________________
કે એની સંવેદના આપણામાં ધબકવા લાગે. એની વેદના આપણી બને ! એનો તરફડાટ આપણો બને ! એનું દુઃખ આપણું બને ! જો આવી રીતે મેં પહેલાં કદીક જોયું હોત તો શિકાર ક્યારનોય બંધ થઇ ગયો હોત ! પણ એવી રીતે જોવા માટે પણ પુણ્ય જોઇએ ને ? માત્ર આંખોથી દેશ્ય જોવું એક વાત છે ને તેમાં હૃદય પરોવીને જોવું તદ્દન બીજી જ વાત છે. એક વાત તમને કહું? તમે સિનેમા પણ જુઓ છો અને ભગવાનની મૂર્તિ પણ જુઓ છો. સિનેમાના દેશ્ય જોતી વખતે તમે હૃદય લગાવીને જુઓ છો, પણ મૂર્તિ જોતી વખતે કદી હૃદય લગાવ્યું ? એકવાર હૃદય લગાવીને જુઓ તો ખરા ! પ્રતિમા સાથે થોડા તદાકાર બનો તો ખરા ! સહ-અનુભૂતિનો ખરો અર્થ સમજાશે. પ્રભુની પ્રશાન્તવાહિતા તમારા હૃદયમાં વહેવા લાગશે. પ્રભુનો આનંદ તમારા અસ્તિત્વમાં ઊતરવા લાગશે. નહિ સમજતા કે આ મૂર્તિ છે... મૂર્તિ તો માત્ર માધ્યમ છે. મૂર્તિના માધ્યમથી સાક્ષાત્ પરમાત્મા રહેલા છે. મૂર્તિના સહારે અરૂપી ભગવાને રૂપ ધારણ કર્યું છે. પણ એ બધું માત્ર તમારી આંખો જોશે તો નહિ સમજાય, હૃદય જોશે તો જ સમજાશે.
હું આગળ ચાલ્યો, પણ એ દેશ્ય મારી આંખ સામે રમવા જ લાગ્યું.
થોડે દૂર જતાં મેં જોયું કે કોઈ મહાત્મા વૃક્ષ નીચે ઊભા હતા. આવા જંગલમાં, જ્યાં સિંહ અને વાઘની ગર્જનાઓ સંભળાઇ રહી હતી, ત્યાં એકાકી મહાત્માને જોઇને હું અચંબામાં પડી ગયો : ‘એકલા આ મહાત્મા અહીં શું કરતા હશે ? શું એમને કોઇ ભય નહિ લાગતો હોય ?”
‘મહાત્મનું ! આ જંગલમાં એકલા-એકલા શું કરી રહ્યા છો ?' ‘આત્મ-કલ્યાણ કરી રહ્યો છું.' ‘મારે પણ આત્મ-કલ્યાણ જ કરવું છે. મને પણ એ શીખવાડો ને !'
મારી આ વિનંતીના જવાબરૂપે મુનિશ્રીના મુખ-હિમાલયમાંથી ઉપદેશ-ગંગા વહેવા લાગી : “મહાનુભાવ ! આ જન્મ કેવલ આત્મકલ્યાણ માટે મળેલો છે, પણ મૂઢ જીવો આ પરમાર્થ જાણી શકતા નથી.. અને એમને એમ જન્મ ગુમાવી બેસે છે. અર્થ અને કામ પાછળ જ આ જિંદગી ગાળી દેવી એ તો કાગડાને ઊડાડવા ચિંતામણી ફેંકી દેવા જેવી
કે કોલસા બનાવવા ચંદનના લાકડા બાળવા જેવી વાત છે. આ જન્મ તો મોક્ષ મેળવવા ને તે માટે સંપૂર્ણ ધર્મારાધના કરવા માટે મળ્યો છે ને એની સંપૂર્ણ સાધના સાધુ-જીવન વિના શક્ય નથી. સાધુનું જીવન એટલે સંપૂર્ણ સ્વતંત્રતા ! જેટલી સાધના કરવી હોય તેટલી કરો. કોઇ રોકનાર નહિ. સંસારની કોઈ ઝંઝટ નહિ.”
| મુનિશ્રીનો ઉપદેશ મારા હૃદયમાં વજાક્ષરે કોતરાઇ ગયો અને મેં દીક્ષા લેવાનું નક્કી કરી લીધું. દીક્ષા જ લેવી છે તો વિલંબ શાનો ? એક પળનો ભરોસો પણ શો ? કોઇને પૂછવાની જરૂર પણ શી ?
...ને મેં એ વિચાર તરત અમલમાં પણ મૂકી દીધો. આખરે ક્ષત્રિય બચ્ચો ખરો ને ! થોડી જ ક્ષણોમાં શિકારી એવો હું અવિકારી મુનિ બની ગયો. કમે સૂરા તે ધમ્મ સૂરા !
દીક્ષા સ્વીકારીને હું એકદમ તપ-સાધનામાં મંડી પડ્યો. તપના પ્રભાવે મને અનેક લબ્ધિઓ ઉત્પન્ન થઇ.
તપથી કર્મની નિર્જરા થાય છે, આત્મા બળવાન બને છે, સત્ત્વ વૃદ્ધિ પામે છે, આથી સહજરૂપે અનેક લબ્ધિઓ ઉત્પન્ન થાય છે.
અનેક દેશ-પ્રદેશમાં ભ્રમણ કરતો હું એક વખતે ફરી એ જ જંગલમાં આવ્યો. એક વૃક્ષ નીચે રહીને હું કાયોત્સર્ગમાં લીન હતો. ત્યાં એક જંગલી ભીલનો છોકરો આવ્યો ને મને જેમ તેમ ગાળો બોલવા લાગ્યો. સામાન્ય રીતે કોઇ પણ યુવાન કે બાળક મારી પાસે આવતા તો હાથ જોડતા, પણ આ છોકરો તો હાથ જોડવાને બદલે ગાળો જ આપવા લાગ્યો. નિષ્કારણ ગાળો આપતા છોકરાને જોઇ આશ્ચર્યમાં પડી ગયો : ‘આનું મેં એવું તે શું બગાડ્યું છે ? ખેર, ભલે એ ગાળો આપે. મારે શું? એની ગાળો એની પાસે રહેવાની. ગાળોથી ગુમડા થોડા થાય છે ?' પણ... એ તો ગાળોથી ન અટકતાં એથી પણ આગળ વધ્યો. લાકડી લઇને મને મારવા લાગ્યો. થોડીવાર તો મેં સહન કર્યું... પણ સહન કરવાની હદ હોય ને ? ગમે તેટલા શાંત માણસને પણ બહુ ચીડવો તો એ ગુસ્સે ભરાઇ જાય. ચંદન ગમે તેટલું ઠંડું હોય પણ બહુ ઘસો તો એમાંથી પણ આગ પ્રગટે.
પરકાય - પ્રવેશ • ૧૯૧
આત્મ કથાઓ • ૧૯૦