________________
કેવળજ્ઞાનના પ્રકાશમાં મેં જોયું કે મારા ગુરણીજીની પાસેથી કાળો સાપ પસાર થઇ રહ્યો છે. મેં હાથ જરા સંથારાની અંદર મૂક્યો.
ઝબકીને જાગેલા મારા ગુરુણીજીએ હાથને અડવાનું કારણ પૂછ્યું ત્યારે મેં સત્ય વાત જણાવી.
ગુરુણીજીએ પૂછ્યું : “આવા અંધારામાં કાળો સાપ તને શી રીતે દેખાયો? તને કોઇ જ્ઞાન થયું છે કે શું? કયું જ્ઞાન થયું છે? પ્રતિપાતી કે અપ્રતિપાતી ?”
મેં કહ્યું : ‘અપ્રતિપાતી.'
બસ... થઇ રહ્યું. મારા ગુરુણી પણ એવા પશ્ચાત્તાપની ગંગામાં ઝીલવા લાગ્યાં કે એમને પણ કેવળજ્ઞાન થઇ ગયું.
મળેલી કિંમતી ચીજ સૌ પ્રથમ ગુરુ-ચરણે ધરવી જોઇએ - એ નિયમનું અહીં સહજ રીતે પાલન થઇ ગયું હતું.
કામાંધતાની ભયંકરતા પ્રભુએ આબેહૂબ દર્શાવી. દેશનાના અંતે મેં કહ્યું : “પ્રભુ ! ચંડપ્રદ્યોતની આજ્ઞા મેળવીને હું પણ દીક્ષા લઇશ.”
પછી મેં ચંડપ્રદ્યોત પાસે જઈને કહ્યું : “તમારી સંમતિ હોય તો મારે દીક્ષા લેવી છે. મારો પુત્ર તો મેં તમને સોંપી જ દીધો છે.”
ભગવાનના પ્રભાવથી ચંડપ્રદ્યોતનું વૈર શાંત થઇ ગયું હતું. તેણે મારા પુત્ર ઉદયનને કૌશાંબીનો રાજા બનાવ્યો અને મને દીક્ષાની રજા આપી. અંગારવતી આદિ આઠ સ્ત્રીઓ સાથે મેં પ્રભુ પાસે દીક્ષા લીધી.
સાધ્વી પ્રમુખા આર્યા ચંદનબાળાની હું શિષ્યા બની. અધ્યયન, સેવા આદિમાં હું લયલીન બની ગઈ. સંસારમાં કદી હોતો આવ્યો એવો આનંદ મને સંયમ જીવનમાં પ્રત્યેક પળે આવવા માંડ્યો.
કેટલાક વર્ષો પછી ભ. શ્રી મહાવીરદેવ સાથે હું ફરી કૌશાંબીમાં આવી.
એક દિવસે સૂર્ય-ચન્દ્ર પોતાના મૂળ વિમાન સાથે પ્રભુના દર્શનાર્થે આવેલા... હું સમવસરણમાં બેસી રહી. મારાં ગુણી ચંદના તો સમય થતાં ચાલ્યા ગયાં, પણ મને કોઇ ખ્યાલ રહ્યો નહિ. કારણ કે સૂર્યચન્દ્રના કારણે ચારે તરફ અજવાળું-અજવાળું હતું. સૂર્ય-ચન્દ્ર ચાલ્યો જતાં એકદમ અંધારું થઇ જતાં હું હાંફળી-ફાંફળી થતી જલદી-જલ્દી મુકામે આવી.
મારાં ગુરુણીજીએ મને શાંતભાવે ઠપકો આપતાં ફક્ત એટલું કહ્યું : “તમારા જેવા કુલીનને આટલું મોડું આવવું ન શોભે !”
બસ... થઇ રહ્યું. મને જોરદાર ઝાટકો લાગ્યો. અરેરે... મારા માટે થઇને ગુણીજીને આટલું બોલવું પડે ? હું કેવી પ્રમાદી ? કેવી અવિનીત ? ક્યારે મારું કલ્યાણ થશે ? - હું પશ્ચાત્તાપની ધારામાં વહેવા લાગી. પશ્ચાત્તાપની મારી ધારા એવી તીવ્ર બની કે એમાં મારા બધા જ ઘાતી કર્મો તણાઇ ગયા. મારી અંદર અનંત શક્તિનો વિસ્ફોટ થયો. જેના માટે હું બધી સાધના કરતી હતી તે કેવળજ્ઞાને આવીને મારા કંઠે વિજયમાળા પહેરાવી. હું કેવળજ્ઞાની બની ગઇ. મારાં ગુરુણીજી હજુ છાસ્થ હતાં અને હું કેવળી બની ગઇ !
આત્મ કથાઓ • ૪૮
આત્મ કથાઓ • ૪૯