________________
-
(૨૬) હું ત્રિવિક્રમ
હું ત્રિવિક્રમ નામે રાજા હોવા છતાં રાજ્ય ચલાવવા કરતાં મને શિકારનો ઘણો જ શોખ હતો.
એક વખતે હું જંગલમાં જઇ રહ્યો હતો અને એક પક્ષીનો અવાજ મારા કાને પડ્યો. મને લાગ્યું : આજે શિકાર કરવામાં મજા નહિ આવે. આ પક્ષીએ અપશુકન કર્યા. આજનો દિવસ બગાડી નાખ્યો. શિકાર વિના આનંદ કેવો ? હા, હું શિકારનો ભયંકર શોખીન હતો. જંગલમાં જઇને હજારો પ્રાણીઓનો લોથ વાળી દેતો. નાસતા-ભાગતા, ભયથી તરફડતા, ઘવાતા, ચીસો પાડતા પશુઓને જોઇ મને ખૂબ જ આનંદ આવતો. એમના આજંદમાં જ મારો ‘આનંદ’ હતો. જો કે, આને આનંદ કહેવો તેમાં આનંદ શબ્દનું અપમાન છે. આ તો દોષ જ ગણાય. છ અંતરંગ શત્રુઓ કામ, ક્રોધ, લોભ, મદ વગેરેના નામો તમે સાંભળ્યા હશે ? એ છ શત્રુઓમાં હર્ષ પણ એક છે. બીજાની હેરાનગતિમાં આનંદ માનવો તે હર્ષ છે. દુર્યોધન, ચંગીઝખાન, નાદિરશાહ, હિટલર વગેરેના જીવનમાં ડોકિયું કરો. તેમનામાં પાર વગરનો હર્ષ જોવા મળશે. હિટલર શત્રુઓને ગેસ ચેમ્બરમાં પૂરાવી તરફડાવી-તરફડાવીને મારતો ! એમને તરફડતા જોઇ એને ખૂબ જ આનંદ આવતો. હું પણ આવો જ હતો. હર્ષ વિના શિકાર સંભવી શકે નહિ. શિકારનો કોઇ વિરોધ કરે તો હું તેને સમજાવતો. : શિકાર એટલે શિકાર ! એનો આનંદ જ કોઇ ઓર ! શિકાર એક પ્રકારની કસરત છે. એનાથી મેદ ન ચડે. શરીર હળવું ફૂલ રહે. ધનુર્વિદ્યા ટકી રહે. મને ઘણાય સમજાવતા : ભાઇ ! કસરત કરવી હોય તો બીજા ઘણા પ્રકાર છે. એના માટે નિર્દોષ પ્રાણીઓની હત્યા કરવાની જરૂર નથી. નિશાન તાકવા માટે પણ બીજા ઘણા ઉપાયો છે. તણખલા ખાતાં, ઝરણાનું પાણી પીતાં, નિર્દોષ જીવન જીવતાં, માણસ જાતનું કશું નહિ બગાડતાં હરણાઓને મારીને તમે તમારી કઇ જાતની બહાદુરી સિદ્ધ કરવા માંગો છો ? નિર્દોષની હત્યા કરવામાં બહાદુરી છે કે એમની રક્ષામાં કરવામાં
આત્મ કથાઓ • ૧૮૮
બહાદુરી છે ? પણ કોઇનું કશું હું સાંભળવા જ હોતો માંગતો ને ? જે સમજવા જ ન ઇચ્છે તેને બ્રહ્મા પણ સમજાવી શકે નહિ - એ વાત મારા માટે સાવ સાચી હતી.
અપશુકન કરતા એ પક્ષી પર મને જોરદાર દાઝ ચડી ને મેં સ... ન... ન... કરતું તેના પર તીર છોડ્યું. બિચારું નિર્દોષ પંખી આનંદથી ગાઇ રહ્યું હતું, કુદરતના ખોળે જીવી રહ્યું હતું, ને હું તેના માટે જમરાજ સાબીત થયો.
શું ખરેખર આપણા માટે કોઈ અમંગલરૂપ બને છે ? તમે સારા કામે ચાલતા હો ને બિલાડી નીકળે કે જમણી બાજુએ ગધેડો ભૂંકે તો તમને બિલાડી કે ગધેડા પર રીસ ચડે છે ? આ હરામખોરોએ મારું કામ બગાડ્યું - એવો વિચાર આવે છે? મહેરબાની કરીને આવો વિચાર નહિ કરતા. બિચારા ગધેડા કે બિલાડા તો નિર્દોષ છે. તેઓ કાંઇ તમારું બગાડતા નથી. ઊલટું, તેઓ તમને તમારું ‘કશુંક” બગડવાનું છે - એવી સૂચના આપે છે. સૂચના આપનાર પર ગુસ્સો કેમ કરાય ? મૃત્યુના સમાચારવાળો પત્ર આપનાર ટપાલી પર તમે ગુસ્સો કરો છો ? ગધેડા કે બિલાડા પણ ‘ટપાલી' છે. એમના પર ગુસ્સે થવાય જ કેમ ?
તમને આવો ઉપદેશ આપનારો હું, મારા પોતાના જીવનમાં જ આવું સમજ્યો નહોતો. આ તો જીવનમાં બહુ જ મોડેથી સમજાયેલું તત્ત્વજ્ઞાન છે.
મેં બાણ છોડ્યું અને તીક્ષ્ણ વેદનાથી કણસતું એ પંખી નીચે પડ્યું. એનો તરફડાટ ! એનો વલોપાત ! હૃદયને હલાવી નાખે તેવા હતા... આ દેશ્ય જોઇ મારું હૃદય વલોવાઇ ગયું : અરેરે ! મેં પાપીએ આ શું કર્યું? આ નિર્દોષ પંખીની હત્યા ? શું હું હવે એને જીવતું કરી શકીશ? જો હું એને જીવન ન આપી શકું તો એનું જીવન છીનવી લેવાનો મારો શો હક છે ? મારા મગજમાં વિચારનું ઘમ્મર વલોણું ચાલ્યું. એવું નથી કે આવું દેશ્ય મેં ક્યારેય હોતું જોયું... પણ આજે જેવી સંવેદનાથી, જેવી સહાનુભૂતિથી મેં જોયું તેવી રીતે કદી જોયું હોતું. સહાનુભૂતિ એટલે સહ-અનુભૂતિ ! જે દેશ્ય જોતાં આપણે એવા તદાકાર થઇ જઇએ
પરકાય - પ્રવેશ • ૧૮૯