________________
(8) હું નમિ
૨
દેવ મને મિથિલાનગરીમાં લઇ આવ્યો. ત્યાં મંદિરમાં દર્શન કરી સાધ્વીજી ભગવંત પાસે ધર્મ સાંભળવા બેઠી. દેશના એટલી વૈરાગ્ય પ્રેરક હતી કે સાંભળતાં જ મારો આત્મા ત્યારે ને ત્યારે જ સંયમ લેવા ઉત્સુક બની ઉઠ્યો. વૈરાગ્ય એટલો પ્રબળ બની ગયો કે પુત્રનું મુખ જોવાની ઇચ્છા પણ મરી ગઇ.
મેં ત્યાં જ, ત્યારે જ દીક્ષા ગ્રહણ કરી. મારા ગુરુણીજીએ મારું નામ ‘સુવ્રતાશ્રી” રાખ્યું. મદનરેખામાંથી ‘સુવ્રતાશ્રી’ બનેલી હું સાધના દ્વારા કર્મ ખપાવી કેવળજ્ઞાન પામી સંસારનો સંપૂર્ણ અંત આણી મુક્તિપદની અધિકારી બની.
“મહારાજા ! ગજબ થયો છે. આપણો પટ્ટહસ્તી હસ્તિશાળામાંથી ખીલો ઉખેડીને નાસી ગયો છે. અમે એની પાછળ-પાછળ દોડતા ગયા, પણ હાથી તો ક્યાંય જંગલમાં જતો રહ્યો. જોત જોતામાં ઝાડીઓમાં ક્યાંય અદેશ્ય થઇ ગયો. અમે નિરાશ થઇને પાછા આવ્યા. આજે એવું સાંભળવા મળ્યું છે કે સુદર્શન નગરના રાજા ચંદ્રયશાના માણસો એને પકડીને લઇ ગયા છે. અત્યારે એનો માલિક ચંદ્રયશા છે.
હું મિથિલા નગરીની રાજસભાના સિંહાસન પર આવીને બેઠો જ હતો ત્યાં મારી પાસે આવીને હસ્તિપાલે ફરીયાદ કરી.
આથી તરત જ એક દૂત ચંદ્રયશા પાસે મોકલ્યો. થોડા દિવસોમાં દૂતે આવીને કહ્યું :
“રાજનું ! ચંદ્રયશાએ હાથી આપવાની સ્પષ્ટ ના કહી દીધી છે. એણે તો કહ્યું છે : “હાથી મારા સીમાડામાં આવ્યો હતો ત્યારે મેં લીધો છે. આથી હાથી મારો જ ગણાય. આમેય કોઇ વસ્તુ પર કોઇનો એકહથ્થુ અધિકાર હોતો જ નથી. જેના કાંડામાં જોર હોય તેનો જ અધિકાર ! વીરભોગ્યા વસુન્ધરા ! તારા નમિ રાજાને હાથી જોઇતો જ હોય તો લડીને લઇ લે !”
દૂતની વાત સાંભળી હું ઊકળી ઊઠ્યો : “હરામખોર ચંદ્રયશા ! સમજે છે શું એના મનમાં ? કોઇનો હાથી, ચોરીને કઇ રીતે લઇ શકાય છે, એ એને યુદ્ધ મેદાનમાં ખબર પડશે. ચલો સેનાપતિજી ! લશ્કર તૈયાર કરો. યુદ્ધની ભેરી વગડાવો.”
...અને યુદ્ધના રણશિંગાં ફૂંકાયા.
વિશાળ સૈન્ય સાથે હું ચાલી નીકળ્યો. સુદર્શન નગરને ચારેબાજુથી ઘેરો ઘાલ્યો.
છાવણીમાં બેસીને હું મારા મંત્રીઓ સાથે યુદ્ધના ધૂહો અંગે વિચારણા કરી રહ્યો ને ત્યાં એક જૈન સાધ્વીજી આવ્યાં.
પરકાય - પ્રવેશ • ૨૩૭
આત્મ કથાઓ • ૨૩૬