________________
કર્મસત્તા બહુ-બહુ તો મોત આપે. જ્યારે ધર્મસત્તા તો મોતને પણ મંગળમય બનાવી દે; સમાધિભર્યું મૃત્યુ આપીને !
શા માટે કર્મસત્તાના હાથ નીચે રહેવું ? એની શિરજોરીને ખતમ કરવા શા માટે કટિબદ્ધ ન બનવું ?
કર્મસત્તાને મહાત કરવા મેં ધર્મસત્તાના શરણે જવા વિચાર્યું. મેં સંસાર ત્યાગ કરી સંયમ-માર્ગે જવા નક્કી કર્યું.
શરીરના રોગોની દવા કરવા હું કોઇ વૈદ પાસે ન ગયો... પણ એ રોગોનું મૂળ કારણ (કર્મસત્તા) શોધી તેને જ સાફ કરવા મેં દઢ સંકલ્પ કર્યો.
કૂતરાને લાકડી મારો તો એ લાકડીને કરડશે, પણ સિંહ લાકડી મારનારને પકડશે. રોગ તો લાકડી છે. એ લાકડીને ઘુમાવનાર કોણ છે? એ જોવું જોઇએ... રોગની લાકડી ફટકાવનાર કર્મસત્તાને મેં જોઇ લીધી હતી. તો એના પર જ શા માટે તરાપ ન મારું ? માણસના વેશમાં કૂતરો શા માટે બને ?
મારા શરીરમાં રોગ પેદા કરીને કર્મસત્તાએ જાણે પડકાર ફેંક્યો હતો... મેં એ પડકારને ઝીલી લીધો..
કર્મસત્તાના મનમાં એમ હશે કે મેં સનતું ના માર્ગે પથ્થર મૂકી દીધા છે. હવે એ શી રીતે ચાલશે ? પણ કર્મસત્તાને એ વાતનો ખ્યાલ ક્યાંથી હોય કે આ સનતું તો પહોંચેલ બુટ્ટી છે. એ પથ્થરને પણ પગથિયું બનાવી શકે છે, એ ભૂલને પણ ફૂલમાં પરિવર્તિત કરી શકે છે, એ કાદવને પણ ગુલાલ બનાવી શકે છે !
નબળા માણસો મુશ્કેલી આવતાં ડરી જાય છે. હું ડરી જાઉં તેવો નબળો હોતો. મુશ્કેલી જ સત્ત્વને વધુ ખીલવે છે. એવું હું બચપણથી શીખ્યો હતો.
શરીરના રોગોએ મારા જીવનમાં ક્રાન્તિ સર્જી દીધી. સંસારત્યાગનો મેં પાકો નિર્ણય કરી લીધો.
બીજા જ દિવસે મેં છ ખંડ, નવ નિધાન, ચૌદ રત્નો આદિની સર્વ સમૃદ્ધિનો ત્યાગ કરવા કદમ માંડ્યા. મારા સેનાપતિએ, પ્રજાજનો,
અંતઃપુરાદિ મને પાછા ફરવા વિનંતી કરવા લાગ્યા... પણ હું કોઇનું કશું જ સાંભળ્યા વિના ચાલી જ નીકળ્યો. જો એમ બધાનું સાંભળવા જઇએ ને તદનુસાર કરવા જઇએ તો કદી નીકળી જ ન શકાય. સ્વજનો તો કહેતા જ રહે : આ કરીને જાવ, પેલું પતાવીને જાવ. હજુ વાર છે. આટલી શી ઊતાવળ છે ? એમના બહાનાઓ કદી અટકે જ નહિ. સાગરમાં તરંગો અટકે તો સંસારના કાર્યો અટકે. સાગરમાં મોજા આવતા બંધ થાય પછી હું અંદર પડી સ્નાન કરું - આવો માણસ આખી જિંદગી વાટ જોયા કરે તો પણ સ્નાન કરી શકે નહિ. તમે આવું કશું નથી કરતા ને ? સંયમની ભાવના થઇ હોવા છતાં કોઇક કામના બહાના હેઠળ રોકાઇ નથી રહ્યા ને? યાદ રાખજો કે કામ કદી પૂરા થવાનાં જ નથી. સાગરમાં મોજા પૂરા થાય તો સંસારમાં કામ પૂરા થાય. સંયમની ભાવના થાય ત્યારે કૂદી જ પડજો. કશાની વાટ નહિ જોતા. ‘અભી નહીં તો કભી નહીં’ એ સૂત્ર કદી ભૂલતા નહિ. ‘દવિ વિરને તવ પ્રવ્રનેત્' સૂત્ર એમને એમ નથી કહેવાયું.
તમે માનશો ? મારી પાછળ મારો પરિવાર છ-છ મહિના સુધી ફરતો રહ્યો... ઘેર પાછા ફરવા વિનવણી કરતો રહ્યો... પણ કોઇનું સાંભળે તે બીજા !
તમારા મનમાં પ્રશ્ન થશે : “સંયમ તો એનું નામ જ્યાં સર્વ જીવો પ્રત્યે સ્નેહભાવ હોય. તમે તો તમારા કુટુંબ પ્રત્યે પણ સ્નેહ ન રાખી શક્યા. કેટલી કઠોરતા બતાવી ?'
તમારી વાત ખરી... મેં ઉપરથી ભલે કઠોરતા બતાવી, પણ અંદરથી હું કોમળ જ હતો. મેં તેમના પ્રત્યેનો મોહ હટાવી દીધો હતો. મૈત્રી હોતી હઠાવી, મોહ ને મૈત્રીમાં ફરકે છે. મોહ સ્વાર્થપ્રેરિત હોય છે. મૈત્રી નિઃસ્વાર્થ - નિદૉષ હોય છે, સર્વ સાથે નિર્વિશેષ હોય છે.
એમના મોહને હઠાવવા બહારથી કઠોરતા બતાવવી જરૂરી હતી. છ મહિના પછી મારો પરિવાર સ્વસ્થાને ગયો. હવે હું એકાકી સંયમ-સાધનામાં ડૂબી ગયો. મારા શરીરમાં એક નહિ, પણ સોળ-સોળ રોગ હતા.
આત્મ કથાઓ • ૧૦૭
આત્મ કથાઓ • ૧૦૬