________________
જાહેરાત કરાવી. દેશના પછી એક દેવે મને વંદન કર્યું. એ દેવ તે બીજા કોઇ નહિ, પણ પૂર્વ જન્મના તારા પિતા ! તેમણે મને મિથિલા નગરીમાં મૂકી. આમ તો હું તારું મુખ એકવાર જોવાની ઇચ્છાથી જ ત્યાં આવેલી, પણ સાધ્વીજીનું પ્રવચન એટલું વૈરાગ્ય-પ્રેરક હતું મેં તને જોયા વિના જ દીક્ષા લઇ લીધી. ગુરુણીજીએ મારું નામ પાડ્યું : સુવ્રતાશ્રી.
સંયમની સાધનામાં વર્ષો વીતી ગયા. હમણાં મને સમાચાર મળ્યા કે તમે બંને યુદ્ધ કરવાની તૈયારીમાં છો. આથી તમને બંનેને અટકાવવા ગુણીની રજા લઇને હું આવી છું. હવે તમને યોગ્ય લાગે તે કરો.
સાધ્વીજીની વાત સાંભળીને હું તો આભો જ થઇ ગયો. શું પુષ્પમાળા મારી માતા નહિ? પદ્યરથ પિતા નહિ? પણ હવે કોને પૂછું ? મારા માતા-પિતા તો જ્ઞાનસાગર આચાર્ય પાસે દીક્ષા લઇ કેવળજ્ઞાન પામી મોક્ષે પણ પધારી ચૂક્યા છે. લાવ, હું જૂના મંત્રીને પૂછી લઉં. જૂનો મંત્રી અમારા ઘરની બધી જ અંતરંગ વાતો જાણતો હતો. તેણે કહ્યું : તમે પુષ્પમાળા ને પદ્મરથના પુત્ર તો નથી જ. તમે જંગલમાંથી મળ્યા છો એ વાતની મને પાકી ખબર છે, પણ આ સાધ્વી તમારા માતા છે કે નહિ? એની મને ખબર નથી. તમે એમ કરો : એ જૂની વીંટી તમારી આંગળીમાં જ છે. એ વીંટી પર જોઇ જુઓ : કોનું નામ છે ? એટલે સાધ્વીજીની વાતની ખાતરી થઇ જશે.
મેં વીંટીમાં જોયું તો તેમાં ઝીણા અક્ષરે લખેલું હતું : યુગબાહુ ! ઓહ ! સાધ્વીજીની વાત સો ટકા નહિ, સવા સો ટકા સાચી છે. આ સાધ્વીજી જ મારા મા છે. એ તો એમને જોઇને હર્ષથી ઊછળતું હૃદય જ ખાતરી આપી રહ્યું છે. હવે અહીં બીજી પૂરાવાની જરૂર શી ? હાથ કંકણને આરસીની જરૂર શી ?
પણ રે ! આટલું સ્પષ્ટ જાણવા છતાં હું યુદ્ધવિરામ માટે તૈયાર ન થયો. અહંકાર બહુ ખતરનાક છે. એ જલદી મૂકવા તૈયાર થતો નથી. હું આટલો મોટો રાજા ! મારા હાથીને ચોરનારને માફ કરી દઉં? મેં જ ચડાઇ કરીને હું જ સંધિ કરવા જાઉં ? તો મારી આબરૂ શું ? દુનિયા મને નમાલો ગણશે : જોયું? મોટા ઉપાડે નમિ લડવા ગયો'તો ને લડવાનું
તો દૂર ગયું, પણ સામેથી ઝૂકવું પડ્યું. નહિ, દુનિયા દ્વારા થતી આવી નાલેશી સહન કરવા હું તૈયાર નથી. મારો અહંકાર ગર્જી ઊઠ્યો.
મારી યુદ્ધ કરવાની અફર ભાવના જોઇ સાધ્વીજી વધુ કાંઇ પણ આગ્રહ કર્યા વિના ચંદ્રયશા પાસે ગયાં.
થોડી જ વારમાં ચંદ્રયશા પોતાના સાથીદારો સાથે મારી પાસે આવતાં જોયો અને ચહેરા પરથી જ લાગતું હતું કે એ પ્રેમથી મને મળવા આવી રહ્યો છે. હું પણ સામે દોડ્યો. મોટો ભાઇ મળવા આવી રહ્યો હોય ત્યારે નાનો ભાઇ શી રીતે બેસી રહે ? હું મોટા ભાઇના ચરણે ઝૂકી ગયો.
અમારા બંનેની આંખોમાંથી અશ્રુધારા ચાલી રહી.
અરેરે ! નાનકડા જમીનના ટુકડા ખાતર કે હાથી જેવી ચીજો માટે કેવા ખતરનાક ખેલ ! કેવી ભયંકર હિંસા ? સંસાર કેવો વિચિત્ર છે !
જ્યાં સગા બે ભાઇ યુદ્ધ ચડે છે ! ધિક્કાર હો આ સંસારને ! અમારા બંનેના હૃદય બોલી રહ્યા હતા. અમે બંને દીક્ષા લેવા તૈયાર થઇ ગયા. અમે બંને એક બીજાનું રાજ્ય એક-બીજાને આપવા તૈયાર થઈ ગયા. આખરે મોટા ભાઇની ઇચ્છા આગળ મારે ઝૂકવું પડ્યું. તેઓએ પોતાનું રાજય મને સોંપી દીક્ષા લીધી.
વગર પ્રયત્ન, વગર ઇચ્છાએ મારું રાજ્ય બમણું થઇ ગયું. શત્રુઓ પણ મારા પ્રભાવ માત્રથી ઝૂકવા લાગ્યો. મને જૂના માણસોએ કહ્યું : પારથ રાજાએ તમારું નામ ‘નમિ’ શા માટે પાડ્યું, જાણો છો ? તમારા આગમન પછી શત્રુઓ નમવા લાગ્યા હતા માટે તમારું નામ ‘નમિ’ પડયું. શત્રુઓને નમાવે તે નમિ !
મારો સંસાર સુખપૂર્વક સરકી રહ્યો હતો... પણ મારું મન મુક્તિને ઝંખતું હતું. પાંજરામાં રહેલા પોપટને ખાવા-પીવા વગેરેની ગમે તેટલી અનુકૂળતા હોય પણ એનું મન તો અનંત નીલ ગગનને જ ઇચ્છે.
- પરાધીનતા સૌથી મોટું દુઃખ છે. મારું મન પણ પાંજરામાં પૂરાયેલા પોપટ જેવું હતું. વિશાળ રાજ્યમાં પણ હું પાંજરાનું બંધન જોઇ રહ્યો હતો. મારો જીવ ગુંગળામણ અનુભવી રહ્યો હતો. જ્યારે મોકો મળે ને
પરકાય - પ્રવેશ • ૨૪૧
આત્મ કથાઓ • ૨૪૦