________________
ગૃહસ્થપણાાં પણ મેં તેની દવા કરી ન્હોતી તો અહીં તો કરું જ ક્યાંથી ?
આંખની વેદના, પેટની વેદના, દાહ, કોઢ, ખાંસી, ક્ષય જેવા ભયંકર દર્દીની વેદના હું સતત સહતો રહ્યો. હું તો રોગને પણ ઉપકારી માનતો, જેઓ મને સતત જાગતો રાખે છે, સતત મને એ ભાન કરાવતા રહે છે કે તમે શરીર નથી, તમે એનાથી પર છો. શરીરને રોગો થયા છે, તમને નહિ. કપડું ફાટી જાય તો તમને વેદના થાય ? નહિ. કારણ કે તમે કાંઇ કપડું નથી. કપડાથી શરીર અલગ છે, તેમ શરીરથી આત્મા અલગ છે, એવી અનુભૂતિ મને પ્રત્યેક ક્ષણે થવા માંડી હતી. આથી જ રોગો પ્રત્યે મારું ધ્યાન જ ન્હોતું. હું તો મારા સચ્ચિદાનંદ આત્મામાં ડૂબી ગયો હતો.
સચ્ચિદાનંદમાં લીનતા માણતાં-માણતાં સાતસો-સાતસો વર્ષ વીતી ગયા. તમે કહેશો કે રોગો સહતાં-સહતાં સાતસો-સાતસો વર્ષ વીતી ગયા, પણ હું કહીશ કે આત્માના આનંદને માણતાં-માણતાં સાતસો વર્ષ વીતી ગયા. તમને મારું શરીર દેખાય, મારા રોગો દેખાય, પણ હું જે ભાવદશામાં ડૂબેલો હોઉં, તે થોડી દેખાય ?
એક દિવસે મારી પાસે બે વૈદો આવ્યા અને કહ્યું : મહાત્મન્ ! અમે આપની દવા કરવા માંગીએ છીએ. કૃપા કરો અને અમને લાભ આપો.
મેં કહ્યું : જુઓ, મને મુખ્ય આઠ રોગો લાગુ પડ્યા છે ને નાના ૧૫૮ રોગો પડેલા છે. દવા કરી શકતા હો તો કરો !'
વૈદો ઔષધિ કાઢવા લાગ્યા ત્યારે મેં કહ્યું : હું શરીરના રોગોની વાત નથી કરતો. હું તો આત્માના રોગોની વાત કરું છું. મારા આત્માને આઠ મૂળ કર્મ તથા ૧૫૮ તેના પેટા ભેદો વળગેલા છે. એ જ મહારોગ છે. એને મટાડી શકતા હો તો હું તૈયાર છું. તમે શરીરના રોગોને મટાડવાની વાત કરો છો. જુઓ... શરીરના રોગોને મટાડવાની દવા તો મારી પાસે જ છે. એના માટે કોઇ જડીબુટ્ટી ક્યાંયથીયે લાવવાની જરૂર નથી. આ જુઓ...
આત્મ કથાઓ • ૧૦૮
ને... મેં મારું થૂંક ટચલી આંગળીને લગાડયું ને તરત જ કોઢથી કદરૂપી બની ગયેલી એ આંગળી સોના જેવી ચળકવા લાગી.
વૈદો સ્તબ્ધ બની ગયા અને બોલી ઊઠ્યા : “મહાત્મન્ ! આપની ધીરતા ને સહનશીલતાને ધન્ય હો ! અમે આપને ઓળખી ન શક્યા, રોગ-નિવારણનો ઉપાય પાસે હોવા છતાં રોગ-નિવારણ ન કરવું એ બહુ જ ઉત્કૃષ્ટ સિદ્ધિ છે.
‘મુનિવર ! અમે વૈદો નથી. સ્વર્ગના દેવો છીએ. ઇન્દ્રે તમારી ધીરતા અને નિઃસ્પૃહતાની પ્રશંસા કરેલી. તેથી પરીક્ષા માટે અમે આવ્યા છીએ. સાચે જ ઇન્દ્રે કહી તેથી પણ અધિક ધીરતા અને નિઃસ્પૃહતા આપનામાં છે.'
“આપનું રૂપ જોવા પણ અમે જ બ્રાહ્મણનું રૂપ લઇને આવેલા; ઇન્દ્રે રૂપની પ્રશંસા કરી હતી માટે. અમે જ આપને રોગોની વાત કહી હતી. મહર્ષિ ! અમારો કોઇ અવિનય થયો હોય તો ક્ષમા કરશો.”
આટલું બોલતાં જ વૈદો એક તેજોવર્તુલમાં બદલાઇ ગયા અને ક્ષણવારમાં જ એ તેજોવર્તુલ અદશ્ય થઇ ગયું.
આ રીતે સાતસો વર્ષ સુધી સંયમ પાળીને હું ત્રીજા દેવલોકે ગયો. ત્રીજા દેવલોકનું નામ આવડે છે ?
મારું અને ત્રીજા દેવલોકનું એક જ નામ છે ઃ સનત્કુમાર !
·
આત્મ કથાઓ - ૧૦૯