________________
-
(૧૮) હું અર્જુનભાળી
શકે
આપની સેવા માટે જે કરવું પડે તેમાં લાભ જ લાભ છે. આપ દાસી પર ગુસ્સો કરવાની ના પાડો છો, પણ હું આમેય ગુસ્સો કરવાની જ નથી. ગુસ્સાનું ફળ મેં અનુભવ્યું છે. હવે ગુસ્સો શાની કરું ? આગમાં એકવાર દાઝયા પછી બીજી વાર એમાં કોણ હાથ નાખે ?'
મારું આ વાક્ય પૂરું થતાં જ મારી બાજુમાં એક દેદીપ્યમાન તેજોવસ્કુલ પેદા થયું. મેં જોયું તો એક તેજસ્વી દેવ ઊભો હતો. હાથ જોડીને તેણે મને કહ્યું : ભટ્ટા ! તું ખરેખર ભાગ્યશાળી છે. તારી ક્ષમા અદ્ભુત છે ! તારી શાંતિ અનુપમ છે ! ઇન્દ્ર મહારાજાએ સુધર્માસભામાં તારી ક્ષમાની પ્રશંસા કરેલી એટલે મને પરીક્ષા કરવાનું મન થયું. સાચે જ ઇન્દ્ર જેવી પ્રશંસા કરી તેવી જ, અરે, તેથી પણ વધુ ક્ષમા મેં તારામાં જોઇ. તારા લક્ષપાકના ત્રણ ઘડા મેં જ ફોડ્યા હતા. હવે, બોલ. તારે શું જોઇએ ? હું તારા પર પ્રસન્ન છું.
મેં કોઇ પણ વસ્તુની ઇચ્છા દર્શાવી નહિ. આથી દેવ વધુ ખુશ થયો. ત્રણેય ઘડા પૂર્વવત્ કરી આપ્યા અને સુવર્ણમુદ્રાઓની વૃષ્ટિ કરીને દેવ સ્વસ્થાને ગયો. પેલા મુનિ ભગવંતોએ લક્ષપાક તેલથી દાઝેલા મુનિનો ઉપચાર કર્યો. મુનિ સ્વસ્થ થયા. હું રાજી થઇ.
ક્ષમાની આ પરીક્ષામાંથી હું પસાર થઈ. પછી પણ મેં ક્ષમા કદી છોડી નહિ. ઘણીવાર માણસ પરીક્ષામાં પાસ થઇ ગયા પછી તદ્ વિષયક ઉદ્યમ છોડી દેતો હોય છે. પરીક્ષામાં પાસ થઇ ગયા પછી વિદ્યાર્થી પ્રાયઃ વાંચવાનું છોડી દેતો હોય છે, પણ હું તેવી નહોતી. મેં તો ક્ષમાને મારો સ્વભાવ બનાવી દીધો હતો. મારી ક્ષમા કોઇને બતાવવા માટે નહિ, પણ સ્વયં માટે હતી.
મારી દાસ્તાન સાંભળીને તમે ક્રોધને છોડી દેશો ને ? જે બીજાના અનુભવથી શીખે તે ઉત્તમ ! પોતાના અનુભવથી શીખે તે મધ્યમ ! પોતાના અનુભવથી પણ (વારંવાર ઠોકર ખાવા છતાં પણ) ન શીખે તે અધમ !
તમારો નંબર ક્યાં ? વિચારી લેજો.
હું માળી, બગીચામાં મજેથી કામ કર્યું અને લહેર કરું. મારું નામ અરજણ, પણ “અરજણ’ કહીશ તો તમે મને નહિ ઓળખો, “અર્જનમાળી’. કહીશ તો ઓળખશો. ખરું ને ?
એક વખતે એવો બનાવ બન્યો કે મારા સુખી જીવનમાં આગ લાગી ગઇ, મારું જીવન વેરણ-છેરણ બની ગયું.
હું બગીચામાં રહેલા યક્ષના મંદિરનો પૂજારી પણ હતો. મારી પત્ની બહુ રૂપાળી હતી. માણસો રૂપાળી પત્ની માટે ખૂબ જ ઝંખતા હોય છે, પણ રૂપાળી પત્ની જ ઘણીવાર ભયંકર આપત્તિનું કારણ બની જતી હોય છે. માટે તો નીતિશાસ્ત્રો કહે છે : “માય રૂપવતો શત્રઃ' રૂપાળી પત્ની શત્રુરૂપ છે !
એક વખત મંદિરમાં છ ચોરો આવ્યા. મારી રૂપાળી પત્ની જોઇ ને તેમની બુદ્ધિ બગડી. મને મંદિરના થાંભલા સાથે મુશ્કેટાટ બાંધી બધા ક્રમશઃ મારી સ્ત્રી સાથે વિલાસ કરવા લાગ્યા. હું આ દેશ્ય જોઇ ધૂંઆપૂંઆ થઇ ગયો. પણ શું કરું ? લાચાર હતો. મને મારો યક્ષ યાદ આવ્યો. એની સહાયતા લેવા પ્રાર્થના કરવા માંડી. માણસની પોતાની તાકાતની મર્યાદા આવી જાય એટલે એ દૈવિક બળને ઝંખે જ. પણ જાણે મારી પ્રાર્થના યક્ષે સાંભળી જ નહિ. હું એકદમ ગુસ્સે ભરાયો : “ઓ યક્ષ ! હું રાત-દિવસ તારી પૂજા કરું અને તું મને મુશ્કેલી વખતે મદદ નહિ કરે ? શું કામની તારી પૂજા ! હવે તો અહીંથી છુટીશ કે તરત જ તારી મૂર્તિના ટુકડે-ટુકડા કરી ઉકરડામાં ફેંકી દઇશ. જે યક્ષ અવસરે કામ ન લાગે તે શું કામનો ?' મારા આ આક્રોશની યક્ષ પર એકદમ અસર થઇ. હા... કેટલાક દેવોને કાકલૂદી કરીએ તો કાંઇ અસર ન થાય, પણ ધમકી આપીએ તો એકદમ અસર થાય. યક્ષે તરત જ મારા શરીરમાં પ્રવેશ કર્યો. મારામાં અદ્દભુત તાકાત આવી. એક જ ક્ષણમાં દોરડા તોડી પાડી હાથમાં મુગર લઇ હું ચોરો તરફ ધસી ગયો. ચોરો ભાગે કે કાંઇ
આત્મ કથાઓ • ૧૨૭
આત્મ કથાઓ • ૧૨૬