________________
() હું પંથક
2
પર ભયંકર ક્રોધ આવ્યો. ભયંકર રૌદ્ર ધ્યાનમાં ડૂબેલો હું દરિયાના તળિયે પહોંચી ગયો.. ના... માત્ર દરિયાના તળિયે જ નહિ, મરીને હું સીધો ચૌદરાજલોકના તળિયે પહોંચી ગયો, સાતમી નરકમાં.
મને ઓળખી ગયા ને ? ‘હું સુભૂમ. જન્મ થતાં જ મોં વડે ભૂમિ ખોતરવા લાગ્યો હતો, એટલે મારું નામ પાડવામાં આવ્યું હતું: સુભૂમ ! ખરેખર જન્મ થતાં જ મારી નજર પૃથ્વી પર હતી, પાતાલ પર હતી, જે કદાચ એવો ઇશારો કરતી હતી : હે સુભૂમ ! મરીને તારે પાતાળમાં - નરકમાં જવાનું છે.”
મારા ગુરુનું નામ આચાર્યશ્રી શેલક. અમે ૫૦૦ તેમના શિષ્યો હતા. અમને સૌને ગુરુ પ્રત્યે અપાર ભક્તિ હતી, પણ સૌથી વધુ ભક્તિ મારા હૃદયમાં હતી - એમ જરાય અભિમાન વિના કહી શકું. ગુરુ પ્રત્યે મારી અપાર ભક્તિ હતી તેમ ગુરુનું પણ મારા પર અપાર વાત્સલ્ય
હતું.
અમારા ગુરુદેવ જ્ઞાનના ભંડાર હતા. તપ-ત્યાગ-વૈરાગ્ય અનેક ગુણો તેમણે આત્મસાત્ કરેલા હતા. મોટા ભાગે તેઓ આયંબિલ જ કરતા રહેતા. એમને આયંબિલ ઉપર ખૂબ જ પ્રેમ ! અમને પણ કહેતા : ઉપવાસ તો હંમેશાં થઈ શકે નહિ, પણ આયંબિલ હંમેશ માટે થઇ શકે, રસનાનું પણ નિયંત્રણ થાય. માટે કરવા જેવો તપ હોય તો આયંબિલ
ગુરુદેવને આયંબિલ કરતા જોઇ અમે પણ કરતા ! પણ એમની તોલે અમે ન આવી શકીએ ! આયંબિલમાં પણ ઘણા બધા પદાર્થોનો ત્યાગ ! જે દ્રવ્યો વાપરતા તે પણ અત્યંત લૂખાં-સૂખાં !
આવા લૂખા-સૂખા આહારના કારણે કહો કે કમોંદયના કારણે કહો, એક વખત અમારા ગુરુદેવને ભયંકર દાહજ્વરનો રોગ થયો.
અમે જ્યારે-જ્યારે ગુરુદેવના ચરણને સ્પર્શ કરતા ત્યારે-ત્યારે અમને શરીર ધગધગતા અંગારા જેવું ગરમ લાગતું. છતાં પૂજ્યશ્રીના ચહેરા પર એજ સ્મિત ! એજ પ્રફુલ્લિતતા ! એજ મસ્તી ! એજ આનંદ ! કદી અમને વાત કરી નહિ કે મને શરીરમાં કાળી બળતરા થાય છે ! પૂજ્યશ્રીને શરીરની કાંઇ જ પડી ન્હોતી, પોતાની આત્મસાધનામાં જ તેઓ મસ્ત હતા. દવા કરાવવાની કોઇ વાત જ નહિ !
એક વખત વિહાર કરતા-કરતા અમે શેલકપુરમાં ગયા. ત્યાંનો રાજા મંડુક પૂજ્યશ્રીના દર્શનાર્થે આવ્યો. પૂજ્યશ્રીનું એકદમ કૃશ અને ધગધગતા અંગારા જેવું ગરમ શરીર જોઇ રાજા વસ્તુસ્થિતિ સમજી ગયો :
પરકાય - પ્રવેશ • ૨૦૫
આત્મ કથાઓ • ૨૦૪