________________
ક્યારે ઊડી પડું ? મનમાં આ માત્ર એક જ તમન્ના !
આ તમન્નાને વેગ આપે એવી એક ઘટના ઘટી. મારા શરીરમાં ભયંકર પિત્તપ્રકોપ થવાથી દાહજ્વર ઉત્પન્ન થયો. આખા શરીરે કાળી બળતરા થવા લાગી. અંદર એવી લાહ્ય લાગવા લાગી, જાણે કોઇએ અંગારા ભર્યા હોય ! વૈદ્યોએ, અનુભવીઓએ ઘણા ઉપચારો કર્યા, પણ કોઇની કારી વાગી નહિ. ઉપચારો વધતા ગયા તેમ તેમ જ્વર ઊલટો વધતો ગયો.
દિવસ-રાત ઊંઘ ન આવે ! સતત દાહ, દાહ ને દાહ ! ન બેસી શકાય ! ન સૂઇ શકાય ! ન બોલી શકાય ! ન વિચારી શકાય ! ન નિર્વિચાર બની શકાય ! લગાતાર છ મહીના સુધી આવી કાળી બળતરા મેં સહન કરી ! હું રાજા હતો. બધી જ સુવિધા મારી પાસે હતી. મોટા-મોટા વૈદ્યો, હકીમો, ભૂવાઓ, તાંત્રિકો, માંત્રિકોને હું બોલાવી શકતો હતો... પણ અફસોસ ! મને કોઇ દાહની પીડાથી મુક્ત કરી શકતું ન્હોતું ! સંસારની અસારતા મને પ્રત્યક્ષ દેખાઇ ! હવે તો હું એટલી અકળામણ અનુભવતો હતો કે થોડો પણ અવાજ સહી શકતો નહિ.
એક વખત મારા કાને અવાજ અથડાયો : ખ... ન... ન... ખ... ન... ન... ખ... ન... ન... આ અવાજથી મને એવી પીડા થઇ, જાણે કોઇ કાનમાં હથોડા મારે છે ! હું બરાડી ઊઠ્યો : કોણ છે આ અવાજ કરનાર ? આ ઘોંઘાટ બંધ કરો.
“રાજન્ ! આપના વિલેપન માટે રાણીઓ ચંદન ઘસી રહી છે. એમની બંગડીઓનો આ અવાજ છે. જો કે અવાજ મધુર છે, પણ આપને એ ઘોંઘાટ લાગે છે. નબળાઇ હોય ત્યારે ઉંબરા પણ ડુંગરા લાગે ને દેડકો પણ ભેંસ લાગે ! રાજન્ ! હું હમણાં જ અવાજ બંધ કરાવું છું.' સેવકે કહ્યું.
થોડી જ વારમાં અવાજ બંધ થયો.
મેં પૂછ્યું : ‘હવે કેમ અવાજ બંધ થઇ ગયો ? શું ચંદન ઘસવાનું બંધ કરી દીધું ?'
‘નહિ મહારાજ ! ચંદન ઘસવાનું ચાલુ જ છે.'
આત્મ કથાઓ • ૨૪૨
‘તો અવાજ ક્યાં ગયો ?'
બધી રાણીઓએ એક જ બંગડી રાખીને બીજી બંગડીઓ કાઢી નાખી છે. બે-ચાર બંગડી હોય તો ખખડે. અવાજ આવે. એક બંગડીમાં ક્યાંથી અવાજ આવે ?”
આ જવાબ સાંભળતાં જ હું ઊંડા વિચારમાં પડી ગયો : ખરી વાત છે. ‘એકડે એક. બગડે બે.’ નાનપણમાં આવું ભણ્યા હતા. એનો સંકેત સાફ છે. માણસ એકલો હોય છે ત્યાં સુધી આનંદી હોય છે. એકમાંથી બે થતાં બગડવાનું શરૂ થાય છે. ખરેખર દ્વન્દ્વમાં દુ:ખ છે. સુખ અને દુઃખ, પુણ્ય અને પાપ, સ્વર્ગ અને નરક આ બધા ઉર્જા છે. ખરું સુખ આ દ્વન્દ્વની પેલે પાર છે, એકત્વમાં છે. માણસે સાચા અર્થમાં સુખી થવું હોય તો એકલા ચાલી નીકળવું જોઇએ... જંજાળનો ત્યાગ કરી અણગાર-માર્ગે ચાલી નીકળવું જોઇએ. જો મારો દાહ શાંત થાય તો હું હવે દીક્ષા લઇશ - આમ વિચારમાં ને વિચારમાં મને ઊંઘ આવી ગઇ. સવારે જોયું તો આશ્ચર્ય ! દાહની બળતરા ક્યાંય છૂ થઇ ગઇ હતી ! ઓહ ! શુભ વિચારનો કેવો ચમત્કાર ?
એ રાતે મેં એક સુંદર સ્વપ્ન જોયેલું : ઐરાવત હાથી અને મેરુ પર્વતનું ! એ સ્વપ્ન પર વિચારતાં-વિચારતાં મને જાતિસ્મરણ જ્ઞાન થઇ ગયું : પૂર્વે મેં સાધુપણું પાળ્યું હતું. તેના પ્રભાવથી હું પ્રાણત દેવલોકમાં ગયો હતો અને ત્યાંનું આયુષ્ય પૂર્ણ થતાં હું અહીં ઉત્પન્ન થયો. જાતિસ્મરણથી મારો દીક્ષાનો નિર્ધાર વધુ દૃઢ થયો.
પુત્રને રાજ્ય સોંપી હું પ્રવ્રજ્યા લેવા નીકળી પડ્યો. રસ્તે કોઇ વૃદ્ધ બ્રાહ્મણ મળ્યો. તે મને જાત-જાતના ને ભાત-ભાતના માર્મિક પ્રશ્નો પૂછવા માંડ્યો. મેં તેને વૈરાગ્યથી ધગધગતા જવાબો આપી દીધા.
-
“રાજન્ ! તણખલાની જેમ રાજ્ય છોડી દીક્ષા લો છો તે સારું છે, પણ સ્ત્રીઓ કેટલી બધી રડે છે ? માટે જીવદયા ખાતર પણ દીક્ષા ન લેવી જોઇએ. કોઇ દુભાય એ જીવોની અદયા નથી ?”
“કોઇ મારા માટે નથી રડતું, પોતાના સ્વાર્થ માટે બધા રડે છે.” “તારા મહેલ વગેરે સળગી રહ્યા છે તેની સામું તો જો.'
પરકાય - પ્રવેશ - ૨૪૩