણ હુંયે ક્યાં કમ હતો ? એ જો શેર ઝગડો કરે તો હું સવા શેર ઝગડો કરવા તૈયાર હતો. વારિખિલ સૈન્ય લઇને મારા પર ચડાઇ કરવા આવે એના કરતાં હું જ એના પર ચડાઇ ન કરું ? હું વિશાળ સૈન્ય લઇ વારિખિલ સામે લડાઇ કરવા ચાલ્યો. મારા સમાચાર વારિખિલને પણ મળી જ ગયા હતા. એ પણ ક્યાં ઓછો હતો ? આખરે ભાઇ તો મારો જ હતો ને ? એણે પણ સૈન્ય સાથે મારી સામે લડાઇ કરવા પ્રયાણ આરંવ્યું. રસ્તામાં અમારા બંનેના સૈન્યો સામસામે આવ્યા. લડાઈ માટે પાંચ યોજનનું વિશાળ મેદાન અમે પસંદ કર્યું. જોત-જોતામાં ખૂંખાર જંગનો આરંભ થઇ ગયો. તલવારો સામે તલવારો ને ભાલાઓ સામે ભાલાઓ વીંઝાવા લાગ્યા. તલવારો, બાણો અને ભાલાઓથી ધડાધડ ડોકાઓ કપાવા માંડ્યા. લોહીની નદીઓ વહેવા માંડી ને તેમાં મડદાઓ ને કપાયેલા માથાઓ તરવા લાગ્યા. પેલી નરકની વૈિતરિણી તો કોણે જોઇ છે? અમે તો અહીં જ વૈતરિણી ખડી કરી દીધી ! દેશ્યો તો એવા ભયંકર હતા કે ભલભલાના છાતીનાં પાટિયાં બેસી જાય.... વિચારકને વૈરાગ્ય આવ્યા વિના રહે નહિ. પણ અમારો વિચારનો દીવો ઓલવાઇ ગયો હતો. અમારા મનમંદિરમાં અહંકારનો અંધકાર પથરાઇ
આત્મ કથાઓ • ૪૯૯
આત્મ કથાઓ • ૪૯૮