________________
ચંડપ્રદ્યોતને મારી મુત્સદગીરીનો હવે ખ્યાલ આવી ગયો. એ વિલખો પડી ગયો ! એનું મોટું કાળું થઇ ગયું ! જાણે ફળ-ભ્રષ્ટ થયેલો વાંદરો !
પણ એમ એ કાંઇ ગાંજ્યો જાય તેવો ન હતો. કૌશાંબીની આસપાસ તેણે પોતાનું લશ્કર ગોઠવી દીધું. મેં કિલ્લા પર સુભટોને ગોઠવી દીધા. કિલ્લા પરથી સુરક્ષાપૂર્વક મારા સુભટો ચંડપ્રદ્યોતના સૈન્ય પર પ્રહાર કર્યે જતા હતા.
આમ કેટલીય વખત વીતી ગયો.
એક વખત મને વિચાર આવ્યો : રે જીવ ! જીવન તો આમ ને આમ વહી જશે.. આ જીવન શું એમ ને એમ એળે જવા દેવું છે ? આયુષ્ય કેટલું ક્ષણભંગુર છે ? નજરની સામે જ પતિદેવ પરલોક ચાલ્યા ગયા. જમનું તેડું ક્યારે આવે. શો ભરોસો? ભગવાન શ્રી મહાવીરસ્વામી હજુ પૃથ્વી તટ પર વિહરી રહ્યા છે. તો શા માટે એમના ચરણોમાં સમર્પિત બની મારા જીવનને સફળ ન બનાવું? પણ હું કમભાગી છું કે કિલ્લામાં પૂરાયેલી છું. આ કિલ્લામાંથી તો હવે ભગવાન જ બહાર કાઢી શકે.
અને બીજા જ દિવસે ભગવાન શ્રી મહાવીર સ્વામી કૌશાંબીના પાદરે સમવસર્યા. મનોરથની સાથે જ મને પ્રાપ્તિ થઇ ગઇ. આપણે પ્રભુને સાચા હૃદયથી સમરીએ તો પ્રભુ આવે જ. પ્રભુ સામે આપણે એક ડગલું ભરીએ તો પ્રભુ આપણી સામે નવ્વાણું ડગલાં ભરતાં આવે જ. ભક્ત જ પ્રભુને ઝંખે છે એવું નથી. ભગવાન પણ ભક્તને ચાહે છે, શોધે છે.
મારા મનોરથને જાણીને જ ભગવાન કૌશાંબીમાં આવ્યા હતા.
ભગવાનના પદાર્પણના સમાચાર મળતાં જ હું નિર્ભય બની ગઇ. પ્રભુ સ્વયં નિર્ભય છે - બીજાને પણ નિર્ભય બનાવે છે. માટે જ પ્રભુ ‘અભયના દાતા' કહેવાય છે.
કિલ્લાના દરવાજા ખોલી હું ઠાઠમાઠપૂર્વક ભગવાનને વાંદવા ચાલી. ચંડપ્રદ્યોત પણ આવ્યો. હા... એ પણ મારી જેમ ભગવાનનો ભક્ત હતો !
અમે બંને ભગવાનના સમવસરણમાં હતા... પણ કોઇ ઉપદ્રવ નહિ, કોઇ અનિચ્છનીય પ્રસંગ બન્યો નહિ. ભગવાનનો આ જ તો પ્રભાવ
આત્મ કથાઓ • ૪૬
છે. એમની હાજરી માત્રથી જ બધા જ ઉપદ્રવો ઊભી પૂંછડીએ ભાગી છૂટે. સૂર્ય હોય ત્યાં અંધકાર ન હોઈ શકે. પ્રભુ હોય ત્યાં ઉપદ્રવ ન હોઈ શકે.
દેશનામાં ભગવાને વિષય-વાસનાની ભયંકરતા સમજાવી, એક પુરુષે ભગવાનને પ્રશ્ન પૂછ્યો : ‘યા સા ?” ભગવાને કહ્યું : “સા સા.”
| ‘થાસા સાસા' નો અર્થ ગૌતમસ્વામીએ પૂછ્યો - ત્યારે ભગવાને પૂછનારનો પૂર્વભવ બતાવ્યો.
ચંપાનગરીનો સ્ત્રીલંપટ સોની ૫૦૦ સ્ત્રીઓનો પતિ હતો. વસ્ત્ર, ભૂષણ વગેરે બાબતમાં અતિશય કનડગતથી ત્રાસેલી સ્ત્રીઓએ એકવાર તેની ગેરહાજરીમાં સુંદર વસ્ત્રાદિના પરિધાન કર્યા. આથી અચાનક આવી પહોંચેલા ક્રોધાંધ સોનીએ એક સ્ત્રીને મારી નાખી. આથી ક્રોધે ભરાયેલી ચારસો નવાણું સ્ત્રીઓએ અરીસાઓના પ્રહારથી સોનીને મારી નાખ્યો. પછી પશ્ચાત્તાપ કરતી સ્ત્રીઓએ અગ્નિસમાધિ લીધી. અકામ-નિર્જરાથી તેઓ (૪૯૯) પુરુષ બન્યા અને જંગલમાં લૂંટારા બન્યા. પેલી સ્ત્રી બ્રાહ્મણને ત્યાં પુરુષ રૂપે જન્મી ને પેલો સોની એની નાની બેનરૂપે જમ્યો.
એક વખત નાની બેન રડતી હતી ત્યારે ભાઇનો હાથ અચાનક જ ગુહ્યાંગ તરફ જતાં તે શાંત થઇ ગઇ. હવે તે રડતી બંધ કરવા આમ સદા કરવા લાગ્યો. માતા-પિતાને ખબર પડતાં તેને ઘરમાંથી હાંકી કાઢ્યો. ૪૯૯ સાથે ભળી જઇ એ પણ લુંટારો બન્યો..
યુવાવસ્થામાં કુલટા બનેલી તે સ્ત્રીને લુંટારાઓએ પોતાની પત્ની બનાવી. પ00 વચ્ચે એક જ તે પત્ની બની ! ઇર્ષાળુ એટલી કે બીજી આવેલી સ્ત્રીને કૂવામાં ધક્કો મારી, મારી નાખી.
આથી શંકિત બનેલા પેલા બ્રાહ્મણે મને પૂછ્યું : શું તે મારી બેન છે ? મેં કહ્યું : હા.. તે જ છે.
આ સાંભળીને તે બ્રાહ્મણ - પુત્રે વૈરાગ્ય પામી દીક્ષા લીધી અને પલ્લીમાં જઇ ચારસો નવ્વાણું લુંટારાઓને પણ પ્રતિબોધ આપી દીક્ષા આપી.
આત્મ કથાઓ • ૪૭