________________
પ્રતિકાર કરે એના પહેલાં તો હું મુગર લઇને મંડી પડ્યો. જોત-જોતામાં છયેને વધેરી નાંખ્યા. મારો ગુસ્સો હજુ શાંત થયો નહોતો. પત્ની પર પણ મને ગુસ્સો ચડ્યો : હરામખોર ! ચોરોએ તારા પર બળાત્કાર કર્યો એ ખરી વાત પણ તે કોઇ પ્રતિકાર કેમ ન કર્યો ? તારી પણ મૂક સંમતિ હતી જ ને ? લે... તને પણ પૂરી કરી નાખ્યું. મેં પત્નીને પણ પૂરી કરી નાંખી.
હવે હું માણસ નહોતો રહ્યો, રાક્ષસ બની ગયો હતો. રોજ છ પુરુષ અને એક સ્ત્રીની હત્યા ન કરું ત્યાં સુધી મને ચેન ન પડે. હુંયે શું કરું? હું લાચાર બની ગયો હતો. મારા શરીરમાં પેઠેલો યક્ષ નચાવે તેમ હું નાચતો હતો. મારી ચેષ્ટા મારા નિયંત્રણથી બહાર જતી રહી
હતી.
- આખા રાજગૃહમાં મારા નામનો એવો આતંક છવાઇ ગયો કે જ્યાં સુધી લોકો સમાચાર ન સાંભળે કે “સાતની હત્યા થઇ ગઇ છે ત્યાં સુધી કોઇ ઘરથી બહાર નીકળે નહિ. આખું રાજગૃહ નગર મારાથી ‘ત્રાહિમામ્' પોકારતું થઇ ગયું. મને પકડવાના કે બાંધવાના તેમના કોઇ પ્રયત્નો કામ લાગ્યા નહિ. લાગે પણ ક્યાંથી ? કારણ કે દૈવી શક્તિએ મારામાં પ્રવેશ કરેલો હતો.
એક વખતે ભગવાન શ્રી મહાવીરદેવ રાજગૃહી નગરીમાં પધાર્યા. વસંત આવે ને ધરતી ખીલી ઊઠે તેમ ભગવાનનું પદાર્પણ થતાં ભવ્ય જીવોનાં હૃદય ખીલી ઊઠ્યાં... પણ મારા આતંકવાદના સામ્રાજ્યમાં કોની તાકાત છે કે કોઇ ઘરથી પણ બહાર નીકળી શકે ? ભગવાન જેવા ભગવાન પધારેલા હોવા છતાં કોઇ દેશના સાંભળવા જવાની હિંમત કરી શક્યું નહિ. હા... એક માણસે હિંમત કરી. એનું નામ સુદર્શન. ભારે સત્ત્વશાળી માણસ. એ દેશના સાંભળવા નીકળ્યો ત્યારે ઘણા લોકોએ તેને અટકાવ્યો : ‘અલ્યા, મરવા શું કામ જાય છે ?'
‘ભગવાનની દેશના સાંભળવા જતાં મોત આવશે તો પણ મને પરવા નથી, બાકી હું દેશના સાંભળવા તો જવાનો, જવાનો ને જવાનો ! મોતના ભયથી ઘરમાં પૂરાઇ રહેવું એના કરતાં સત્ત્વશાળી બની મોતને
આત્મ કથાઓ • ૧૨૮
ભેટવું લાખ દરજ્જુ સારું છે ! ભગવાન મારા નગરમાં પધારે ને હું તેમની દેશના સાંભળવા ન જાઉં! એ કદી પણ બની શકે નહિ.' સુદર્શનનો આવો હિંમતભર્યો જવાબ તેની સત્ત્વશીલતાનો પરિચાયક હતો.
એનું દેશના સાંભળવા જવું - અને મારું રસ્તામાં મળવું થયું. ખલાસ... હું તો મુગર લઇને દોડ્યો. હજુ સાતની હત્યા પૂરી થઇ ન હતી. હું સમજ્યો કે મને જોઇને ઊભી પૂંછડીએ ભાગશે... પણ આ તો કોઇ જુદી જ માટીનો માનવી હતો. એ તો એકદમ સ્વસ્થતાપૂર્વક ઊભો રહી ગયો. તમે જેને કાયોત્સર્ગ કહો છો, એ જ મુદ્રામાં તે ઊભો રહી ગયો અને મનોમન પોતાનો મહાપવિત્ર મંત્ર ગણવા લાગ્યો. મહાપવિત્ર મંત્ર કયો ? તમે તો જાણી જ ગયા હશો ? નવકારને કોણ નથી જાણતું ?
જ્યાં બાજુમાં પહોંચ્યો ત્યાં જ જબરદસ્ત ચમત્કાર સર્જાયો. એના સત્ત્વપૂર્ણ તેજ પૂંજથી હું અભિભૂત બની ગયો. મારી અંદર રહેલો યક્ષ તો એ તેજ પૂંજને સહન જ ન કરી શક્યો. એ તો મને મૂકીને ભાગ્યો અને આ બાજુ મારું ભાગ્ય પલટાઇ ગયું.
હું વિચારમાં પડી ગયો : મારા હાથમાં મુગર કેમ છે ? હું કોને મારવા દોડી રહ્યો છું? શા માટે મારું છું? અત્યાર સુધીમાં મને પહેલી જ વાર આવા વિચારો આવ્યા. કારણ કે અત્યાર સુધી હું પરાધીન હતો. યક્ષના ઇશારે નાચતો હતો. હિસાપ્રેમી યક્ષ મારી પાસેથી હિંસા કરાવીને પોતાનો આનંદ માણી રહ્યો હતો. મને તો આ વાતનો કોઇ ખ્યાલ જ નહોતો. હું બેહોશીમાં હતો.
મારા શરીરમાંથી યક્ષ જતાં જ હું ભાનમાં આવ્યો. મેં પૂછ્યું : ‘તમે કોણ છો ?'
‘હું સુદર્શન છું.'
ક્યાં જાવ છો ?” ભગવાનની વાણી સાંભળવા.' મારા હાથમાં મુગર કેમ છે ?' ‘આમાં તારો કોઇ દોષ નથી, બધો યક્ષનો દોષ હતો. યક્ષ તો
આત્મ કથાઓ • ૧૨૯