________________
માણસના જીવનમાં દુ:ખ આવે છે તે બીજા કોઇના કારણે નહિ, પોતાના જ કારણે, પોતાના જ કર્મોના કારણે.
આમ જોઇએ તો આ બહુ ખોટું થયું. પણ ખૂબ જ દીર્ઘદૃષ્ટિથી જોઇએ તો લાગશે કે બહુ જ સારું થયું. જો મને આવું મરણાન્ત કષ્ટ ન આવ્યું હોત તો મારી ધ્યાનની ધારા તીવ્ર બનત ? મને કેવળજ્ઞાન અને મોક્ષ મળત ?
મારા મોક્ષ પછી પણ શું થયું ? તે જુઓ.
લોહી અને માંસથી લથપથ શરીર ત્યાં જ પડ્યું રહ્યું. મારો ઓઘો મુહપત્તી વગેરે પણ માંસથી લથપથ થઇ ગયા. ઓઘાને માંસનો લોચો સમજી એક સમડીએ ઊઠાવ્યો ને એ ઓઘો રાણીના ઝરુખામાં પડ્યો. રાણી તરત જ ઓળખી ગઇ : અરેરે... આ તો મારા ભાઇ મહારાજનો જ ઓઘો ! નક્કી કોઇએ મારા ભાઇ મહારાજની હત્યા કરી છે. તે ધ્રુસકેધ્રુસકે રોવા લાગી.
રાજાને પણ સાચી વાતની ખબર પડતાં પશ્ચાત્તાપ થયો. રાજા અને રાણીએ વૈરાગ્ય વાસિત બની દીક્ષા લીધી. તપ કરી આત્મશુદ્ધિ કરી કેવળજ્ઞાન પામ્યા અને આખરે પરમ-પદમાં બિરાજમાન થયા.
આત્મ કથાઓ . ૦ ૧૧૬
(૧૭) હું અચૂંકારી ભઠ્ઠા
આમ તો મારું નામ હતું : ભટ્ટા, પણ લોકો મને અફૂંકારી ભટ્ટા તરીકે ઓળખે. વાત એમ બનેલી કે મારા માતા-પિતાની હું ખૂબ જ લાડકી હતી. આઠ ભાઇ પછી હું જન્મેલી હતી, એટલે લાડકી જ હોઉં ને ? સામાન્ય રીતે માણસ પુત્રીના જન્મ વખતે આનંદિત નથી થતો... અરે ઘણીવાર તો એવું બને કે મા-બાપ જ બાળકીને દૂધ-પીતી’ કરી નાખે. દીકરી એટલે દુઃખનો ભંડાર ! દીકરી એટલે સાપનો ભારો ! એક પ્રાકૃત - સુભાષિતકારે તો ત્યાં સુધી લખી દીધું : “જીવકૃપિયા ટુત્તિઓ Äિ' દીકરીનો પિતા હંમેશ દુ:ખી જ હોય ! દીકરીને પરણાવતાં પહેલાં તો દુઃખી હોય જ, પરણાવ્યા પછી પણ કંઇક ને કંઇક ઉપાધિ ઊભી જ હોય. માટે જ કન્યાને ઉપાધિનું પોટલું સમજીને માણસ તેનો ‘નિકાલ’ કરી દેતો હોય છે. તમારે ત્યાં આજે ગર્ભ-પરીક્ષણ આટલા માટે જ થાય
છે ને ? ખબર પડી જાય કે ગર્ભ બાળકીનો છે, એટલે તરત જ ‘નિકાલ' ! બિચારી સ્ત્રી ! વગર વાંકે માનવ-ભવ હારી જાય ! પણ હું એ અર્થમાં ભાગ્યશાળી હતી. ઘણા-ઘણા અરમાનો પછી હું જન્મેલી હતી. મારા માતા-પિતા તો મને સાક્ષાત્ લક્ષ્મી જ ગણતા. મારા પિતાએ તો બધાને કડક સૂચના આપેલી : ખબરદાર ! કોઇએ આની સામે ચૂં પણ કર્યું છે તો ! મારી સામે કોઇ ફૂંકારો પણ કરતું નહિ. આથી મારું નામ પડ્યું : ‘અફૂંકારી ભટ્ટા !’
પ્રેમનો અભાવ બાળકના વિકાસને ગૂંગળાવી નાખે છે, તેમ અતિશય પ્રેમ પણ બાળકને બગાડી નાખે છે. વરસાદના અભાવે દુકાળ પડે છે, તેમ અતિશય વરસાદથી પણ લીલો દુકાળ પડતો રહે છે.
મારા પર પ્રેમની અતિવૃષ્ટિ થઇ રહી હતી, તેમ કહું તો ખોટું નહિ ગણાય. બધાય મને લાડ લડાવે, બધાય મને સલામ ભરે, બધાય મારું કહ્યું કરે એટલે હું અત્યંત અહંકારી, સ્વકેન્દ્રિત બની ગઇ. મને એમ જ લાગવા માંડ્યું : આખી દુનિયા મારા માટે જ બની છે. વિશ્વ આત્મ કથાઓ - ૧૧૭