________________
હું બની-ઠનીને રાજદરબારમાં આવ્યો. પેલા બ્રાહ્મણો ફરી મારું રૂપ જોવા આવ્યા. પણ રે, એમના મોઢા પડી ગયેલા લાગ્યા.
‘કેમ ભૂદેવો ! મારું રૂપ હવે કેવું લાગે છે ?” મારાથી ન રહેવાયું. મેં તો પૂછી જ લીધું.
‘નહિ... રાજન ! પહેલાં જેવું આ રૂપ નથી. એ કાન્તિ... એ આભા-મંડલ... એ લાવણ્ય... એ બધું વિલીન થઇ ગયેલું દેખાય છે.' ભૂદેવો બોલ્યા.
કેમ આવું કહો છો ? હું તો એનો એ જ છું. એટલી વારમાં ફરક શું પડે ?”
નહિ મહારાજ ! આપ એના એ જ નથી. આપણું શરીર બદલાઇ ગયું છે. છતાં આપને એનું એ જ લાગે છે, એ ભ્રમ છે. નદી દર વખતે એની એ લાગે છે, પણ એની એ નથી હોતી. એનું પાણી બદલાઇ ગયેલું હોય છે. દીવો એનો એ જ લાગે છે, પણ એનો એ નથી હોતો. એની જયોત સતત બદલાતી રહે છે. એ સતત પરિવર્તન પામ્યા જ કરે છે. પુગલોનો ચયાપચય અહીં ચાલુ જ છે.”
હું એવી તત્ત્વજ્ઞાનની વાતો સાંભળવા નથી માંગતો. જે હોય તે ટૂંકમાં કહી દો.' હું ગર્યો.
જુઓ... રાજન ! ટૂંકમાં એટલું જ કહેવાનું કે પહેલાં આપની કાયા નીરોગી હતી, સ્વસ્થ હતી. અત્યારે રોગગ્રસ્ત બની ગઇ છે. એનું નૂર ચાલ્યું ગયું છે.”
બ્રાહ્મણોની વાતથી હું હસી પડ્યો : “અલ્યા મૂરખાઓ ! મારા શરીરમાં રોગ હોય એની પહેલાં મને ખબર પડે કે તમને ? મને તો એવી ને એવી જ સ્વસ્થતા લાગે છે.”
રાજનું ! આપની વાત ખરી છે. આપને હજુ રોગોની વેદના અનુભવાતી નથી. પણ થોડા જ વખતમાં અનુભવાશે. રોગોનું વેદન શરૂ થાય એ પહેલા શરીરની કાન્તિમાં ઝાંખપ આવી જાય છે, એનું આભા મંડલ મલિન બની જાય છે. અમારી ક્રાન્તદૃષ્ટિ આપના શરીરના ઝાંખા પડેલા આભામંડલ દ્વારા આવેલા રોગો જોઇ રહી છે. અમારી વાત પર
આપને વિશ્વાસ ન હોય તો ઘૂંકી જુઓ. થેંકની પરીક્ષા કરાવો. પછી આપને ખ્યાલ આવશે. મહારાજા ! આપના શરીરમાં એક-બે નહિ, પૂરા સોળ રોગ વ્યાપી ચૂક્યા છે.”
બ્રાહ્મણોની વાત સાંભળી હું ચોંક્યો. હું પાન ચાવી રહ્યો હતો. પાસેની ઘૂંકદાનીમાં હું ઘૂંક્યો. કુશળ વૈદોએ મારા ઘૂંકની પરીક્ષા કરીને કહ્યું : “રાજન ! આપના ઘૂંકમાં રોગોના સૂક્ષ્મ જંતુઓ દેખાઇ રહ્યા છે. સોળ રોગોથી આપની કાયા ગ્રસ્ત બની ચૂકી છે. એવી આ બ્રાહ્મણોની વાત સો ટકા સાચી છે.'
હુ સ્તબ્ધ થઇ ગયો. આ હું શું સાંભળી રહ્યો છું ? આ કંચન જેવી કાયા એટલીવારમાં રોગગ્રસ્ત બની ગઇ ? આ શરીર કે સંધ્યાનો રંગ? આ શરીર કે પાણીનો પરપોટો ? આટલી બધી પરિવર્તનશીલતા? જેના પર હું ગર્વ લઇ રહ્યો હતો એ જ વસ્તુ અધમ બની ગઇ ? હા... જે વસ્તુનું અભિમાન કરીએ તે વસ્તુ આપણી પાસેથી ચાલી જાય. બુદ્ધિનું અભિમાન કરો તો બુદ્ધિ ગઈ સમજો. મૂરખ બનવું પડશે. પૈસાનું અભિમાન કરો તો પૈસા ગયા સમજો, ભિખારી બનવું પડશે. તાકાતનું અભિમાન કરો તો તાકાત ગઈ સમજો. કંગાળ બનવું પડશે. કુળનો મદ કરો તો કુળ ગયું સમજો. ભૂંડ બનવું પડશે. જેનું જેનું અભિમાન થાય, તે તે વસ્તુ કર્મસત્તા છીનવી લે છે. મારી જ વાત કરો ને ? મેં રૂપ અભિમાન કર્યું ને રૂપ ગયું ! શરીર રોગગ્રસ્ત બન્યું. હમણાનું કર્મ જાણે કે હમણાં જ ફૂટી નીકળ્યું.
પણ હુંયે કાંઇ કાચો હોતો. કર્મસત્તાના બધા દાવપેચ જાણતો હતો. કર્મસત્તાને કઇ રીતે મહાત કરવી એ પણ હું જાણતો હતો. કર્મસત્તાનો સિદ્ધાંત મને ગળથુથીમાંથી મળ્યો હતો.
આથી જ મેં કર્મસત્તા સામે લડવાનો નિર્ણય કર્યો. એ માટે ધર્મસત્તાના શરણે જવા વિચાર્યું. કર્મસત્તાથી ધર્મસત્તા હમેશાં બળવાન છે, એનો મને ખ્યાલ હતો. કર્મસત્તા બહુ બહુ તો દરિદ્રતા આપે, પણ ધર્મસત્તા દરિદ્રતાની વચ્ચેય દિલની શ્રીમંતાઇ આપી શકે છે. કર્મસત્તા બહુ બહુ તો વ્યાધિ આપે, પણ ધર્મસત્તા તો વ્યાધિમાં પણ સમાધિ આપે !
આત્મ કથાઓ • ૧૦૫
આત્મ કથાઓ - ૧૦૪